VADODARA : સપ્તાહમાં 4 દુષ્કર્મની ફરિયાદ, સંસ્કારી નગરીમાં કલંકરુપ ઘટનાઓ
વડોદરા પોલીસે ગુનેગારોમાં ધાક બેસાડવી જરુરી

વડોદરા પોલીસે ગુનેગારોમાં ધાક બેસાડવી જરુરી

વડોદરા પોલીસે ગુનેગારોમાં ધાક બેસાડવી જરુરી
વડોદરામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કથળી રહી છે. સંસ્કારી નગરી કહેવાતા વડોદરામાં હવે મહિલાઓ જ સુરક્ષીત નથી અને એક જ સપ્તાહમાં દુષ્કર્મની ચાર ફરિયાદો નોંધાઇ છે. મહિલાઓ પર થઇ રહેલા અત્યાચારો અંગે પોલીસ મૂક પ્રેક્ષક બની રહી છે. અને પોલીસ ફરિયાદ લેવામાં પણ અખાડા કરી રહી છે પરિણામે પીડિતોને ગૃહ મંત્રી સમક્ષ રજૂઆતો કરવી પડે છે અને ગૃહ મંત્રીની સૂચના બાદ પોલીસને બળજબરી ફરિયાદ નોંધવી પડે છે તેવો ઘાટ છે.
સંસ્કારી નગરીમાં મહિલાઓ હવે સુરક્ષિત ના હોય તેવું જોવા મળી રહ્યું છે. માત્ર એકજ અઠવાડિયામાં દુષ્કર્મની ચાર ફરિયાદ નોંધાઇ છે પણ તમામ કિસ્સામાં ફરિયાદ લેવામાં પોલીસના અખાડા જોવા મળ્યા છે. પોતાની હદમાં ક્રાઇમ રેટ ઓછો દેખાડવા પોલીસની ફરિયાદ લેવામાં આનાકાની હોવાનું જોવા મળી રહ્યું છે. નંદેસરીમાં રાજકીય અગ્રણીના પુત્ર બળાત્કારની ફરિયાદ નોંધાઇ છે તો સયાજીગંજની હોટલમાં મુંબઈના યુવકે લગ્નની લાલચે યુવતી પર દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નોંધાઇ છે. આ સાથે બાપોદ પોલીસ સ્ટેશનની હદમાં વિધર્મી ધ્વારા હિન્દુ યુવતી સાથે દુષ્કર્મ આચરાયું હોવાની ફરિયાદ નોંધાઇ હતી તો સમા પોલીસ મથકે રાજકીય વગ ધરાવતા વ્યક્તિ સામે મહિલાએ ફરિયાદ નોંધાવી છે.
પોલીસ મહિલાઓ માટે શી ટીમ હેલ્પલાઇન શરુ કરે છે પણ હજું પણ મહિલાઓ પરના અત્યાચારો ઓછા થયા નથી. ઘણા કિસ્સામાં તો પોલીસની લાપરવાહી પણ જોવા મળે છે. મહિલાઓ પરના અત્યાચારમાં પોલીસ જો ત્વરીત એક્શન લે તો ગુનેગારોમાં પોલીસની ધાક બેસી જાય છે પણ જો પોલીસ નિષ્ક્રીય રહે તો ગુનેગારો પોલીસના માથા પર બેસી જાય છે તે ચોક્કસ વાત છે. વડોદરા પોલીસે હવે ગુનેગારોમાં ધાક બેસાડવી જરુરી છે
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.