પોલીસ સ્ટેશનમાં મહિલા ASI સાથે અણછાજતી ઘટના – PSIને બચાવવા તંત્રનો ખેલ!
શહેરના પોશ વિસ્તારમાં આવેલા એક પોલીસ સ્ટેશનમાં હોળીનો ઉત્સવ યોજાયો હતો

ઘટનાને દબાવવા પાંચ જ દિવસમાં બદલીનો ઓર્ડર કરી દેવામાં આવ્યો

ઘટનાને દબાવવા પાંચ જ દિવસમાં બદલીનો ઓર્ડર કરી દેવામાં આવ્યો
ગુજરાતમાં અડધી રાત્રે મહિલાઓ સુરક્ષિત ફરી શકે છે એવા રાજનેતાઓ દ્વારા બણગા ફુંકવામાં આવે છે પરંતુ, હકીકત કંઇ અલગ છે અને તેમાં પણ પોલીસની આબરુ ન જાય તે માટે આ ઘટનાને પોલીસ અધિકારીઓએ સીફ્તપૂર્વક દબાવવા અથાગ પ્રયાસો કર્યા છે.
શહેરના પોશ વિસ્તારમાં આવેલા એક પોલીસ સ્ટેશનમાં હોળીનો ઉત્સવ યોજાયો હતો. આ ઉત્સવમાં PSIએ આવી મહિલા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરને ધૂળેટી રમાડતા-રમાડતા શરીરે અડપલા કરી દીધા હતા. જોકે, આ મામલામાં પોલીસની આબરુ ન જાય તે માટે આ ઘટનાને દબાવી દેવામાં આવી હતી અને ખાનગી રીતે સિંગલ ઓર્ડરમાં PSIની બદલી કરી મામલો થાળે પાડી દેવાની રમત રમાઇ હોવાની ચર્ચા છે. જોકે, આ કિસ્સો પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે કે, લોકોને ન્યાય અપાવનાર પોલીસ જ પોલીસ સ્ટેશનમાં ભોગ બને છે અને તેને ન્યાયની જગ્યાએ સાંત્વના મળે છે.
શહેરના પોશ વિસ્તાર અને રોડ પર આવેલા એક પોલીસ સ્ટેશનમાં ધૂળેટી રમવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ જ પોલીસ સ્ટેશનની એક ચોકી પરથી એક PSI આવ્યા હતા. આ PSI તેમના ચોકીના પોલીસકર્મી સાથે આવ્યા અને આ મહિલા ASIના પોસ્ટીંગવાળી ઓફિસમાં ગયા હતા. ઓફિસમાં પહોંચી PSI તેમના હાથમાં કલર લઇ મહિલા ASIને રંગવા લાગ્યા હતા. તેની સાથે અન્ય મહિલા પોલીસકર્મી પણ હતી તેને PSIએ વધુ રંગ્યા ન હતા પરંતુ, આ મહિલા ASIને કલર વધુ લગાવ્યો હતો અને આ દરમિયાનમાં તેની સાથે શારીરીક અડપલા કર્યા હતા.
શારિરીક અડપલાં થતાં મહિલા ASIને પહેલા તો PSIના બદઇરાદનો ખ્યાલ આવ્યો ન હતો પરંતુ, બાદમાં મહિલા ASIને ખ્યાલ આવતા તેમણે આ અંગે ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરી હતી. સ્થાનિક PIને વાતની ગંભીરતા સમજાઇ ગઇ હતી. આખરે સ્થાનિક અધિકારીઓએ કમાન સંભાળી અને આ ઘટનાની જાણ ઉચ્ચ અધિકારીઓને કરી હતી. આ ઘટના ગંભીર હોવાથી મામલો દબાવી દેવા માટે પ્રયાસો શરુ થયા હતા. આખરે આ મહિલા ASIએ કરેલા આક્ષેપો સાચા છે કે, ખોટા તે તપાસવા માટે ACP અને PIએ આ મહિલા અધિકારીના ચેમ્બરમાં લગાવેલા CCTV ફુટેજની ચકાસણી શરુ કરી હતી.
ત્રણ-ચાર દિવસ CCTVની વારંવાર ચકાસણી કર્યા બાદ આખરે PSIએ અડપલા કર્યા હોવાનું સ્પષ્ટ થયું હતું. તેથી, પોલીસ અધિકારીઓએ આ અંગે ગુનો દાખલ થાય તો પોલીસની આબરુ જાય અને પોલીસ સ્ટેશનમાં જ આવી ઘટના બની હોવાનું બહાર આવે તો સરકાર સુધી નોંધ લેવાય તે નક્કી હતું. જેથી આ અંગે ACPએ PSI, ભોગબનનાર મહિલા, અન્ય સ્ટાફના કર્મચારીઓ સહિતના અનેકના જવાબો લીધા હતા તેની સાથે CCTV ફુટેજની ચકાસણીનો રિપોર્ટ પણ મુક્યો હતો. આ અંગે યોગ્ય તપાસ કરી પોલીસ કમિશનરને ગુપ્ત રીપોર્ટ કર્યો હતો.
ત્યારે ઘણાં સવાલ ઉભા થઈ રહ્યા છે.
જો પોલીસ સ્ટેશનમાં જ મહિલા પોલીસ અસુરક્ષિત હોય, તો સામાન્ય મહિલાઓનું શું?
આ ઘટનાઓ કાયદા પરની સામાન્ય નાગરિકોની વિશ્વસનીયતાને હચમચાવી રહી છે.
આ ઘટના માત્ર એક મહિલા ASI ની લડત નથી, પણ સમગ્ર સિસ્ટમ સામે એક સવાલ છે.
"કાયદાનું રક્ષણ કરનાર જ કાયદાને હાથમાં લેશે, તો ન્યાય ક્યાંથી મળશે?
આ ઘટના ગંભીર હોવાથી મામલો આગળ વધુ ન વધે તે માટે PSIનો પાંચ જ દિવસમાં બદલીનો ઓર્ડર કરી દેવામાં આવ્યો હતો અને તેમને બદલી કરી સાઇડ પોસ્ટીંગમાં મુકી દેવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, જો પોલીસકર્મી સાથે જ આવી ઘટના પોલીસ સ્ટેશનમાં બને અને તેને દબાવી દેવામાં આવે અને તો સામાન્ય મહિલાઓનું શું એવી ચર્ચા પોલીસ બેડામાં છેલ્લા કેટલાય સમયથી થવા લાગી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.