રાજકોટમાં લંપટ શિક્ષકની ઘટનાથી શિક્ષણ જગત શર્મસાર
લંપટ શિક્ષકે યુવતીને ફસાવી દુષ્કર્મ આચર્યું, ન્યૂડ ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી

મોરબી જિલ્લાની શિક્ષિકાએ યુવતીનો લંપટ શિક્ષક સાથે સંપર્ક કરાવ્યો, આરોપી શિક્ષિકાની ધરપકડ

મોરબી જિલ્લાની શિક્ષિકાએ યુવતીનો લંપટ શિક્ષક સાથે સંપર્ક કરાવ્યો, આરોપી શિક્ષિકાની ધરપકડ
રાજકોટમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી વધુ એક ઘટના સામે આવી છે. લંપટ શિક્ષકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યુ હતું. બાદમાં ન્યૂડ ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી યુવતી પાસેથી રૂપિયા 4.25 લાખ પડાવ્યા હતા. મોરબી જિલ્લાની શિક્ષિકાએ પીડિતાનો શિક્ષક સાથે સંપર્ક કરાવ્યો હતો. આરોપી શિક્ષક-શિક્ષિકાએ યુવતીના લગ્ન રોકાવી જાન પણ પરત ફરાવી હતી. યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પીડિતાએ ફરિયાદ નોંધાવતાં પોલીસે શિક્ષિકાની ધરપકડ કરી છે. જ્યારે લંપટ શિક્ષક ફરાર થઈ ગયો છે.
રાજકોટ વેસ્ટ ઝોનના ACP રાધિકા ભારાઈએ માધ્યમોને જણાવ્યું હતું કે, રાજકોટના સાધુ વાસવાણી રોડ પર રહેતી પીડિતાની મોરબી જિલ્લાની સરકારી શાળાના શિક્ષિકા પ્રીતિ ઘેટિયા સાથે મિત્રતા થઈ હતી. પ્રીતિ ઘેટિયાએ પડધરીના રોહીશાળાની સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા મુકેશ રવજીભાઈ સોલંકી સાથે પીડિતાનો પરિચય કરાવ્યો હતો.
વર્ષ 2022માં આરોપી મુકેશ સોલંકીએ પ્રીતિના ફ્લેટમાં પીડિતા પર પ્રથમ વખત દુષ્કર્મ ગુજાર્યું હતું. આ માટે શિક્ષિકા પ્રીતિએ તેમને એકાંત પૂરું પાડ્યું હતું. આ સમયે મુકેશે પીડિતાના ન્યૂડ ફોટા અને વીડિયો બનાવી લીધા હતા. ત્યારબાદ વાંધાજનક ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી આરોપીએ વારંવાર પીડિતા પર દુષ્કર્મ ગુજાર્યુ હતું. એટલું જ નહીં તેણે પીડિતાને બ્લેકમેઈલિંગ કરીને કટકે-કટકે રૂ. 4.25 લાખ પડાવ્યા હતા.
લંપટ શિક્ષકનો ત્રાસ અહીં જ અટક્યો નહોતો. જ્યારે પીડિતાના લગ્ન નક્કી થયા ત્યારે મુકેશે લગ્ન સ્થળે પહોંચીને લગ્ન તોડાવી નાખ્યા હતા. એક વખત આરોપીએ પીડિતાને પોતાની કારમાં બેસાડી ચાર્જિંગ વાયર અને હાથના કડા વડે માર માર્યો હતો. આરોપી શિક્ષક અને તેની મદદગાર શિક્ષિકાએ પીડિતાના ઘરે જઈને પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
લંપટ શિક્ષક અને શિક્ષિકા પ્રીતિ ઘેટિયાથી કંટાળીને પીડિતાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં લંપટ શિક્ષક અને શિક્ષિકા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે દુષ્કર્મ, બ્લેકમેઈલિંગ અને મદદગારીનો ગુનો નોંધી મદદગારી કરનાર આરોપી શિક્ષિકા પ્રીતિ ઘેટિયાની ધરપકડ કરી છે. જ્યારે આરોપી શિક્ષક ફરાર થઈ ગયો છે.
આરોપી મુકેશ પરિણીત છે અને એક પુત્રીનો પિતા છે. તેમ છતાં શિક્ષિકા પ્રીતિ તેને આવા ઘૃણાસ્પદ કૃત્યમાં શા માટે મદદ કરતી હતી? શું તેમની વચ્ચે કોઈ અન્ય સંબંધ છે કે કેમ? તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. હાલમાં પોલીસે લંપટ મુકેશ સોલંકીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અકસ્માત બાદ ક્રેટા ચાલકની ઓળખ સામે આવતા મામલો વધુ ચર્ચામાં આવ્યો...

અરવલ્લીના શીણોલ પાસે પોશડોડા ભરેલી સ્કોર્પિયો રોકતા SOG પર હથિયાર તાકવામાં આવ્યું, પોલીસે 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું; બે શખ્સો ફરાર થયા.

નહેરુબ્રિજથી કાલુપુર અને દાણીલીમડા સુધી આખરે એવું શું બન્યું કે AMTS-BRTS ફરી સવાલોના ઘેરામાં આવી?