સતત વિવાદોમાં રહેતી કીર્તિ પટેલ ફરી એકવાર કાયદાની ઝપટમાં
સુરત પોલીસ દ્વારા અમદાવાદ ખાતેથી તેની ધરપકડ કરવામાં આવી

સુરત પોલીસ દ્વારા અમદાવાદ ખાતેથી તેની ધરપકડ કરવામાં આવી

સુરત પોલીસ દ્વારા અમદાવાદ ખાતેથી તેની ધરપકડ કરવામાં આવી
ટીકટોકના માધ્યમથી ચર્ચામાં આવેલી અને સતત વિવાદોમાં રહેતી કીર્તિ પટેલ ફરી એકવાર કાયદાની ઝપટમાં આવી છે. સુરત પોલીસ દ્વારા મંગળવારે અમદાવાદ ખાતેથી તેની ધરપકડ કરવામાં આવી છે. કીર્તિ પટેલ પર એક બિલ્ડર પાસેથી ખંડણી માંગવાની તેમજ ખોટા હનીટ્રેપના કેસમાં ફસાવી દેવાની ધમકી આપવાનો ગંભીર આરોપ છે.
સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં એક વર્ષ પહેલાં જાણીતા બિલ્ડર વજુભાઈ કત્રોડિયાએ કીર્તિ પટેલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. વજુભાઈએ આરોપ મૂક્યો હતો કે કીર્તિ પટેલે તેમની પાસેથી 2 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી અને ન આપવાનો સંજોગે ખોટા હનીટ્રેપ કેસમાં ફસાવવાની ધમકી આપી હતી.
આ ફરિયાદના આધારે પોલીસ દ્વારા કીર્તિ પટેલ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ફરિયાદ બાદથી કીર્તિ પટેલ ફરાર હતી. અનેક મહિનાઓથી પોલીસ તેની શોધખોળ કરી રહી હતી. મંગળવારે મળેલી ચોક્કસ માહિતીના આધારે સુરત પોલીસની ટીમે અમદાવાદમાં કાર્યવાહી કરીને તેની ધરપકડ કરી છે.
પોલીસ દ્વારા હવે કીર્તિ પટેલને સુરત લાવવામાં આવી રહી છે અને આગળની કાર્યવાહી ચાલી રહી છે. કીર્તિ પટેલ અગાઉ પણ અનેક વખત વિવાદિત નિવેદનો અને સોશ્યલ મિડિયા પર વિલક્ષણ વર્તનને લઈ ચર્ચામાં રહી ચૂકી છે.
આ પણ વાંચો-- Plane Crash : બચી ગયેલા વિશ્વાસ કુમાર ક્યાં ...?
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.