SURAT : શિક્ષીકાનો દાવો, પોતાના ગર્ભમાં રહેલું બાળક તેના સગીર પ્રેમીનું..
સુરતના ચકચારી બનાવમાં રોજ નવા ખુલાસા, પોલીસ ડીએનએ ટેસ્ટ કરાવશે

સુરતના ચકચારી બનાવમાં રોજ નવા ખુલાસા, પોલીસ ડીએનએ ટેસ્ટ કરાવશે

સુરતના ચકચારી બનાવમાં રોજ નવા ખુલાસા, પોલીસ ડીએનએ ટેસ્ટ કરાવશે
સુરતની 23 વર્ષીય શિક્ષીકા યુવતી પોતાના જ 13 વર્ષના અને 5માં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે ભાગી જવાની ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે. મેડિકલ તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે આ શિક્ષીકા પ્રેગ્નન્ટ છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે શિક્ષીકા અને આ વિદ્યાર્થીને તેના ઘરે જ ઘણી વાર સંબંધ બંધાયા હતા અને ભાગી ગયા બાદ પણ વડોદરાની હોટલમાં બંને વચ્ચે શરીર સંબંધ બંધાયો હતો. પોલીસ તપાસમાં એવું પણ બહાર આવ્યું કે આ કિશોર પિતા બનવા માટે સક્ષમ છે.
સુરતની શિક્ષીકા પોતાના 13 વર્ષના વિદ્યાર્થીને લઇને ભાગી ગઇ હતી. બંને દિલ્હી, વૃંદાવન અને જયપુર તથા વડોદરા સહિતના સ્થળોએ પહોંચ્યા હતા અને ત્યારબાદ પરત આવી રહ્યા હતા ત્યારે પોલીસે બંનેને શામળાજી બોર્ડર પાસેથી દબોચી લીધા હતા અને સુરત લાવી હતી.
બંનેની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યા છે શિક્ષીકા હાલ પ્રેગ્નન્ટ છે અને તેના પેટમાં 5 મહિનાનો ગર્ભ છે. શિક્ષીકાની પ્રાથમિક પૂછપરછમાં તેણે દાવો કર્યો કે તેના ગર્ભમાં રહેલું બાળક આ વિદ્યાર્થીનું જ છે. તેથી પોલીસ પણ હાલ અસંમજસમાં મુકાઇ છે. છેલ્લા 1 વર્ષમાં શિક્ષીકા અને વિદ્યાર્થી વચ્ચે તેના ઘરમાં જ ઘણી વખત શરીર સંબંધ બંધાયેલો હોવાની બંનેએ કબુલાત કરી હોવાનું પોલીસ જણાવી રહી છે. પોલીસ હવે ડીએનએ ટેસ્ટ કરાવાની તૈયારી કરી રહી છે. વિદ્યાર્થી શિક્ષીકા પાસે એકલો જ ભણતો હતો અને તેથી બંને અવાર નવાર શરીર સંબંધ બાંધતા હોવાનો ખુલાસો શિક્ષીકાએ કર્યો હતો જ્યારે આ સગીર કિશોરે પણ પોલીસને કહ્યું હતું કે તેના ઘેર કોઇ ન હતું ત્યારે બંને શરીર સંબંધ બાંધતા હતા
પોલીસ તપાસમાં જણાયું કે શિક્ષીકા અને 13 વર્ષના વિદ્યાર્થી વચ્ચે છેલ્લા 1 વર્ષથી પ્રેમસંબંધ હતો અને તેથી તે વિદ્યાર્થીને ભગાવીને જતી રહી હતી. શિક્ષીકા સામે સગીરના અપહરણ મામલે બીએનએસની કલમ મુદબ ગુનો નોંધાયો છે અને પોલીસ હાલ તપાસ કરી રહી છે. બંને વચ્ચે શારિરીક સંબંધ બંધાયો હોવાનું બહાર આવતા શિક્ષીકા સામે યૌન શોષણ બદલ પણ ગુનો નોંધાયો છે. તથા પોક્સોની કલમ મુજબ પણ ગુનો નોંધાયો છે.
એવી પણ શક્યતા પોલીસ સેવી રહી છે કે પોતે પ્રેગ્નન્ટ થતાં સમાજ આ સંબંધ નહીં સ્વીકારે તે ડરથી શિક્ષીકા કિશોર પ્રેમીને ભગાવી લઇ ગઇ હતી. શિક્ષીકા અને વિદ્યાર્થીએ ઘેરથી ભાગી જવાનો પ્લાન બનાવ્યો હતો. ભાગતા પહેલા વિદ્યાર્થી તેના બે ત્રણ જોડી કપડાં પણ શિક્ષીકાને આપીને આવ્યો હતો અને ભાગતા પહેલા પણ તેમણે વિદ્યાર્થીના કપડા અને શુઝ સહિતની ચીજો ખરીદી હતી.
આ પણ વાંચો--- 11 વર્ષના બાળકને લઇને ભાગેલી શિક્ષીકા પકડાઇ, શિક્ષીકાનો સ્ફોટક ખુલાસો
સમાચાર મેળવવા આજે જ અમારી WAHTSAPP ચેનલ સાથે જોડાવ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.