Vadodara માં સગીરા પર લવ જેહાદ અને દુષ્કર્મ, રિક્ષાચાલક સહિત ત્રણની ધરપકડ...
વડોદરામાં લવ જેહાદનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક 17 વર્ષીય સગીરાને રિક્ષાચાલક સોહેલ પઠાણે પ્રેમજાળમાં ફસાવી...

વડોદરામાં હેવાનિયતની હદ...

વડોદરામાં હેવાનિયતની હદ...
વડોદરા (Vadodara)માં એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે, જેમાં 17 વર્ષીય સગીરાને નિશાન બનાવી રિક્ષાચાલક સોહેલ પઠાણે પ્રેમજાળમાં ફસાવી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનામાં ધર્મ પરિવર્તન માટે મારઝૂડ અને અત્યાચાર ગુજારવામાં આવ્યો હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી સોહેલ પઠાણ સગીરાને મફતમાં પોતાની રિક્ષામાં બેસાડીને પરિચય કેળવતો હતો. ધીમે ધીમે તેણે સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવી અને ત્યારબાદ તેના પર અનેક વખત દુષ્કર્મ આચર્યું. આટલું જ નહીં, સોહેલે સગીરા પર ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કર્યું હતું અને આ માટે તેને નિર્દયતાથી મારઝૂડ કરી હતી. તેના શરીર પર સિગારેટના ડામ આપ્યા હોવાના પણ ચોંકાવનારા ખુલાસા થયા છે.
વધુમાં, સોહેલ સગીરાને નશો કરાવતો હતો જેથી તે પ્રતિકાર ન કરી શકે. જો સગીરા તેની વાત ન માને તો તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો હતો. આ ધમકીઓને કારણે સગીરા ભયભીત હતી અને લાંબા સમય સુધી આ અત્યાચાર વિશે કોઈને કહી શકી ન હતી.
પોલીસ કાર્યવાહી...
આખરે, હિંમત કરીને સગીરાએ સમગ્ર ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે વડોદરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. મુખ્ય આરોપી સોહેલ પઠાણ ઉપરાંત તેના બે સાગરિતો મોહમ્મદ ફઈમ અને ઝુનૈદ મલિકની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે અને વધુ વિગતો મેળવવાના પ્રયાસો ચાલુ છે.
આ ઘટના સમાજમાં સગીરાઓની સુરક્ષા, લવ જેહાદ અને ધર્મ પરિવર્તન જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. આવા ગુનાઓ સામે કડક કાર્યવાહી કરીને દાખલો બેસાડવો જરૂરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.