અજાણ્યા બાઈકચાલકોએ વેપારી પાસેથી 18 લાખ લૂંટ્યા
સરસપુરમાં લોખંડ વેપારીને રોકીને બાઈકચાલકોએ રકઝક બાદ 18 લાખની બેગ ઉઠાવી ભાગ્યા

સરસપુરમાં 18 લાખની લૂંટ

સરસપુરમાં 18 લાખની લૂંટ
અમદાવાદમાં લૂંટની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના સરસપુર વિસ્તારમાં લોખંડ વેપારી પાસેથી અજાણ્યા બાઈકચાલકોએ 18 લાખની રકમ લૂંટી લીધી હોવાનું સામે આવ્યું છે. પોલીસ સૂત્રો મુજબ, નારાયણદાસ બિના નામના વેપારી આંગડિયા પેઢીમાંથી પૈસા લઈને ઘરે જઈ રહ્યા હતા, ત્યારે આ ઘટના બની હતી.
માહિતી મુજબ, નારાયણદાસ બિના 12 નવેમ્બરે નવરંગપુરા સ્થિત ઈશ્વર સોમા આંગડિયા પેઢીમાંથી 21.36 લાખ રૂપિયા લઈને નીકળ્યા હતા. જેમાંથી 18 લાખ રૂપિયા તેમણે જ્યુપિટર સ્કૂટરની ડેકીમાં રાખ્યા હતા, જ્યારે 3.36 લાખ રૂપિયા બેગમાં રાખ્યા હતા. સાંજે સરસપુર વંદે માતરમ પાર્ટી પ્લોટ નજીક એક અજાણ્યા બાઈકચાલકે તેમની આગળ બાઇક લાવીને રોકી દીધા અને ઝગડો શરૂ કર્યો.
ઝગડા દરમિયાન આરોપીએ નારાયણદાસની સ્કૂટરની ચાવી કાઢીને રોડ પર ફેંકી દીધી. વેપારી ચાવી લેવા આગળ ગયા તે દરમિયાન અન્ય બે અજાણ્યા શખ્સોએ તેમની જ્યુપિટરની ડેકી ખોલી 18 લાખ ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયા.
બનાવ અંગે વેપારીએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ઘટના બાદ ઝોન-3 ડીસીપી અને એસીપી સહિતનો કાફલો સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. હાલ શહેરકોટડા પોલીસ સ્ટેશને અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.