VADODARA: પાડો ફોટો...મહેફિલ માણતા શખ્સોનો સંદેશ..હસતા રહેવું
નવાપુરા પોલીસે દારુની મહેફિલ માણતા 9 શખ્સોને ઝડપી પાડ્યા

નવાપુરા પોલીસે દારુની મહેફિલ માણતા 9 શખ્સોને ઝડપી પાડ્યા

નવાપુરા પોલીસે દારુની મહેફિલ માણતા 9 શખ્સોને ઝડપી પાડ્યા
વડોદરા શહેરમાં નવાપુરા વિસ્તારમાં કેટલાક લોકો દારુની મહેફિલ માણતા હોવાનો મેસેજ મળતા નવાપુરા પોલીસ ત્રાટકી હતી. પોલીસના દરોડામાં દારુની મહેફિલ માણતા 9 શખ્સ ઝડપાયા હતા.
ગુજરાતમાં ભલે દારુબંધી હોય પણ વડોદરા શહેર અને ગુજરાતના પ્રત્યેક શહેર અને નગરમાં છુટથી દારુ મળે છે તે વાત જગજાહેર છે. પોલીસ દાદાના પ્રતાપે જ દારુ મળી રહેતો હોય છે. શહેરના નવાપુરા પોલીસ સ્ટેશનને કન્ટ્રોલ રુમે મેસેજ આપ્યો હતો કે નવાપુરામાં આવેલી શીંદે કોલોનીના એક મકાનમાં કેટલાક લોકો દારુની મહેફિલ માણી રહ્યા છે.
કન્ટ્રોલ રુમનો મેસેજ આવેએટલે નવાપુરા પોલીસને દોડવું જ પડે તે સ્વાભાવિક છે. નવાપુરા પોલીસ શીંદે કોલોનીના બાતમી મુજબના મકાનમાં પહોંચી તો દારુની મહેફિલ માણી રહેલા 9 શખ્સ ઝડપાયા હતા.
પોલીસે સ્થળ પરથી હિતેશ જગદીશ ખારવા, હિમલેશ હસમુખ ખારવા, અમિલ રમેશ ખારવા, હિરેન કનુભાઇ ખારવા, દિપેશ દિનેશ ખારવા દિનકર અરવિંદ ખારવા, પરેશ તુલસીદાસ ખારવા, મુકેશ બાલકિશન શર્મા અને આશિષ મહેશ ખારવાને ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ પરથી દારુન ખાલી 2 બોટલ, પ્લાસ્ટીકના 9 ગ્લાસ, પાણીની બોટલ, નમકીનના પેકેટ , બિસલેરી સોડા તથા 2 મોબાઇલ કબજે કર્યા હતા. પોલીસે જે 9 શખ્સોને પકડ્યા અને તેની માહિતી મીડિયાને આપવા જ્યારે ફોટા પાડ્યા ત્યારે તમામ આરોપી હસતા ફોટામાં જોવા મળ્યા હતા.
આ પણ વાંચો--- Vadodara માં દારૂબંધીના ધજાગરા, SMC એ ઝડપ્યું વિદેશી દારૂનું ગોડાઉન, પોલીસની ઊંઘ ઉડી!
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.