અમદાવાદમાં ફાફડા-જલેબીના ભાવ સ્થિર, પરંપરા જળવાઈ
અમદાવાદીઓમાં દશેરાના દિવસે કરોડો રુપિયાના ફાફડા-જલેબી જાપ્ટે, વર્ષો જુની પરંપરા જળવાઈ રહી
દશેરાના દિવસે ફાફડા-જલેબી ખાવાનો ક્રેઝ
દશેરાના દિવસે ફાફડા-જલેબી ખાવાનો ક્રેઝ
ગુજરાત સહિત દેશભરમાં વિજયાદશમી એટલે દશેરાની ઉજવણી થશે. ગુજરાતમાં દશેરા નિમિત્તે ગરમાગરમ ફાફડા અને રસ ઝરતી જલેબીનો આનંદ માણવાની વર્ષો જૂની પરંપરા છે. પરંતુ આ વર્ષે ફાફડા અને જલેબીના ભાવમાં કોઈ વધારો જોવા મળી રહ્યો નથી. રાજ્યમાં ₹ 650 થી લઇને ₹ 1150 પ્રતિ કિલો ફાફડા અને ₹ 700 થી ₹ 1200 પ્રતિ કિલો શુદ્ધ દેશી ઘીમાં જલેબી વેચાઈ રહી છે. દશેરાના પહેલાથીજ ઠેર-ઠેર ફાફડા જલેબીના વિક્રેતાઓ દ્વારા કાઉન્ટરો લગાવવાના શરૂ કરી દેવામાં આવ્યા છે.
ગુજરાતી પરંપરા: ફાફડા-જલેબીનો સ્વાદ
ખાણી-પીણી બાબતે ગુજરાતીઓ અને ગુજરાતી વાનગીઓ વિશ્વભરમાં પ્રખ્યાત છે. ગુજરાતીઓનો રવીવારનો પ્રિય નાસ્તો ફાફડા જલેબી જ હોય છે પણ દશેરામાં ફાફડા જલેબી આરોગવું એ તો પરંપરા છે . દશેરાના દિવસને અધર્મ પર ધર્મના વિજયના દિવસે તરીકે ઊજવવામાં આવે છે. આ જ દિવસે ગુજરાતીઓ હજારો કિલો ફાફડા જલેબી આરોગી લેતા હોય છે. વર્ષોથી ચાલતી પરંપરાને આ વર્ષે પણ ગુજરાતીઓએ અવિરત રાખી છે.
ભાવમાં સ્થિરતા, પરંતુ કેટલીક દુકાનોમાં વધારો
શહેરની જૂની અને પ્રખ્યાત ચંદ્રવિલાસ રેસ્ટોરન્ટના મલિક સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, 'ફાફડા અને જલેબીના ભાવમાં આ વર્ષે કોઈ વધારો કરવામાં નથી આવ્યો. ગત વર્ષે ફાફડા ₹ 800 / કિલો અને જલેબી ₹ 1000 / કિલો ભાવ હતો જે આ વર્ષે પણ દશેરાએ સમાન રહેવાનો છે. દશેરા નિમિત્તે કોઈ પણ ઓર્ડર અમે અગાઉથી લીધેલ નથી. ખેલૈયાઓ નવમની આખી રાત ગરબા રમીને થાકી જાય અને વહેલી સવારે ભૂખ લાગતી હોય છે, માટે સવારના 4 વાગેથીજ ફાફડા અને જલેબીનું વેચાણ શરૂ કરી દેવામાં આવશે'. જુના અને જાણીતા ઓસવાલના ફાફડાના ભાવની વાત કરીયે તો ફાફડા ₹ 1140 / કિલો અને જલેબી ₹ 1240 / કિલો ભાવ જે ગત વર્ષે ફાફડા ₹ 1080 / કિલો અને જલેબી ₹ 1200 / કિલો ભાવ હતો. એટલે ફાફડામાં ₹ 60 અને ઘીની જલેબીમાં ₹ 40 નો વધારો જોવા મળી રહ્યો છે. ઓસવાલ રેસ્ટોરન્ટને ફાફડા અને જલેબીના દશેરા અગાઉથીજ મોટા પાયે ઓર્ડર મળી રહ્યા છે.
વેચાણની તૈયારીઓ અને વરસાદની ચિંતા
શહેરમાં અન્ય વિસ્તારોમાં ફાફડા જલેબીનું વેચાણ કરતી દુકાનોમાં પણ ફાફડા ₹ 700 / કિલો અને જલેબી ₹ 800 / કિલો ભાવ જોવા મળી રહ્યો છે જે ગત વર્ષની સરખામણીમાં સમાન છે કોઈ વધારો જોવા મળી રહ્યો નથી. ફાફડા જલેબીના એક વિક્રેતાએ વાત કરતા જણવ્યું હતું કે, ' 40 કિલો જલેબી અને 80 થી 100 કિલો જેટલા ફાફડાનું લાઈવ બનાવી વેચાણ કરવાની તૈયારી અમે વહેલી સવારથી રાખતા હોઈ એ છીએ. જલેબીનું વેચાણ દિવસે દિવસે ઓછું થતું જોવા મળી રહ્યું છે, જેમાં ડાયાબિટીસ એક કારણ હોઈ શકે છે. અગાઉથી સ્ટોક કરીને ફાફડા વેચવામાં વરસાદનું ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે માટે હવે લોકો લાઈવ ફાફડા બનાવી વેચાણ કરવું વધારે પસંદ કરતા હોય છે.'
આ વર્ષે વરસાદના કારણે માત્ર ખેલૈયાઓ અને ગરબા આયોજકો નહીં પરંતુ ફાફડા અને જલેબીનું વેચાન કરનાર લોકો પણ ચિંતામાં જોવા મળી રહ્યા છે. નવમની રાતથીં દશેરાની રાત સુધી ફાફડા અને જલેબીનું વેચાણ થતું હોય છે, જો દશેરાના દિવસે વરસાદ રહ્યો તો વેચાણ પર તેની સીધી અસર થતી જોવા મળશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

દરેક જ્ઞાતિના લોકો જોડાતા હોવાથી કોમી-એકતાની ધુળેટી તરીકે પણ પ્રખ્યાત બની

બજેટ સત્ર પહેલા વિધાનસભામાં અમદાવાદી માતાની પછેડી, વારલી અને મડ મિરર વર્કનું પ્રદર્શન

બજરંગદાસ બાપાની જાતિ વિનાની ભક્તિ અને આજના બગદાણાની હકીકત વચ્ચેનો ટકરાવ