થરાદમાં ગુમ થયેલા ઇન્ચાર્જ આચાર્યનો મૃતદેહ મળતા ખળભળાટ
વોટ્સએપમાં નિર્દોષ હોવાનું સ્ટેટસ મુકીને ઇન્ચાર્જ આચાર્ય ગુમ થયા હતા.

વોટ્સએપમાં નિર્દોષ હોવાનું સ્ટેટસ મુકીને ઇન્ચાર્જ આચાર્ય ગુમ થયા હતા.

વોટ્સએપમાં નિર્દોષ હોવાનું સ્ટેટસ મુકીને ઇન્ચાર્જ આચાર્ય ગુમ થયા હતા.
થરાદના પથામડા ગામની સરકારી માધ્મિક શાળાના ઇન્ચાર્જ આચાર્યનો મૃતદેહ મળતા ખળભળાટ મચી ગયો છે. ઇન્ચાર્જ આચાર્યનો થરાદ નજી આવેલા ચુડમેર પુલ પાસેથી મૃતદેહ મળી આવ્યો હતો. ઇન્ચાર્જ આચાર્ય ભરત પરમારે પોતાના વોટ્સએપ સ્ટેટસમાં પોતે નિર્દોષ હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનિય છે કે પરિક્ષામાં ડમી વિદ્યાર્થી ઝડપાયા બાદ તે કેસમાં ભરત પરમારનું પણ નામ ખુલ્યું હતું.
આ મામલે ભરત પરમારના પિતાએ છ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં માઘ્યમિક જિલ્લા શિક્ષણ અધિકારી હિતેશ પટેલ, પઠામડા માધ્યમિક શાળાના આચાર્ય અંકિતાબેન મહેતા સહિત છ વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ છે. ભરત પરમાર મોત મામલે પિતાનો આક્ષેપ ભરત પરમાર અનુસૂચિત જાતિમાંથી આવતો હોવાથી કરવામાં આવતો હતો .શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા હેરાન પરેશાન કરવામાં આવતા હોવાની ફરિયાદ તેમણે કરી છે. થોડા દિવસ પહેલા થરાદ માં ધોરણ 12 ની પરિક્ષા દરમિયાન ડમી વિદ્યાર્થી ઝડપાયો હતો તેમાં ભરત પરમાર ને ગુનો કબૂલ કરવા જબાણ કરાતું હોવાનો પતિએ આરોપ લગાવ્યો હતો. ભરત પરમારે શિક્ષણ વિભાગના અધિકારોના દબાણ ના કારણે આત્મ હત્યા કરી હોવાનું કરાયો ફરિયાદમા ઉલ્લેખ કરાયો છે. થરાદ પોલીસે છ વિરુદ્ધ ગુનો વધુ તપાસ હાથ ધરી છેથરાદ નજીક આવેલાં ચૂડમેર પુલ પાસેથી પથામડા ગામની સરકારી માધ્મિક શાળાના ઇન્ચાર્જ આચાર્ય ભરત પરમારનો મૃતદેહ મળતા ચકચાર મચી ગઇ છે. કેનાસમાં એક મૃતદેહ તરતો જોવા મળતાં સ્થાનિકોએ નગરપાલિકાની ફાયરની ટીમને જાણ કરી હતી જેથી તરવૈયાઓ સ્થળ પર પહોંચ્યા હતા અને લાશને બહાર કાઢી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. તરવૈયાઓએ લાશને બહાર કાઢતા લાશ ઇન્ચાર્જ આચાર્ય ભરત પરમારનો હોવાનું બહાર આવ્યું છે.
ઉલ્લેખનિય છે કે અગાઉ ધોરણ 12ની પરીક્ષા દરમિયાન 2 ડમી વિદ્યાર્થી ઝડપાયા હતા અને આ મામલે પથામડા ગામની હાઇસ્કૂલનાં ઇન્ચાર્જ આચાર્ય ભરત પરમાર નામ ખુલ્લું હતું. ત્યારબાદ ધૂળેટીના દિવસે ગઈકાલે ઇન્ચાર્જ આચાર્ય ભરત પરમાર ગુમ થયો હતો. તેણે ગુમ થતા પહેલા વોટ્સએપ સ્ટેટ્સ માં લખ્યું હતું કે હું નિર્દોષ છું. પોતે નિર્દોષ દોવાનું વોટસએપ સ્ટેટસ રાખીને રહસ્યમય રીતે ગુમ થયેલા ભરત પરમારનો મૃતદેહ મળતાં અનેક તર્કવિતર્ક થઇ રહ્યા છે. મૃતક ભરત પરમારના મૃતદેહને પીએમ અર્થે થરાદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે હવે સમગ્ર મામલાની તપાસ શરુ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.