ઓનલાઈન છેતરપિંડીમાં ગુજરાતનું ‘જામતારા’ બન્યા બનાસકાંઠાનો થરાદ-વાવ પંથક
21 રાજ્યોમાંથી 39 ફરિયાદ મળતાં સ્ટેટ સાયબર ક્રાઈમે બનાસકાંઠાના 7 શખ્સોને ઝડપ્યા

25 બેંક ખાતાઓની તપાસ કરાતાં રૂપિયા 2.11 કરોડનું ટ્રાન્ઝેક્સન થયું હોવાનું ખુલ્યું

25 બેંક ખાતાઓની તપાસ કરાતાં રૂપિયા 2.11 કરોડનું ટ્રાન્ઝેક્સન થયું હોવાનું ખુલ્યું
બનાસકાંઠા જિલ્લાનો થરાદ અને વાવ પંથક ‘જામતારા’ બની રહ્યો છે. સ્ટેટ સાયબર ક્રાઈમે ઓનલાઈન ગેમિંગ એપ્લિકેશનના કોઈન સસ્તા આપવાની લાલચ આપીને છેતરપિંડી કરતાં 7 શખ્સોને ઝડપી પાડ્યા છે. તમામ શખ્સો થરાદ અને વાવ તાલુકાના રહેવાસી છે. 14 રાજ્યોમાંથી 39 ફરિયાદ મળતાં સ્ટેટ સાયબર ક્રાઈમે ઓપરેશન હાથ ધરી તમામ શખ્સોને ઝડપી લીધા છે. ઝડપાયેલા શખ્સોના 25 બેંક ખાતાઓની તપાસ કરાતા રૂપિયા 2.11 કરોડનું ટ્રાન્ઝેક્શન થયુ હોવાનું બહાર આવતાં વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓ પાસેથી મોબાઇલ નંગ-13, અલગ-અલગ બેંકની પાસબુક નંગ-14, અલગ-અલગ બેંકની ચેકબુક નંગ-40, અલગ-અલગ બેંકોના કેબિટ-ક્રેડિટ કાર્ડ નંગ-88, રોકડ રકમ-1.50 લાખ જપ્ત કરવામાં આવ્યા છે.
સાયબર ઇન્વેસ્ટિગેશન ટીમે ટેકનિકલ એનાલિસિસ કરતાં જાણવા મળ્યું કે, NCCRP પોર્ટલ ઉપર સર્ચ કરતાં શંકાસ્પદ મોબાઈલ નંબર અંગે મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, હરિયાણામાંથી 5 ફરિયાદ મળી છે. આ તમામ ફરિયાદમાં બેંકના ખાતાનો નંબર અને IFSC કોડ પાલનપુરની મર્કન્ટાઈલ બેંકનો હોવાનું સામે આવ્યુ હતુ. બેંક એકાઉન્ટ અંગે NCCRP પોર્ટલ ઉપર સર્ચ કરતાં અન્ય રાજ્યોમાંથી પણ ફરિયાદો મળી હોવાનું જાણવા મળ્યું હતુ.
આ ફરિયાદો ઉપર વધુ ચેકિંગ કરતાં અન્ય શંકાસ્પદ મોબાઇલ નંબરો અને બેંક એકાઉન્ટો મળી આવ્યા હતા. આ મોબાઇલ નંબરના લોકેશન પાલનપુરના નિધિ બંગલોઝનું મળી આવ્યુ હતુ. સાયબર ક્રાઈમની ટીમે નિધિ બંગલોઝના બંગલા નંબર-1માં અચાનક રેડ કરી કરતાં 7 શખ્સો ઝડપી લીધા હતા. તેમના મોબાઈલ ફોન ચેક કરતાં ઇન્સ્ટાગ્રામ એપમાં BGMI ગેમિંગ એપમાં આઈડી બનાવી BGMI ગેમના UC કોઇન સસ્તામાં આપવાની લોભામણી પોસ્ટ અપલોડ કરી UC ખરીદવા માગતા લોકોને વોટ્સએપ એપ્લિકેશનથી બેંકના ખાતાનો QR કોડ મોકલી UC કોઇન ખરીદવા માંગતા લોકો પાસેથી બેંક ખાતામાં રૂપિયા મેળવતાં હતા.
ઝડપાયેલા શખ્સો પાસેનો મુદ્દામાલ જપ્ત કરી NCCRP પોર્ટલ ઉપર ચેક કરતાં આરોપીઓના 17 બેંક ખાતાઓ વિરૂદ્ધ 14 રાજ્યોમાંથી 39 ફરિયાદો મળી હતી. આ ઉપરાંત આરોપીઓના 10 મોબાઇલ નંબર વિરૂદ્ધ 14 રાજ્યોમાંથી 35 અરજી મળી હતી. જ્યારે આરોપીઓના મોબાઇલ ફોનના 5 IMEI નંબર વિરૂદ્ધ 11 રાજ્યોમાંથી 17 ફરિયાદો કરી હતી. 25 બેંક ખાતાની તપાસ કરતાં તેમાં વર્ષ 2024-25માં રૂપિયા 2,11,92,318નું ટ્રાન્ઝેક્શન થયું હતું. રાષ્ટ્રીય કક્ષાનું કૌભાંડ હોવાનું જણાતાં તમામ શખ્સોની ધરપકડ કરી ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આરોપીઓની મોડસ ઓપરેન્ડી
આરોપીઓ મોબાઇલમાં ઈન્સ્ટાગ્રામ એપ ઉપર BGMI ગેમિંગ એપ્લીકશનના નામથી અલગ અલગ આઈડી બનાવી BGMI ગેમના UC કોઇન સસ્તામાં આપવાની લોભામણી પોસ્ટ અપલોડ કરતાં હતા. આ સમયે UC કોઈન ખરીદવા માગતા લોકોને વોટ્સએપ મારફતે બેંકના ખાતાનો QR કોડ મોકલતાં હતા. ત્યારબાદ UC કોઇન ખરીદવા માંગતા લોકો પાસેથી બેંક ખાતામાં રૂપિયા મેળવી ગેમિંગ એપ્લિકેશનના આઈડીમાં થોડા કોઇન જમા કરાવી બાદમાં ભોગ બનનારના ગેમિંગ આઇડી ઉપર રિપોર્ટ થયો હોવાનો ડર બતાવી રિપોર્ટ હટાવવા માટે બીજા રૂપિયા ભરવા પડશે અને તે રિફન્ડેબલ છે તેમ જણાવી બેંક ખાતાઓમા વધુ રૂપિયા મેળવતાં હતા. ત્યારબાદ UC કોઇન કે રૂપિયા પરત નહી આપી ઠગાઈ કરતા હતા.
સ્ટેટ સાયબર ક્રાઈમે પકડેલા આરોપીઓ
1. શૈલેષભાઇ હરસંગભાઇ ચૌધરી રહે. રાણેસરી, તા.થરાદ જિ.બનાસકાંઠા
2. સેંધાભાઇ કાજાભાઇ ચૌધરી રહે. કુંભારડી, તા.વાવ જિ.બનાસકાંઠા
3. જીતેન્દ્રભાઇ પાંચાભાઇ ચૌધરી રહે.શેરાઉ, તા.થરાદ જિ.બનાસકાંઠા
4. સુરેશભાઇ ઇશ્વરભાઇ ચૌધરી રહે. લોડનોર, તા.થરાદ જિ.બનાસકાંઠા
5. રાહુલકમાર વજેસિભાઇ ચૌધરી રહે.પાતીયાસરા, તા.થરાદ જિ.બનાસકાંઠા
6. નરશીભાઇ જીવરાજભાઇ ચૌધરી રહે.કુંભારડી, તા.વાવ જિ.બનાસકાાંઠા
7. રાહુલભાઇ પરબતભાઇ ચૌધરી રહે.સવરાખા, તા.થરાદ જિ.બનાસકાંઠા
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.