અમદાવાદના બિલ્ડરની હત્યા માટે કોણે આપી હતી સોપારી?
બિલ્ડર હિંમત રૂડાણીની હત્યાનો ભેદ ઉકેલી પોલીસે ત્રણ શખ્સોને રાજસ્થાનમાંથી ઝડપ્યા
તિક્ષ્ણ હથિયારથી હત્યા કરી બિલ્ડરનો મૃતદેહ વિરાટનગર બ્રિજ નીચે કારમાં મૂકી દીધો
તિક્ષ્ણ હથિયારથી હત્યા કરી બિલ્ડરનો મૃતદેહ વિરાટનગર બ્રિજ નીચે કારમાં મૂકી દીધો
અમદાવાદના બિલ્ડર હિંમત રૂડાણીની હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. જેમાં બિલ્ડરની હત્યા કરવા માટે સોપારી આપી હોવાનો સનસનીખેજ ખુલાસો થયો છે. બિલ્ડર હિંમત રૂડાણીની હત્યા કરવા માટે બિલ્ડર મનસુખ લખાણી ઉર્ફે જેકીએ સોપારી આપી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. બિલ્ડરની હત્યા મામલે ઓઢવ પોલીસે ઝડપી પાડેલા ત્રણ શખ્સોની પૂછપરછ દરમિયાન ખુલાસો થયો છે.
બિલ્ડરની હત્યા કરવા બિલ્ડરે આપી હતી સોપારી
ઓઢવ પોલીસે બિલ્ડરની હત્યાનો ભેદ ઉકેલી નાંખ્યો છે. બિલ્ડર મનસુખ લાખાણી ઉર્ફે જેકીએ બિલ્ડર હિંમત રૂડાણીની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. હાલમાં બિલ્ડર મનસુખ લખાણી ઉર્ફે જેકીની પૂછપરછ શરૂ કરી છે. ઓઢવ પોલીસે ઝડપેલાં ત્રણ શખ્સોને બિલ્ડર મનસુખ લાખાણી ઉર્ફે જેકીએ હિંમત રૂડાણીની હત્યા કરવા માટે સોપારી આપી હતી. વર્ષ-2024 માં હિંમત રૂડાણીના પુત્રએ આરોપી મનસુખ લખાણીના પુત્ર સામે રૂપિયા દોઢ કરોડ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.
પૈસાની લેતીદેતીમાં હત્યા થઈ હોવાની અથવા હત્યાની સોપારી આપી હોવાની ઓઢવ પોલીસને આશંકા હતી. તેથી તે દિશામાં તપાસ કરતાં ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાઈ ગયો હતો. પોલીસે બિલ્ડરની હત્યા કરનાર ત્રણેય શખ્સોને રાજસ્થાનના સિરોહીમાંથી ઝડપી લીધા છે.
અમદાવાદના હીરાવાડી ચાર રસ્તા પાસે રહેતો હિંમાશુ ઉર્ફે રાહુલ રાઠોડ, રાજસ્થાનના સિરોહીના જાવલ ગામનો પપ્પુ હિરાજી મેઘવાલ અને એક સગીર આરોપીની પોલીસે ધરપકડ કરી છે. ઝોન-5માં આવતાં રામોલ, ઓઢવ અને નિકોલ પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ ઝોન-5 એલસીબી સ્કવોડના 50 પોલીસ કર્મી અને અધિકારીઓએ રાત દરમિયાન ઓપરેશન પાર પાડીને બનાસકાંઠા એલસીબી અને અમીરગઢ પોલીસની મદદથી આરોપીઓને ઝડપી લીધા હતા.
કોણ છે મૃતક બિલ્ડર?
મૃતક બિલ્ડર હિંમત રૂડાણી લેઉવા પાટીદાર સમાજના અગ્રણી છે. તેઓ કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરે છે. નરોડા અને નિકોલ વિસ્તારમાં તેમની કન્સ્ટ્રકશન સાઈટો ચાલે છે. ઠક્કરબાપાનગર બ્રિજ પાસે તેમણે પાટીદાર સમાજના બાળકો રહીને ભણી શકે તેના માટે હોસ્ટેલ બનાવી છે. સમાજના અગ્રણીની હત્યાના કારણે લેઉવા પાટીદાર સમાજમાં ભારે રોષ ફેલાયો છે.
શું હતો સમગ્ર મામલો?
પિતા હિંમતભાઈ અને પુત્ર ધવલ બપોરના સમયે એકબીજાને ફોનથી જાણ કરી સાઈટ ઓફિસે સાથે જમતા હતા. તેથી ત્રણેક વાગ્યાના સમયે તેમના પુત્ર ધવલ પટેલે હિંમતભાઈને ફોન કરતા મોબાઇલ સ્વીચ ઓફ આવ્યો હતો. સાંજે પાંચ વાગ્યે પણ ફોન સ્વીચઓફ આવ્યો હતો. લાંબા સમય સુધી ફોન સ્વીચ ઓફ રાખતા નહી હોવાથી ઘરે ફોન કરી પૂછ્યું હતું. હિંમતભાઈ ઘરે પણ હાજર નહોતા.
સાંજના સાડા સાત વાગ્યા સુધી ફોન કરતા ફોન સ્વીચ ઓફ આવતો હોવાથી સગા-સંબંધીઓને પૂછપરછ કરી હતી. મોડી સાંજ સુધી તેમની કોઈ ભાળ મળી નહોંતી. રાત્રે 9 વાગે વિરાટનગર ચાર રસ્તાથી સોનીની ચાલી તરફ જતા હતા ત્યારે સફેદ કલરની મર્સિડીઝ કાર વિરાટનગર ઓવરબ્રીજ નીચે પાર્કિગમાં પાર્ક કરેલી હોવાથી ગાડીમાં તપાસ કરતા ગાડીમાં કોઇ દેખાયું નહોતું અને ગાડી લોક કરેલી હાલતમાં હતી.
કારમાં તપાસ કરતાં લોહીના ડાઘવાળો રૂમાલ જોવા મળ્યો હતો. તેથી તેઓ ગભરાઈ ગયા હતા અને ગાડીની ચાવી ઘરેથી મંગાવી હતી. ગાડી ખોલતાં રૂમાલ મોબાઈલ ફોન મળી આવ્યો હતો. ગાડીની ડેકી ખોલતાં તેમાંથી હિંમતભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ જાણ કરતાં ઓઢવ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

લખીમપુર ખીરીની સ્કૂલમાં શિક્ષિકાને મળવા આવ્યો એક યુવક... થોડી જ વારમાં માળ ઉપર ગોળીબારથી મચી ગઈ દોડધામ!

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?