ભારતીય જનતા પક્ષ (ભાજપ)ને ઝડપી અને નિર્ણાયક નેતૃત્વ ધરાવતો પક્ષ તરીકે રજૂ કરવામાં આવે છે. છેલ્લા દાયકામાં પાર્ટીએ પોતાનું એવું ચિત્ર ઊભું કર્યું છે કે અહીં નિર્ણયો વિલંબ વગર લેવાય છે. પરંતુ હકીકત અલગ છે. કોઇ મોટી સંસ્થા કે કુટુંબની જેમ જ, ભાજપ અને તેની વિચારધારાત્મક માતા સંસ્થા – રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) માં નિર્ણયો લેવાય તે ઘણીવાર અતિ ધીમું ચાલે છે, ક્યારેક તો મહિનાઓ કે વર્ષો લાગી જાય છે.
આ indecisionનું સૌથી મોટું ઉદાહરણ છે નવા રાષ્ટ્રિય પ્રમુખની શોધ. એક વર્ષથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ જે.પી. નડ્ડાના ઉત્તરાધિકારી તરીકે પક્ષ કોઇ એક નામ નક્કી કરી શક્યો નથી. પક્ષના બંધારણ મુજબ નડ્ડાનો કાર્યકાળ લગભગ બે વર્ષ પહેલા પૂરો થઇ ગયો છે, પણ પહેલા તેને જૂન 2024 સુધી અને પછી અનૌપચારિક રીતે ડિસેમ્બર 2024થી કાર્યકાળ લંબાવાયો. કારણ સ્પષ્ટ છે – સંઘ અને ભાજપ બંનેને સ્વીકાર્ય એવો ઉમેદવાર હજુ સુધી મળ્યો નથી.
આ અનિર્ણાયકતા એક ઊંડા સત્ય તરફ સંકેત આપે છે – સંઘ અને ભાજપના કેન્દ્રીય નેતૃત્વ વચ્ચેનો તણાવ છે. ખુલ્લેઆમ ક્યારેય સ્વીકારવામાં ન આવતો હોવા છતાં, અંદરના જાણકારો કહે છે કે સંઘને સંગઠનશિસ્તમાં ઘડાયેલો, વિચારધારાની કસોટી પર ખરા ઊતરતા પ્રમુખ જોઇએ છે. બીજી તરફ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વવાળા ભાજપને એવો પ્રમુખ જોઇએ છે જે ચૂંટણીક્ષમતા ધરાવતો અને વર્તમાન સત્તા રચનાને વફાદાર હોય. આ deadlock એ મૂળભૂત મતભેદનું પ્રતિબિંબ છે.
છેલ્લા અઢી વર્ષમાં દિલ્હીના રાજકીય ગલિયારા અનેક નામોથી ગૂંજ્યા. ક્યારેક સંજય જોષીનું નામ ચર્ચાયું, ક્યારેક મોહનલાલ ખટ્ટરનું. તો એક સમયે વસુંધરા રાજેનો ઉલ્લેખ પણ થયો. થોડા મહિનાં પહેલા શિવરાજસિંહ ચૌહાણનું નામ આગળ આવ્યું, જેઓ લાંબા સમયના પ્રશાસનિક અનુભવ અને જનઆકર્ષણ ધરાવતા હોવાથી ગંભીર દાવેદાર માનવામાં આવ્યા. છતાંય સર્વસંમતિ ઉભી થઇ નથી.
હવે નવા ત્રણ નામ ચર્ચામાં છે – મહારાષ્ટ્રના દેવેન્દ્ર ફડનવીસ, કેન્દ્રિય મંત્રી ધરમેન્દ્ર પ્રધાન, અને સૌથી રસપ્રદ રીતે, ગુજરાતના સાંસદ અને ભૂતપૂર્વ કેન્દ્રિય મંત્રી પરષોત્તમ રૂપાલા.
રૂપાલાની મહત્વતારૂપાલાજીનું નામ ઉભરવું રાજકીય રીતે સંવેદનશીલ છે. ગુજરાતના પાટીદાર નેતા તરીકે તેઓ પ્રદેશગૌરવ અને જાતિ-સમીકરણ બંનેનું પ્રતિનિધિત્વ કરે છે. જો કે રાજપુત સમાજ તેમનાથી નારાજ છે. જો તેઓ ભાજપના રાષ્ટ્રિય પ્રમુખ બને, તો તેની સીધી અસર ગુજરાતની રાજનીતિ પર પડશે.
કારણ કે જો રાષ્ટ્રીય સ્તરે પાટીદાર નેતા પ્રમુખ બનશે, તો ગુજરાતના મુખ્યમંત્રી કે પ્રદેશ પ્રમુખ પદ પર પાટીદાર સમાજમાંથી કોઇને મૂકવામાં નહીં આવે – એક સમાજમાં સત્તા કેન્દ્રીત ન થાય એ માટે. પરિણામે દલિત, આદિવાસી કે OBC નેતા પ્રદેશ પ્રમુખ બનવાની શક્યતા ઉભી થશે. ત્યારે મુખ્યમંત્રી પદ પર સવર્ણ સમાજના નેતા રહી શકે છે, પરંતુ જ્ઞાતિય સમીકરણની સમતુલા જાળવવા નાયબ મુખ્યમંત્રી અન્ય કોઇ સમાજમાંથી પસંદ થશે.
આવો કેબિનેટ અને સંગઠનનો ફેરફાર માત્ર પ્રતીકાત્મક નહીં રહે. એ ભાજપની લાંબા ગાળાની સામાજિક એન્જિનિયરિંગની નીતિને દર્શાવે છે – દરેક સમાજને પ્રતિનિધિત્વનો અહેસાસ કરાવવો અને સાથે સાથે કોઇ એક સમુદાયને પ્રબળ ન થવા દેવું.
ગુજરાત કેબિનેટનો પ્રશ્નતાજેતરમાં ગુજરાત કેબિનેટના વિસ્તરણ અને પ્રદેશ પ્રમુખની નિમણૂકમાં થયેલા વિલંબને પણ રાજકીય સંકેત તરીકે જોવામાં આવી રહ્યો છે. એવું લાગી રહ્યું છે દિલ્હીનું નેતૃત્વ કદાચ આ નિર્ણયોને અટકાવી રહ્યું છે, કારણ કે હજી રૂપાલાના રાષ્ટ્રીય સ્તરના ભવિષ્ય પર વિચારણા ચાલી રહી છે. જો તેઓ પ્રમુખ બને, તો રાજ્ય સ્તરે જરૂરી ફેરફારો તરત જ કરવામાં આવશે.
આ વિલંબે જ એ અટકળોને બળ આપ્યું છે કે પક્ષ રૂપાલાને રાષ્ટ્રીય ચહેરા તરીકે પ્રોજેક્ટ કરવાના મૂડમાં છે. એ પરિસ્થિતિમાં ગુજરાત માટે મોટો બદલાવ આવી શકે છે – પક્ષ અને સરકારની રચના, ટિકિટ વિતરણથી લઈને જાતિ આધારિત સત્તા સમીકરણો સુધી, બધે જ અસર દેખાશે.
રાજકિય ચિત્રઆ અધૂરી નિમણૂક ભાજપ માટે એક મોટો પ્રશ્ન પણ ઉભો કરે છે – સંઘ અને મોદી-શાહની જોડણી વચ્ચે એકતા કેવી રીતે જાળવવી?RSSનું પ્રભાવ હજી છે, પણ મોદીના પ્રભુત્વે સત્તાનું તુલાડું બદલી નાખ્યું છે. નવા પ્રમુખની શોધ, વાસ્તવમાં, એ કસોટી છે કે બંને વચ્ચે મધ્યમ માર્ગ મળી શકે કે નહીં.
જો રૂપાલા સર્વસંમતિના ઉમેદવાર બને, તો એ સંઘની અપેક્ષાઓ અને મોદી-શાહની પસંદગીઓ વચ્ચેનો તાત્કાલિક સમાધાન ગણાશે – અને ફરી એકવાર ગુજરાતમાંથી રાષ્ટ્રીય પ્રમુખ ઊભરશે. પરંતુ જો deadlock ચાલુ રહે, તો એ સંઘ પરિવારની અંદરની ચીરોને વધુ સ્પષ્ટ બનાવશે.
આ રીતે ભાજપના રાષ્ટ્રિય પ્રમુખ માટેની દોડ માત્ર એક સંગઠનાત્મક નિમણૂક નથી. એ પક્ષની અંદરની વિરોધાભાસ, જાતિ સમીકરણ અને વિચારધારાત્મક સમજૂતીનો પ્રતિબિંબ છે – જે દેશના સૌથી શક્તિશાળી રાજકીય સંગઠનને સતત આકાર આપે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
ગુજરાત જીતવા નીકળેલી કોંગ્રેસ સામે ભાજપ નહીં, પહેલા પોતાનું જ ઘર સંભાળવાનો પડકાર!
ભારતની GDP વૃદ્ધિ 7.8 ટકા પહોંચી, પરંતુ મોંઘવારી, માથાદીઠ આવક, રોજગાર અને ખરીદશક્તિ વચ્ચે સવાલ ઊભો થયો કે આ આર્થિક વિકાસનો વાસ્તવિક લાભ સામાન્ય માણસ સુધી કેટલો પહોંચ્યો?
નવી માર્ગદર્શિકા ખાનગી રોપાણને પ્રોત્સાહન આપે છે, પર્યાવરણ અને જૈવ વૈવિધ્યને જોખમ