વિસનગરમાં ખાસડા ધુળેટીની ઉજવણીની અનોખી પરંપરા
દરેક જ્ઞાતિના લોકો જોડાતા હોવાથી કોમી-એકતાની ધુળેટી તરીકે પણ પ્રખ્યાત બની

સડેલા શાકભાજી સાથે યુવાનો રમે છે ખાસડા યુદ્ધ, કોમી એકતાનો અનોખો ઉત્સવ

સડેલા શાકભાજી સાથે યુવાનો રમે છે ખાસડા યુદ્ધ, કોમી એકતાનો અનોખો ઉત્સવ
સમગ્ર દેશમાં ધુળેટીના પર્વની અલગ અલગ પરંપરા મુજબ ઉજવણી કરવામાં આવતી હોય છે. સામાન્ય રીતે એકબીજા પર રંગો છાંટીને ધુળેટીનાં પર્વની ઉજવણી થતી હોય છે. પરંતુ મહેસાણા જિલ્લાનાં વિસનગરમાં ધુળેટીની ઉજવણી કરવાની પરંપરા કંઈક અલગ છે.
વિસનગરના ચોક્સી બજારમાં એકઠાં થઈને યુવાનો ખાસડા ધુળેટીનાં પર્વનો આનંદ મેળવે છે. અગાઉ ખાસડાં (જૂના જૂતાં) એકબીજાને મારીને યુવાનો ખાસડા યુધ્ધ ખેલતાં હતાં. પરંતુ હવે ખાસડા નહી મળતાં હોવાથી એકબીજા પર સડેલા શાકભાજીનો મારો ચલાવીને ખાસડા યુધ્ધનો આનંદ માણે છે. ચોક્સી બજારમાં રંગ ભરેલી માટલીઓ રાખીને તેને વચ્ચેનાં ભાગે બાંધવામાં આવે છે. તે માટલીને ફોડવાનો પ્રયાસ કરી યુવાનો આનંદ માણે છે.
ત્યારબાદ ખજૂર ભરેલી માટલી બાંધવામાં આવે છે. માટલીમાં રહેલી ખજૂરને મેળવવા દરેક જૂથનાં યુવાનો પ્રયાસ કરે છે. જ્યારે સામેનાં જૂથ તેમનાં પ્રયાસને નિષ્ફળ બનાવવાનો પ્રયત્ન કરે છે. તેવાં સમયે ચોક્સી બજારમાં રીતસરનો યુદ્ધ જેવો માહોલ સર્જાય છે. સવારનાં સમયે શરૂ થતું ખાસડા યુદ્ધ છેક બપોર સુધી ચાલે છે. વર્ષમાં એક વખત આવતી ખાસડા ધુળેટીનાં પર્વનો યુવાનો મનભરીને આનંદ મેળવે છે.
એક દંતકથા પ્રમાણે ધૂળેટીનાં પર્વ નિમિત્તે મહારાષ્ટ્રમાં ખાસડા યુદ્ધ કરવાની પરંપરા હતી. 300 વર્ષ પહેલાં મહારાષ્ટ્રની પરંપરા ઉત્તર ગુજરાતનાં વિસનગરમાં પણ શરૂ થઈ હતી. ત્યારથી વિસનગરમાં ધુળેટીનાં દિવસે ખાસડા યુદ્ધ કરવાની પરંપરા ચાલી રહી છે. હવે ખાસડાં નહી મળતાં હોવાથી ખાસડાંનાં સ્થાને શાકભાજી યુદ્ધ શરૂ થઈ ગયું છે.
જે વ્યક્તિને ખાસડું લાગે તેનું વર્ષ સારૂ જતું હોવાની માન્યતાએ દરેક યુવાન એક વખત ખાસડું અથવા શાકભાજી સામી છાતીએ જઈને ઝીલવાનો પ્રયાસ કરે છે. ખાસડા યુદ્ધમાં દરેક જ્ઞાતિનાં યુવાનો ઉત્સાહ પૂર્વક જોડાય છે. કોઈપણ પ્રકારનાં ઝઘડાં વગર દરેક જ્ઞાતિનાં યુવાનો ખાસડાં ધુળેટીનો આનંદ માણે છે.
ખાસડા ધુળેટીની ઉજવણી સમયે યુવાનોનાં બે જૂથ પાડવામાં આવે છે. બજારમાં વચ્ચે ખજૂરનું વાઢીયું લગાવવામાં આવે છે. ખજૂરનું વાઢીયું મેળવવા યુવાનોના જૂથ પ્રયાસ કરે છે. અગાઉ જૂતાં મારવામાં આવતાં હતાં. હવે જૂતાં મળતાં નહી હોવાથી શાકભાજી મારવામાં આવે છે. વડીલોની માન્યતા પ્રમાણે જેને જૂતું વાગે તેનું વર્ષ સારૂ જાય છે. તેથી દરેક યુવાન જૂતું ખાવા તૈયાર હોય છે. દરેક જ્ઞાતિનાં યુવાનો ભેગા મળી ખાસડા યુદ્ધ ખેલે છે. તેનાં કારણે ગામમાં સદભાવ રહે છે. એકતા જળવાઈ રહે છે અને ખાસડા ધુળેટીનો આનંદ માણે છે.
જૂની માન્યતા પ્રમાણે પહેલાં લોકો એક વર્ષથી જૂના ખાસડા ભેગા કરી રાખતાં હતાં અને હોળીનાં બીજા દિવસે એટલે કે ધુળેટીનાં દિવસે ભેગા મળીને ખાસડા યુધ્ધ ખેલતાં હતાં. ખાસડા યુધ્ધ દરમિયાન કોઈને ખાસડું વાગે તો તેને શુકન માનવામાં આવે છે. ખાસડું વાગવાથી લોહી નીકળે તો દવાનાં બદલે કેસર લગાવવામાં આવે છે.
દરેક જ્ઞાતિનાં લોકો ભેગા મળીને ખાસડા યુદ્ધ ખેલે છે. આજદિન સુધી કોઈ તોફાન કે ઝઘડો થયો નથી. જે વિસનગરની એક વિશેષતા છે. ખાસડા યુદ્ધમાં વિજય મળવાથી જે તે જૂથનું વર્ષ સારૂ જવાની તેમજ વિસનગર શહેરની સમૃધ્ધિ વધે તેવી માન્યતા છે.
વિસનગરમાં રંગોની સાથે સાથે દરેક જ્ઞાતિનાં યુવાનો ખાસડા યુદ્ધ ખેલી ધુળેટીનાં તહેવારની અનોખી રીતે ઉજવણી કરે છે. તેથી વિસનગરની ધુળેટી રંગોની માફક કોમી-એકતાની ધુળેટી તરીકે પ્રખ્યાત બની છે.

બજેટ સત્ર પહેલા વિધાનસભામાં અમદાવાદી માતાની પછેડી, વારલી અને મડ મિરર વર્કનું પ્રદર્શન

બજરંગદાસ બાપાની જાતિ વિનાની ભક્તિ અને આજના બગદાણાની હકીકત વચ્ચેનો ટકરાવ

જોરાવરસિંહ જાદવના નિધનથી ગુજરાતના સાહિત્ય અને લોકકલા જગતમાં શોકની લાગણી