દુ:ખદ ઘટના: સાસરિયાના ત્રાસથી કંટાળી મહિલાએ કર્યો આપઘાત
40 વર્ષીય પુત્રી દક્ષાના આપઘાતનું કારણ સાસરિયાના સતત ત્રાસ અને માનસિક પીડાને જવાબદાર ઠેરવવામાં આવ્યું છે.

સાસરીયાના ત્રાસે પરણીતાનો ગયો જીવ

સાસરીયાના ત્રાસે પરણીતાનો ગયો જીવ
સાવલી તાલુકાના પ્રથમપુરા ગામના રહેવાસી રાજેશભાઈ ભાઈલાલભાઈ સોલંકીએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં તેમની 40 વર્ષીય પુત્રી દક્ષાના આપઘાતનું કારણ સાસરિયાના સતત ત્રાસ અને માનસિક પીડાને જવાબદાર ઠેરવવામાં આવ્યું છે. રાજેશભાઈએ જણાવ્યું કે, તેમની પુત્રી દક્ષાના લગ્ન મે-2002માં આજવા રોડ, કમલા નગર પાસે ઓમ સાંઈ રેસીડેન્સી ખાતે રહેતા મહેશભાઈ ઠાકોરભાઈ સોલંકી સાથે થયા હતા. દક્ષા પાણીગેટ વોર્ડમાં હંગામી ધોરણે સફાઈ કામદાર તરીકે કામ કરતી હતી.
તેને ત્રણ દીકરીઓ છે, પરંતુ પુત્ર ન હોવાને કારણે તેના પતિ મહેશભાઈ દ્વારા તેની સાથે અવારનવાર ઝઘડા થતા હતા. દક્ષા વાર-તહેવારે પોતાની ત્રણેય દીકરીઓ સાથે માતાના ઘરે આવતી અને પોતાની વેદના વ્યક્ત કરતી. તે જણાવતી કે, જમનાભાઈ હોસ્પિટલના ડોક્ટરે તેને વધુ સંતાન નહીં થઈ શકે તેવું કહ્યું હતું, જેના કારણે તેના પતિ તેની સાથે બોલાચાલી અને ઝઘડા કરતા.
મહેશભાઈ દક્ષા પર ખોટા આક્ષેપો અને વહેમ રાખીને તેને માનસિક રીતે હેરાન કરતા હતા. તેઓ ઘણીવાર દક્ષા અને તેની દીકરીઓને રાત્રે ઘરની બહાર કાઢી મૂકતા, જેથી દક્ષા પોતાના ભાઈ નિતીનના ઘરે આશરો લેતી.
નિતીન તેને સમજાવીને પરત સાસરે મોકલતો, પરંતુ સાસરિયાનો ત્રાસ યથાવત રહેતો. આવા સતતના માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને દક્ષાએ આખરે આપઘાતનું પગલું ભરી લીધું. આ ઘટનાએ સમાજમાં મહિલાઓ પર થતા સાસરી ત્રાસ અને તેની ગંભીર અસરોનો ગંભીર પ્રશ્ન ઉભો કર્યો છે.
રાજેશભાઈએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં દક્ષાના આપઘાત માટે તેના પતિના વર્તનને જવાબદાર ગણાવ્યું છે. આ ઘટના સમાજને એક સંદેશ આપે છે કે, મહિલાઓ પર થતા માનસિક અને શારીરિક ત્રાસને રોકવા માટે સમાજ અને કાયદાકીય તંત્રએ વધુ સજાગ રહેવું જોઈએ, જેથી આવી દુ:ખદ ઘટનાઓ ટળી શકે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.