દેશદ્રોહી: કચ્છનો સરકારી કર્મચારી પાકિસ્તાન માટે જાસૂસી કરતો ઝડપાયો
દયાપર બીટમાં MPHW તરીકે કરાર આધારિત નોકરી કરતો હતો સહદેવસિંહ ગોહિલ

અદિતિ ભારદ્વાજ નામની એજન્ટ સાથે સંપર્કમાં રહી સંવેદનશીલ ફોટા અને વીડિયો મોકલતો હતો

અદિતિ ભારદ્વાજ નામની એજન્ટ સાથે સંપર્કમાં રહી સંવેદનશીલ ફોટા અને વીડિયો મોકલતો હતો
કચ્છમાં પાકિસ્તાન માટે જાસૂસી કરતાં સરકારી કર્મચારીને ગુજરાત એટીએસએ ઝડપી લીધો છે. દયાપર બીટ-1 માં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર તરીકે કરાર આધારીત નોકરી કરતો સહદેવસિંહ ગોહિલ અદિતિ ભારદ્વાજ નામની યુવતી સાથે વોટ્સએપ ઉપર ચેટીંગ કરીને બીએસએફ તેમજ ભારતીય નૌકાદળના સંવેદનશીલ વીડિયો અને ફોટોગ્રાફ મોકલતો હતો. એટીએસએ મહિલા એજન્ટ અને સહદેવસિંહ ગોહિલ સામે ગુનો નોંધી સહદેવ ગોહિલની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
ગુજરાત એટીએસને 29 એપ્રિલ 2025ના બાતમી મળી હતી કે, કચ્છ જિલ્લાના લખપત તાલુકાના નારાયણ સરોવર ગામનો અને માતાના મઢ આરોગ્ય કેન્દ્રમાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર તરીકે કોન્ટ્રાક્ટ ઉપર દયાપર બીટ-1માં નોકરી કરતો સહદેવસિંહ દિપુભા ગોહિલ બીએસએફ અને ભારતીય નૌકાદળની દેશની સુરક્ષા અને સલામતી માટે સંવેદનશીલ અને ગુપ્ત માહિતીઓ વોટ્સએપના માધ્યમથી દુશ્મન દેશ પાકિસ્તાનના એજન્ટને મોકલી રહ્યો છે.
આ બાતમીના આધારે એટીએસએ કેન્દ્રીય એજન્સી તેમજ સ્થાનિક સોર્સ મારફતે ખાતરી કરાવી 1 મે 2025 ના રોજ એટીએસમાં પૂછપરછ માટે બોલાવ્યો હતો. એટીએસની પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યુ હતુ કે, તે એક વર્ષથી માતાના મઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મલ્ટી પરપઝ હેલ્થ વર્કર તરીકે દયાપર-1 બીટમાં કોન્ટ્રાકટ ઉપર નોકરી કરે છે. તે જૂન કે જુલાઈ-2023થી અદિતિ ભારદ્વાજ નામની પાકિસ્તાની એજન્ટ સાથે વોટ્સએપથી સંપર્કમાં છે.
આ પાકિસ્તાની મહીલા એજન્ટ સાથે મિત્રતા થયા બાદ મહિલા એજન્ટે તેના ગામ આસપાસ બીએસએફ., ભારતીય નૌકાદળની ઓફિસો અને ત્યાં થતાં નવા બાંધકામના ફોટો અને વીડિયો માગ્યા હતા. આરોપી સહદેવસિંહે બીએસએફ અને ભારતીય નૌકાદળના કાર્યક્ષેત્રમાં આવતા બાંધકામ અને નવા થનાર બાંધકામના અંગેની ગુપ્ત અને સંવેદનશીલ માહિતીના ફોટા અને વીડીયો વોટ્સએપ મારફતે દુશ્મન દેશ પાકિસ્તાનની એજન્ટને મોકલ્યા હતા. આ માટે પાકિસ્તાની એજન્ટે રૂપિયા 40 હજાર પણ આપ્યા હતા.
જાન્યુઆરી-2025માં સહદેવસિંહે પોતાના અધારકાર્ડથી પોતાના નામનુ જીઓ કંપનીનું સીમકાર્ડ લઈ ફેબ્રુઆરી-2025માં પાકિસ્તાની મહિલા એજન્ટને વોટ્સએપ ઓટીપી આપી વોટ્સએપ ચાલુ કરી આપ્યુ હતુ. આ વોટ્સએપ નંબર પર બીએસએફ અને ભારતીય નૌકાદળની ઓફિસના ફોટો અને બાંધકામના નવા અને જૂના ફોટો અને વીડિયો મોકલ્યા હતા. ધરપકડ કરાયેલા આરોપી સહદેવસિંહ ગોહિલના મોબાઇલ ફોનને FSLમાં મોકલી આપ્યા હતા.
ફોરેન્સિક એનાલિસિસ દરમિયાન મોબાઈલ ફોનના ડેટાનું ટેકનિકલ એનાલિસિસ કરતાં પાકિસ્તાની મહીલા એજન્ટ સાથેની વોટ્સએપ ચેટ, કોલ અને સંવેદનશીલ ગુપ્ત માહિતીના જરૂરી પુરાવા મળી આવ્યા હતા. તેથી એટીએસએ સહદેવસિંહ દિપુભા ગોહિલ તેમજ પાકિસ્તાની મહિલા એજન્ટ અદિતિ ભારદ્વાજ સામે બીએસએફ અને ભારતીય નૌકાદળની રાષ્ટ્રીય સુરક્ષાને લગતી ગુપ્ત અને સંવેદનશીલ માહીતી ગેરકાયદે મેળવી આપ-લે કરેલી હોવાથી ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.