બજેટ 2026: તમારા માટે શું સસ્તું, શું મોંઘું?
રેલ્વે, હેલ્થ અને એજ્યુકેશન માટેની જંગી ફાળવણી પાછળ સરકારનો અસલી માસ્ટર પ્લાન શું છે?

બજેટ 2026: તમારા માટે શું સસ્તું, શું મોંઘું?

બજેટ 2026: તમારા માટે શું સસ્તું, શું મોંઘું?
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં નાણાકીય વર્ષ 2026-27 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું છે. 'કર્તવ્ય ભવન' માં તૈયાર થયેલું આ પ્રથમ બજેટ મુખ્યત્વે ત્રણ સ્તંભો પર આધારિત છે: આર્થિક વૃદ્ધિ, લોકોની આકાંક્ષાઓ અને 'સબકા સાથ-સબકા વિકાસ'. આ બજેટમાં ટેક્સ સિસ્ટમમાં ક્ષેત્રમાં ફેરફારો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે જંગી ફાળવણી કરવામાં આવી છે.
નવો ઇન્કમ ટેક્સ એક્ટ અને કરદાતાઓને રાહત બજેટની સૌથી મોટી જાહેરાત નવા આવકવેરા અધિનિયમ, 2025ની છે, જે એપ્રિલ 2026થી અમલમાં આવશે. ટેક્સ પ્રક્રિયાને સરળ બનાવવા માટે નવા ફોર્મ જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત, વિદેશી પ્રવાસના પેકેજ પર લાગતા TCS (Tax Collected at Source) ને 5% અને 20%થી ઘટાડીને માત્ર 2% કરી દેવામાં આવ્યો છે, જેનાથી વિદેશ યાત્રા સસ્તી થશે.
રેલ્વે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર: 7 હાઇ-સ્પીડ કોરિડોર દેશમાં પરિવહન વ્યવસ્થાને આધુનિક બનાવવા માટે સરકારે 7 નવા હાઇ-સ્પીડ રેલ કોરિડોર વિકસાવવાની જાહેરાત કરી છે. જેમાં મુંબઈ-પુણે, દિલ્હી-વારાણસી અને હૈદરાબાદ-બેંગલુરુ જેવા મહત્વના રૂટનો સમાવેશ થાય છે. જાહેર મૂડી ખર્ચ (Capex) ને વધારીને 12.2 લાખ કરોડ રૂપિયા કરવામાં આવ્યો છે.
MSME અને સ્ટાર્ટઅપ્સ માટે મોટી જાહેરાતો નાના ઉદ્યોગોને 'ગ્લોબલ ચેમ્પિયન' બનાવવા માટે 10,000 કરોડ રૂપિયાના SME ડેવલપમેન્ટ ફંડની દરખાસ્ત કરવામાં આવી છે. આઈટી ક્ષેત્ર માટે સેફ હાર્બર મર્યાદા 300 કરોડથી વધારીને 2000 કરોડ કરવામાં આવી છે, જે ડિજિટલ ઈન્ડિયાને વેગ આપશે.
શિક્ષણ અને મહિલા સશક્તિકરણ દરેક જિલ્લામાં વિદ્યાર્થિનીઓ માટે હોસ્ટેલ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. ઉચ્ચ શિક્ષણમાં STEM (વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, ગણિત) શાખાઓમાં અભ્યાસ કરતી યુવતીઓની સુવિધા માટે આ નિર્ણય લેવાયો છે.
આરોગ્ય અને કૃષિમાં AIનો ઉપયોગ કૃષિ ક્ષેત્રમાં 'ભારત-વિસ્તાર' નામના બહુભાષી AI ટૂલની જાહેરાત કરવામાં આવી છે, જે ખેડૂતોને પાક અને હવામાન અંગે સચોટ માહિતી આપશે. ઉત્તર ભારતમાં માનસિક સ્વાસ્થ્ય માટે 'નિમહાન્સ-2' (NIMHANS-2) ની સ્થાપના કરવામાં આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખાનગી વપરાશ અને રોકાણમાં તેજીને કારણે S&P ગ્લોબલ રેટિંગ્સનો નવો અંદાજ

ખોરાક અને કપડાંના ભાવ વધતા ફુગાવો વધ્યો; RBI ના વ્યાજદરમાં નહીં મળે રાહત?

2022-23 ના નવા બેઝ યર સાથે અર્થતંત્રની નવી છબી; ડિસેમ્બર ક્વાર્ટરમાં 7.8% વૃદ્ધિ