SURAT : 19 વર્ષીય મોડેલની આત્મહત્યા, પોલીસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ
મોડેલ યુવતી ચાર દિવસ પહેલા જ મધ્યપ્રદેશથી આવી હતી

મોડેલ યુવતી ચાર દિવસ પહેલા જ મધ્યપ્રદેશથી આવી હતી

મોડેલ યુવતી ચાર દિવસ પહેલા જ મધ્યપ્રદેશથી આવી હતી
સુરતના સારોલી વિસ્તારમાં ચોંકાવનારી ઘટના બની છે જ્યાં મધ્યપ્રદેશની એક મોડેલ યુવતીએ રુમમાં ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી છે. બનાવના પગલે પોલીસ પણ સ્થળ પર પહોંચી છે અને તપાસ કરી રહી છે. જો કે આત્મહત્યાનું કારણ હજું પણ અકબંધ રહ્યું છે.
સુરતના સારોલી વિસ્તારમાં 19 વર્ષીય મોડેલ સુખપ્રીત કૌરે ગળે ફાંસો લગાની આપઘાત કર્યો છે. મોડેલ સુખપ્રીત કૌર મુળ મધ્યપ્રદેશની હતી અને સુરતમાં પોતાની ત્રણ બહેનપણીઓ સાથે રૂમ માં રહેતી હતી.
સુખપ્રીત જ્યારે ઘરે એકલી હતી ત્યારે તેણે બેડરૂમ માં પાંખ સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. મળેલી માહિતી મુજબ તે ચાર દિવસ પહેલા જ સુરત સારોલી ખાતે મોડેલિંગ કરવા આવી હતી. સુખપ્રીત મોડેલિંગનું કામ કરતી હતી. સુખપ્રીતની સાથે રહેતી તેની બહેનપણીઓ પણ મોડેલિંગનું કામ કરે છે. સુખપ્રીત ચાર-પાંચ દિવસ પહેલાં જ સુરતના સારોલી ખાતે મોડેલિંગનું કામ અર્થે આવી હતી.
ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી અને તેની સાથે રહેતી યુવતીઓ તથા તેના સંપર્કોમાં રહેલી વ્યક્તિઓની હાલ પૂછપરછ કરી રહી છે. જો કે સુખપ્રીતની આત્મહત્યાનું કારણ હજું પણ અકબંધ રહ્યું છે. સારોલી પોલીસે લાશ ને પી એમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો--- VADODARA : શિક્ષીકાએ ભાણેજ હોવાનું કહીને રુમમાં લઇ ગયા બાદ....
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.