Surat માં લૂંટેરી દુલ્હનનો કિસ્સો, દિવ્યાંગ યુવક સાથે 1 લાખની ઠગાઈ
દિવ્યાંગ યુવકને નિકાહના નામે ષડ્યંત્ર રચી રૂ. 1 લાખ પડાવવામાં આવ્યા, નિકાહની રાત્રે જ દુલ્હન તેના બનાવટી પરિવાર સાથે ફરાર થઈ ગઈ

પોલીસે લૂંટેરી દુલ્હન ગેંગની કરી ધરપકડ

પોલીસે લૂંટેરી દુલ્હન ગેંગની કરી ધરપકડ
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે અમદાવાદનો દિવ્યાંગ યુવક એજન્ટ હિના (નરગિસ બાનુ)ના સંપર્કમાં આવ્યો હતો, જેણે યુવકને સુરતની 18 વર્ષીય સના નામની યુવતી સાથે નિકાહની વાત આગળ વધારી. હિનાએ યુવકને જણાવ્યું કે સનાના પિતા નથી, અને તેની માતા ઝરીના ખાતુન તથા બે બહેનો મુસ્કાન અને શાહિસ્તા છે. વાસ્તવમાં, આ બધું લૂંટ માટે રચાયેલું ષડ્યંત્ર હતું. આશ્ચર્યની વાત એ છે કે સનાના સાચા માતા-પિતાને આ નિકાહ વિશે કોઈ જાણકારી જ નહોતી.
યુવક નિકાહ માટે તૈયાર થતાં ઝરીના ખાતુનના નાનપુરા સ્થિત ઘરે નિકાહનું આયોજન કરવામાં આવ્યું. નિકાહની વિધિ માટે ઈર્શાદ પઠાણ નામના રિક્ષાચાલકે કાઝીની ભૂમિકા ભજવી હતી. નિકાહ બાદ દુલ્હન અને તેનો બનાવટી પરિવાર યુવક સાથે અમદાવાદ ગયા, જ્યાંથી રૂ. 1 લાખ પડાવીને તેઓ સુરત પરત ફર્યા. આ પછી, આ ગેંગે યુવકના સંબંધીઓના ફોન નંબર બ્લોક કરી દીધા. યુવકે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ જવાબ ન મળ્યો. જ્યારે યુવકે ફરિયાદની ચીમકી આપી, ત્યારે આ મહિલાઓએ તેને દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી.
યુવકની ફરિયાદ બાદ અઠવા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી અને પાંચ મહિલાઓ – ઝરીના ખાતુન (મેરેજ બ્યૂરો ચલાવનાર), સના (દુલ્હન), હિના (એજન્ટ), મુસ્કાન અને શાહિસ્તા (દુલ્હનની બહેનોની ભૂમિકા)ની ધરપકડ કરી. આરોપીઓ લિંબાયત, નાનપુરા અને સલાબતપુરા વિસ્તારોમાં રહે છે અને બનાવટી ઓળખ બનાવી લગ્નના નામે ઠગાઈ કરતા હોવાનું જાણવા મળ્યું છે. રૂ. 1 લાખની રકમ આ ગેંગના સભ્યો વચ્ચે વહેંચવાની હતી.
ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું કે, “આ મામલે પાંચ મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે. લગ્નના નામે રૂ. 1 લાખ પડાવવાના આ કેસમાં કાર્યવાહી ચાલુ છે. આરોપીઓએ અન્ય લોકો સાથે પણ આવી રીતે ઠગાઈ કરી છે કે નહીં, તેની તપાસ કરવામાં આવી રહી છે.”
આ ઘટના લગ્ન જેવી પવિત્ર સંસ્થાનો દુરુપયોગ કરી લૂંટ ચલાવતી ગેંગનું એક ઉદાહરણ છે. આવા કિસ્સાઓથી સાવચેત રહેવું અને લગ્ન માટેની વાતચીતમાં સંપૂર્ણ ચકાસણી કરવી જરૂરી છે, જેથી નિર્દોષ લોકો આવા ષડ્યંત્રનો ભોગ ન બને.તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.