મકરપુરા જીઆઇડીસીની કંપનીમાં આગ લાગતા બે કર્મચારી દાઝ્યા
ફાયર બ્રિગેડ દોડતી બે કલાકની જહેમત બાદ આગ કાબુમાં લીધી હતી.

ફાયર બ્રિગેડ દોડતી બે કલાકની જહેમત બાદ આગ કાબુમાં લીધી હતી.

ફાયર બ્રિગેડ દોડતી બે કલાકની જહેમત બાદ આગ કાબુમાં લીધી હતી.
વડોદરાના મકરપુરા વિસ્તારમાં આજે સવારે એક કંપનીમાં આગ લાગતા અફરાતફરી સર્જાઇ હતી. ફાયર બ્રિગેડ દોડતી બે કલાકની જહેમત બાદ આગ કાબુમાં લીધી હતી.
મકરપુરા જીઆઇડીસીમાં આવેલી શ્રી અંબિકા એન્જિનિયરિંગ નામની કંપનીમાં કોઈ કારણસર આગ લાગતા નાસભાગ મચી હતી. બનાવને કારણે કર્મચારીઓ બહાર નીકળી ગયા હતા. જે દરમિયાન પરેશ વસાવા અને સત્યેન્દ્ર શાહ નામના બે કર્મચારીઓ દાઝ્યા હોવાની માહિતી મળી છે.
બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. પરંતુ ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા બંને ઇજાગ્રસ્ત કર્મચારીઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડે દોઢથી બે કલાકની જહેમત બાદ આગ કાબુમાં લીધી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.