વડોદરાનો હેડ કોન્સ્ટેબલ ભેદી સંજોગોમાં ગૂમ, ચિઠ્ઠીમાં લખ્યું..મારા દાદા પાસે જાઉં છું
મારા પરિવાર કે અન્ય કોઇનો મારા શરીર પર હક નથી ખાલી મારા દાદાનો છે

મારા પરિવાર કે અન્ય કોઇનો મારા શરીર પર હક નથી ખાલી મારા દાદાનો છે

મારા પરિવાર કે અન્ય કોઇનો મારા શરીર પર હક નથી ખાલી મારા દાદાનો છે
વડોદરા શહેરના બાપોદ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સોમવારે મોડી રાત્રે બે પાનાની અંતિમ ચીઠ્ઠી મિત્રને વોટ્સઅપ કર્યા બાદ ભેદી સંજોગોમાં ગુમ થઇ જતાં રહસ્ય સર્જાયું છે. બનાવને પગલે પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી જવા પામી છે. આ મામલે પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે ગુમ થયાની ફરીયાદ નોંધાવી છે. પોલીસે હેડ કોન્સ્ટેબલની શોધખોળ હાથ ધરી છે.
વડોદરાના પાણીગેટ પોલીસ લાઇનમાં રહેતા અને મુળ બનાસકાંઠાના વતની અલ્પેશભાઇ ખોડાજી આશરે પાંચ વર્ષથી વડોદરાના બાપોદ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા હતા. અલ્પેશભાઇ પોતાના પરિવાર સાથે પોલીસ લાઇનમાં રહેતા હતા. જોકે થોડા સમય પહેલાજ તેમના પત્ની પોતાના ઘરે ગયા હોવાથી, તેઓ એકલા રહેતા હતા. સોમવારે અલ્પેશભાઇ પોતાની ફરજ પતાવી રાત્રી આશરે સાડા દસ વાગ્યાની આસપાસ પોતાના ઘરે આવ્યાં હતા. જોકે ઘરે આવ્યાં બાદ તેમણે મોડી રાત્રે પોતાના એક મિત્ર પ્રવિણભાઇને વોટ્સએપ પર બે પાનાની અંતિમ ચિઠ્ઠી મોકલી હતી. રાતના આશરે પોણા ત્રણ વાગ્યાની આસપાસ આ અંગે પ્રવિણભાઇએ પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા રાજેશ રાજપુતને આ અંગેની જાણ કરી હતી. પોતાના ભાઇની અંતિમ ચિઠ્ઠી અંગેની વાત જાણી રાજેશભાઇએ તાત્કાલીક આ મામલે પાણીગેટ પોલીસ સ્ટેશનને જાણ કરી ફરીયાદ નોંધાવી હતી. હેડ કોન્સ્ટેબલ અલ્પેશભાઇ ભેદી સંજોગામાં અંતિમ ચિઠ્ઠી લખી ગુમ થતા પોલીસ બેડામાં પણ ખળભળાટ મચી ગયો છે.
હેટકોન્સ્ટેબલે ચિઠ્ઠીમાં લખ્યું છે કે પ્રવિણ મારા ભાઇ આ મેસેજ તને કરૂ છું કારણ કે, તું આ બાબતે મારા પરિવારને જાણ કરીશ ત્યારે કોઇ ઉતાવળ નઇ કરે અને તેમને સમજાવી શકીશ તેવી આશા છે. હું જ્યારે મારા ભાઇ ભમરના ઘરે આવ્યો અને દાદાને મળ્યો ત્યારે તેમણે મને ઇશારો કરેલ કે હવે તારે મારી પાસે આવવું પડશે પણ મેં ના પાડેલ અને તેમની પાસે થોડો સમય માંગેલ તો તેમણે મને કિધેલ કે, માદળીયું તું મને પાછું આપી દે એટલે હું તને થોડો સમય આપી દઇશ એટલે મેં તેમને માદળીયું આપી દિધેલ જે મને એમણે જ આપ્યું હતું તે માદળીયાથી જ મારૂ અસ્તીત્વ છે એ મારા દાદાને ખબર છે એટલે જ તેમણે તે પાછું માંગી લીધું હવે મારા દાદા મને એમની પાસે બોલાવે છે અને જો હું નઇ જવ તો તે મને તેમની પાસે આવવા મજબુર કરશે અને હું જેમને પ્રેમ કરૂ છું કે જેમના કારણે અહીં રહેવા માંગુ છું તેમનાથી મને દૂર કરશે અને તે મને તેમનાથી દૂર કરવા માટે તેમનો જીવ પણ લઇ શકે છે જેથી હું જાતે જ મારા દાદા પાસે જવ છું જે બાબતની જાણ કરવા આ તને મોકલું છું. હું દુનીયા છોડીને મારા દાદા પાસે જવ છું તેનુ કારણ કોઇ નથી હું ખાલી મારા દાદાના હુકમનું પાલન કરૂ છું. મારા ગયા પછી મને શોધવાની કોશીશ ના કરતા કારણ કે, મારૂ શરીર તમને કોઇને મળવાનું નથી તે જેનું છે તેની પાસે જ જશે અને મારા પરિવાર કે અન્ય કોઇનો મારા શરીર પર હક નથી ખાલી મારા દાદાનો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.