કેબિનેટની સ્ટાર્ટઅપ ઇન્ડિયા 2.0ને મંજૂરી
વિકસિત ભારત @ 2047ના વિઝનને વેગ આપવા વેન્ચર કેપિટલ ફંડમાં મોટું રોકાણ, સ્ટાર્ટઅપ્સને વેગ

સ્ટાર્ટઅપ ઇન્ડિયા 2.0ને મંજૂરી

સ્ટાર્ટઅપ ઇન્ડિયા 2.0ને મંજૂરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે મળેલી કેન્દ્રીય કેબિનેટે દેશના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને વધુ મજબૂત કરવા માટે એક સીમાચિહ્નરૂપ નિર્ણય લીધો છે.
સરકારે ₹10,000 કરોડના કોર્પસ સાથે 'સ્ટાર્ટઅપ ઇન્ડિયા ફંડ ઓફ ફંડ્સ 2.0' (FoF 2.0)ની સ્થાપનાને મંજૂરી આપી છે. આ ફંડનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતમાં વેન્ચર કેપિટલના માળખાને વેગ આપીને દેશને વૈશ્વિક ઇનોવેશન હબ બનાવવાનો છે.
સફળતાના બાદ 2.0 ની શરૂઆત
વર્ષ 2016માં જ્યારે સ્ટાર્ટઅપ ઇન્ડિયાની શરૂઆત થઈ ત્યારે દેશમાં માત્ર 500 જેટલા સ્ટાર્ટઅપ્સ હતા, જે આજે વધીને 2 લાખને પાર કરી ગયા છે. પ્રથમ તબક્કા (FFS 1.0)ની સફળતાને જોતા સરકારે આ નવો અને વિસ્તૃત પ્લાન રજૂ કર્યો છે.
અગાઉના તબક્કામાં ₹10,000 કરોડના રોકાણ દ્વારા 1,370 થી વધુ સ્ટાર્ટઅપ્સમાં ₹25,500 કરોડથી વધુનું ખાનગી મૂડી રોકાણ આકર્ષવામાં આવ્યું હતું.
ડીપ ટેક અને મેન્યુફેક્ચરિંગ પર વિશેષ ધ્યાન
સ્ટાર્ટઅપ ઇન્ડિયા FoF 2.0ની ખાસિયત એ છે કે તે હવે માત્ર સર્વિસ સેક્ટર પૂરતું મર્યાદિત નથી. આ વખતે સરકાર ડીપ ટેક, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ અને હાઇ-ટેક મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોને પ્રાધાન્ય આપશે. આ એવા સેક્ટર્સ છે જેમાં લાંબા ગાળાના મૂડી રોકાણની જરૂર હોય છે. આ ઉપરાંત, આ ફંડ માત્ર મેટ્રો સિટીઝ પૂરતું મર્યાદિત નહીં રહે, પરંતુ નાના શહેરો (Tier-2 & Tier-3) ના યુવા સાહસિકોને પણ પ્રોત્સાહન આપશે.
શું છે ડીપ ટેક?
Deep tech (અથવા ડીપ ટેકનોલોજી)એ એવી અદ્યતન ટેકનોલોજી છે જે વૈજ્ઞાનિક સંશોધન અને એન્જિનિયરિંગના ગહન આવિષ્કારો પર આધારિત હોય છે. તે સામાન્ય એપ્લિકેશન કે સોફ્ટવેર કરતા અલગ છે, કારણ કે તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ, બાયોટેકનોલોજી અને રોબોટિક્સ જેવા ક્ષેત્રોમાં દુનિયાની જટિલ સમસ્યાઓના ઉકેલ લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
ટૂંકમાં, ડીપ ટેક એ 'માત્ર સુધારો' નથી, પરંતુ વિજ્ઞાનના ઉપયોગ દ્વારા કરવામાં આવતી એક મોટી 'ક્રાંતિ' છે જેને વિકસાવવામાં લાંબો સમય અને ઊંડું જ્ઞાન જરૂરી હોય છે.
વિકસિત ભારત @ 2047 તરફ ડગલું
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ પહેલ ભારતની આર્થિક સ્થિરતા અને રોજગાર સર્જનમાં મહત્વની ભૂમિકા ભજવશે. સરકારનું લક્ષ્ય એવા સ્ટાર્ટઅપ્સને તૈયાર કરવાનું છે જે વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક ટેકનોલોજી અને પ્રોડક્ટ્સ વિકસાવે. આ આખું માળખું 'વિકસિત ભારત @ 2047' ના વિઝનને અનુરૂપ તૈયાર કરવામાં આવ્યું છે, જે ભારતને આત્મનિર્ભર બનાવવાની દિશામાં મજબૂત ટેકો આપશે.

ખાનગી વપરાશ અને રોકાણમાં તેજીને કારણે S&P ગ્લોબલ રેટિંગ્સનો નવો અંદાજ

ખોરાક અને કપડાંના ભાવ વધતા ફુગાવો વધ્યો; RBI ના વ્યાજદરમાં નહીં મળે રાહત?

2022-23 ના નવા બેઝ યર સાથે અર્થતંત્રની નવી છબી; ડિસેમ્બર ક્વાર્ટરમાં 7.8% વૃદ્ધિ