11 વર્ષના બાળકને લઇને ભાગેલી શિક્ષીકા પકડાઇ, શિક્ષીકાનો સ્ફોટક ખુલાસો
શિક્ષીકા શામળાજી બોર્ડર પાસે હતી અને પોલીસે તેને બાળક સાથે દબોચી લીધી

શિક્ષીકા શામળાજી બોર્ડર પાસે હતી અને પોલીસે તેને બાળક સાથે દબોચી લીધી

શિક્ષીકા શામળાજી બોર્ડર પાસે હતી અને પોલીસે તેને બાળક સાથે દબોચી લીધી
સુરતમાં 11 વર્ષના વિદ્યાર્થીને 23 વર્ષની શિક્ષીકા ભગાડી જવાના બનાવમાં પોલીસને સફળતા મળી છે. શિક્ષીકા ઘટનાના 4 દિવસ પછી વિદ્યાર્થી સાથે મળી આવી છે. સુરત પોલીસ તેને લઇને સુરત આવવા નિકળી ગઇ હોવાના અહેવાલ મળી રહ્યા છે. શિક્ષીકા શામળાજી બોર્ડર પાસેથી મળી હોવાનું જાણવા મળે છે.
ઉલ્લેખનિય છે કે તાજેતરમાં સુરતના પુણા વિસ્તારમાં રહેતા 11 વર્ષના 5માં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને 23 વર્ષીય શિક્ષીકા ભગાડી ગઇ હતી. આ બાબતે પોલીસમાં પણ ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ 11 વર્ષનો આ વિદ્યાર્થી જ્યારે ઘરની બહાર રમવા ગયો હતો ત્યાર બાદ તે ઘેર પાછો પહોંચ્યો ન હતો. તેના પરિવારે બાળકના અપહરણની શંકા વ્યક્ત કરી હતી.
આ મામલાને ગંભીરતાથી લઇને પોલીસે તપાસ શરુ કરતાં સીસી ટીવી ફૂટેજમાં આ બાળક તેની શાળાની શિક્ષીકા સાથે જતો જોવા મળ્યો હતો. 23 વર્ષની આ શિક્ષીકા આ જ બાળકને ટયુશન પણ કરાવતી હોવાની માહિતી પોલીસને મળી હતી. પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો હતો કે બંને સુરત રેલવે સ્ટેશન પહોંચ્યા હતા અને ત્યારબાદ આ શિક્ષીકાએ પોતાનો ફોન પણ સ્વીચ ઓફ કરી લીધો હતો. અને બાળકને લઇને ગાયબ થઇ ગઇ હતી. પોલીસ સતત બંનેની શોધખોળ કરી રહી હતી. હવે પોલીસને સફળતા મળી છે અને બંને શામળાજી બોર્ડર પાસે પોલીસના હાથે ઝડપાઇ ગયા છે. પોલીસ બંનેને લઇને સુરત આવવા નિકળી ગઇ છે.
પોલીસે જ્યારે શિક્ષીકાની પુછપરછ કરી ત્યારે તેણે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે શિક્ષીકા અને વિદ્યાર્થી કંટાળી ગયા હોવાથી તેમણે ફવા જવાનો પ્લાન બનાવ્યો હતો અને પરિવારોને જાણ કર્યા વગર જ બંને ફરવા નિકળ્યા હતા. જો કે પોલીસને આ વાત ગળે ઉતરી નથી. બંને વચ્ચે પ્રેમપ્રકરણનો મામલો છે કે કેમ તે એંગલથી પણ પોલીસ તપાસ કરી રહી છે.
પોલીસ તપાસમાં એ પણ ચોંકાવનારી માહિતી આવી હતી કે આ શિક્ષીકાએ મેક માય ટ્રીપથી ઓનલાઇન પેકેજ ટુર બુક કર્યું હતું જે દિવસે તે બાળકને લઇને ભાગી ગઇ તેના આગલા દિવસે તેણે એક ટ્રોલી બેગ ખરીદી હતી તથા એક સ્કુલબેગ પણ ખરીદી હતી જેથી તેણે અગાઉથી પ્લાન બનાવેલો હોવાનું પોલીસને જણાઇ આવ્યું હતું.
ઉલ્લેખનિય છે કે આ બાળક ત્રણ વર્ષથી શિક્ષીકા પાસે ટ્યુશન જતો હતો. છેલ્લા 1 વર્ષથી તો તે એકલો જ આ શિક્ષીકા પાસે ભણતો હતો અને અન્ય વિદ્યાર્થીઓ ન હતા. આખરે શિક્ષીકા નો ઇરાદો શું હતો તે વિશે પોલીસ પણ પુછપરછ કરી રહી છે.
આ પણ વાંચો--- સુરતનો વિચિત્ર કિસ્સો, 23 વર્ષની શિક્ષિકા 11 વર્ષના વિદ્યાર્થીને ભગાડી ગઇ!
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.