વડોદરામાં AI જનરેટેડ પોસ્ટથી હિંસાનો ભડકો
AIથી બનેલી વિવાદિત તસવીર બાદ વડોદરામાં ભડકી હિંસા, ઉશ્કેરાયેલા ટોળાએ પથ્થરમારો કર્યો
AI જનરેટેડ પોસ્ટથી હિંસાનો ભડકો
AI જનરેટેડ પોસ્ટથી હિંસાનો ભડકો
વડોદરાનું વાતાવરણ ફરી એકવાર ડહોળવાનો પ્રયાસ થયો છે. શહેરના સંવેદનશીલ ગણાતા જૂનીગઢી વિસ્તારમાં એક સોશિયલ મીડિયા પોસ્ટના કારણે હિંસા ભડકી ઉઠી. એક હિન્દુ યુવકે AI દ્વારા તૈયાર કરાયેલી મુસ્લિમોના પવિત્ર ધાર્મિક સ્થળની વિવાદિત તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા મામલો ગરમાયો હતો. આ પોસ્ટથી લઘુમતી સમાજની લાગણી દુભાતા, મોટી સંખ્યામાં લોકોએ વિરોધ પ્રદર્શિત કર્યો હતો, જેણે હિંસક સ્વરૂપ ધારણ કર્યું.
હિંસા અને પથ્થરમારો
ઉશ્કેરાયેલા ટોળાએ જૂનીગઢી વિસ્તારમાં નવરાત્રી પંડાલને નિશાન બનાવી પથ્થરમારો કર્યો. ઘટનાસ્થળે ઈંટોના ટુકડા અને પગરખાં વેરવિખેર પડ્યા હતા, જે નાસભાગની સ્થિતિ દર્શાવે છે. પથ્થરમારામાં કેટલાક વાહનો અને લારી-ગલ્લાને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું. લોકો પોતાના જીવ બચાવવા માટે પગરખાં છોડીને ભાગ્યા હતા. આ ઘટનાએ શહેરમાં તંગદિલીનો માહોલ સર્જ્યો હતો.
પોલીસ સ્ટેશન પર ટોળાનો ઘસારો
ઘટના બાદ મોટી સંખ્યામાં લઘુમતી સમાજના લોકો ફરિયાદ નોંધાવવા માટે વડોદરા સિટી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ગુસ્સામાં આવેલા ટોળાએ પોલીસ સ્ટેશન બહાર રસ્તો બ્લોક કરી દીધો, જેના કારણે ટ્રાફિક જામ થઈ ગયો. મામલાની ગંભીરતા જોતા તાત્કાલિક પોલીસ કાફલો અને એડિશનલ પોલીસ કમિશનર ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ધર્મગુરુઓની મદદ લીધી અને માઈક પર જાહેરાત કરીને લોકોને શાંત પાડવાનો પ્રયાસ કર્યો. ફરિયાદ નોંધવાની બાંહેધરી આપ્યા બાદ જ ટોળું શાંત થયું અને રસ્તો ફરીથી ખુલ્લો થયો. પોલીસે હાલ પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવી લીધું છે, પરંતુ શહેરમાં તંગદિલીનો માહોલ હજુ પણ યથાવત્ છે. પોલીસે વિવાદિત પોસ્ટ કરનાર યુવક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

લખીમપુર ખીરીની સ્કૂલમાં શિક્ષિકાને મળવા આવ્યો એક યુવક... થોડી જ વારમાં માળ ઉપર ગોળીબારથી મચી ગઈ દોડધામ!

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?