કૂલગામમાં સુરક્ષા દળોએ 1 આતંકવાદીને કર્યો ઠાર
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર કર્યો છે
ઈન્ડિયન આર્મી
ઈન્ડિયન આર્મી
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો છે. આ ઓપરેશન શુક્રવારે રાત્રે શરૂ થયું હતું અને હજુ પણ ચાલુ છે.
ચિનાર કોરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું કે, 'રાત્રિ દરમિયાન ગોળીબાર ચાલુ રહ્યો હતો. સતર્ક સૈનિકોએ સંતુલિત ગોળીબાર કર્યો અને સંપર્ક જાળવી રાખીને ઘેરાબંધી વધુ મજબૂત બનાવી હતી. સુરક્ષા દળોએ અત્યાર સુધીમાં એક આતંકવાદીને ઠાર માર્યો છે. ઓપરેશન શરૂ છે. ભારતીય સેનાએ આ અભિયાનને 'ઓપરેશન અખલ' નામ આપ્યું છે.
સુરક્ષા દળોને કુલગામ જિલ્લાના અખલ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી વિશે માહિતી મળી હતી. ત્યારબાદ સેના, CRPF અને જમ્મુ-કાશ્મીર પોલીસે સંયુક્ત રીતે આ અભિયાન શરૂ કર્યું. જમ્મુ-કાશ્મીર પોલીસે 'X' પર પોસ્ટ કર્યું, કુલગામ જિલ્લાના અખલ વિસ્તારમાં એન્કાઉન્ટર થયું છે. SOG, જમ્મુ-કાશ્મીર પોલીસ, સેના અને CRPF કાર્યરત છે. વધુ માહિતી પછીથી આપવામાં આવશે.
આ અઠવાડિયાનું આ ત્રીજું એન્કાઉન્ટર છે. આ અગાઉ, ગુરુવારે પૂંછમાં નિયંત્રણ રેખા પાસે 2 અન્ય આતંકવાદીઓને માર્યા હતા. પોલીસે જણાવ્યું કે, બંને પાકિસ્તાનથી ઘૂસણખોરી કરી રહ્યા હતા અને ભારતીય સીમામાં પ્રવેશતા જ તેમને રોકવામાં આવ્યા હતા.
સોમવારે, પહેલગામ આતંકવાદી હુમલામાં સામેલ ત્રણ આતંકવાદીઓ સુરક્ષા દળો દ્વારા એક સુનિયોજિત અભિયાનમાં ઠાર મરાયા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સંસદમાં જણાવ્યું હતું કે, ત્રણેય પાકિસ્તાની આતંકવાદીઓ તરીકે ઓળખાયા છે, જેમણે 22 એપ્રિલના રોજ પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓની નિર્દયતાપૂર્વક હત્યા કરી હતી.
હાલમાં, કુલગામમાં થયેલું એન્કાઉન્ટર જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સામે ચાલી રહેલા અભિયાનનો એક ભાગ છે.

પરમાણુ શક્તિથી ચાલતું બ્યુરેવસ્તનિક, અદમ્ય અંતર અને રડાર ટાળવાની ક્ષમતા

વૈશ્વિક તણાવ વચ્ચે રશીયાની ત્રણેય પાખનો nuclear અભ્યાસ

ખાનગી ક્ષેત્રને મિસાઈલ અને ગોળા બનાવવાની મંજૂરીથી રક્ષણ સ્વાવલંબન તરફ દોડ