અમદાવાદમાં તંદુર કાંડ, યુવતીની હત્યામાં ચોંકાવનારો ખુલાસો
એરપોર્ટ પર ફૂડ કોર્ટમાં કામ કરતી યુવતી એક યુવક સાથે હોટલ તંદુરમાં આવી હતી

એરપોર્ટ પર ફૂડ કોર્ટમાં કામ કરતી યુવતી એક યુવક સાથે હોટલ તંદુરમાં આવી હતી

એરપોર્ટ પર ફૂડ કોર્ટમાં કામ કરતી યુવતી એક યુવક સાથે હોટલ તંદુરમાં આવી હતી
અમદાવાદમાં એરપોર્ટ વિસ્તારમાં વધુ એક ચોંકાવનારો બનાવ બન્યો છે. એરપોર્ટ વિસ્તારમાં આવેલી હોટલ તંદુર પેલેસમાંથી મહિલાની લાશ મળતા સનસનાટી મચી ગઇ છે. મૃતક મહિલાનું નામ નસરીનબાનુ હોવાનો ખુલાસો થયો છે. નસરીન ચિંતન નામના યુવક સાથે હોટલમાં આવી હોવાની માહિતી બહાર આવી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ચિંતન વાઘેલા નામના આ યુવક સાથે નસરીનને પ્રેમ સંબંધ હતો અને 1 વર્ષથી તે નસરીનના ઘેર આવતો જતો રહેતો હતો.
શહેરના એરપોર્ટ વિસ્તારમાં આવેલી હોટલ તંદુરમાં નસરીન નામની યુવતીની ગળે ફાંસો આપીને હત્યા કરાઇ હોવાનો બનાવ બનતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. નસરીન શહેરના રામોલ વિસ્તારમાં રહેતી હોવાનું બહાર આવ્યું છે. તે ચિંતન નામના શખ્સ જોડે હોટલ તંદુરમાં આવી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે નસરીન એરપોર્ટ પર એક ફૂડ કોર્ટમાં નોકરી કરતી હતી. અને ઉત્તર પ્રદેશના સંત કબીરનગરમાં રહેતી હતી. ઘટનાની જાણ થતાં એરપોર્ટ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરુ કરી છે.
બીજી તરફ આ મામલે તંદુર હોટલના મેનેજરનું નિવેદન પણ આવ્યું છે. મેનેજરના જણાવ્યા મુજબ ચિંતન અને નસરીન હોટલમાં આવીને રુમ નંબર 108માં રોકાયા હતા. તેની સાથે જે યુવક હતો તે ચિંતન નામનો યુવક જમવાનું કહીને હોટલની બહાર ગયો હતો. જો કે કલાકો સુધી તે પાછો આવ્યો ન હતો જેથી હોટલના સ્ટાફે રુમમાં તપાસ કરી તો યુવતી મૃત હાલતમાં જોવા મળી હતી. નવાઇની વાત એ છે કે રુમનો દરવાજો ખુલ્લો હતો. ક્યા સંજોગોમાં યુવતીની હત્યા થઇ છે અને તેની સાથે રહેલો યુવક કોણ હતો જે રુમમાંથી ગાયબ થઇ ગયો હતો તે સહિતના મુદ્દા પર પોલીસે તપાસ શરુ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.