Surat ની પ્રજા ભયભીત, નશેડીઓનો આતંક, ક્યારે થશે કડક કાર્યવાહી?
પાલિકાના પરિવહન ચેરમેને તપાસના આદેશ આપ્યા છે, જ્યારે મુસાફરો નશેડીઓના દૈનિક ત્રાસ અને ચોરીના કિસ્સાઓ વર્ણવી રહ્યા...

સુરતની બસમાં નશેડીનો આતંક: કાયદો બેફામ, પ્રજા લાચાર!

સુરતની બસમાં નશેડીનો આતંક: કાયદો બેફામ, પ્રજા લાચાર!
ગુજરાતના ગૃહમંત્રી જ્યાં રહે છે તે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ લાગી રહ્યું છે. સુરતમાં સિટી બસમાં એક નશેડી યુવકે મચાવેલા હંગામાનો વીડિયો વાયરલ થતાં શહેરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાલિકાના પરિવહન વિભાગના ચેરમેન દ્વારા આ મામલે તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને પોલીસને પણ ગુનેગારને પકડવા માટે નિર્દેશ અપાયા છે.
પ્રાથમિક માહિતી અનુસાર, આ ઘટના કામરેજ રૂટ પરની એક સિટી બસમાં બની હતી, જ્યાં એક નશેડી યુવક ચાલુ બસે ચડી ગયો હતો અને બસમાં હંગામો મચાવ્યો હતો. આ ઘટનાનો વીડિયો કોઈ પેસેન્જર દ્વારા ચાલુ બસે જ બનાવવામાં આવ્યો હતો, જેમાં નશેડી યુવક પોલીસને પડકાર ફેંકતો સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે.
આ મામલે પરિવહન પાલિકાના ચેરમેન શ્રી સોમનાથ મરાઠેએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "જો ડ્રાઈવરે બસ ઉભી રાખી હોત અથવા પોલીસ સ્ટેશન લઈ ગયો હોત તો આ યુવક પકડાઈ ગયો હોત. ડ્રાઈવરની ભૂલ હશે તો ચોક્કસ કાર્યવાહી થશે." તેમણે વધુમાં લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે, "કોઈ પણ બસમાં કોઈ નશાની હાલતમાં હોય તો અમને તાત્કાલિક જાણ કરો."
આ ઘટનાએ સુરતમાં નશેડી તત્વોના બેફામપણાનો ભાંડો ફોડી દીધો છે. સામાન્ય મુસાફરો, જેમાં ફેનીબેન પટેલ અને અંકિત પાલ જેવા મુસાફરો પણ સામેલ છે, તેમણે આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે નશેડીઓ દરરોજ કોઈને કોઈ બસમાં હંગામો મચાવે છે, મુસાફરોનો સામાન ચોરી કરે છે અને તેમને હેરાન કરે છે. મુસાફર અજય પાલે પણ આવા તત્વો સામે તાત્કાલિક અને કડક કાર્યવાહીની માંગ કરી છે.
આ પણ વાંચો : ડબલ સ્ટાન્ડર્ડનો વિવાદ, Rajkot ના મેળા માટે જ કડક SOP, CM સુધી પહોંચ્યો મુદ્દો!
આ ઘટનાથી સુરતના લોકોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે. લોકો માંગ કરી રહ્યા છે કે આવા નશેડી તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે જેથી બસમાં મુસાફરી કરતા લોકો સુરક્ષિત અનુભવી શકે. ગુજરાતના ગૃહમંત્રીના પોતાના જ શહેરમાં નશેડીઓ આટલા બેફામ કઈ રીતે બની શકે તે એક મોટો સવાલ છે. શું સ્થાનિક પોલીસ આવા તત્વો સામે પગલાં ભરવામાં નિષ્ફળ રહી છે? આ ઘટના કાયદો અને વ્યવસ્થાની ગંભીર સ્થિતિનો સંકેત આપે છે અને તંત્ર દ્વારા તાત્કાલિક અને અસરકારક પગલાં લેવામાં આવે તે અનિવાર્ય છે.
આ પણ વાંચો : Surat મહાનગરપાલિકાની ઉંઘ ઉડી, હોળી બંગલામાં જર્જરિત ગેલેરી તૂટી, તંત્રની બેદરકારી છતી!
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.