સુરત સિવિલ હોસ્પિટલમાં યુવતીએ કર્યો આપઘાત
સુરત સિવિલ હોસ્પિટલમાં 10 દિવસ પહેલા બાળકને જન્મ આપનાર યુવતીએ આપઘાત કર્યો
યુવતીનો અપઘાત
યુવતીનો અપઘાત
સુરત સિવિલ હોસ્પિટલમાંથી એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં 26 વર્ષીય યુવતીએ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું છે. આ યુવતી ડિલિવરી માટે 10 દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ થઈ હતી અને તાજેતરમાં જ તેણે બાળકને જન્મ આપ્યો હતો. બાળકનો જન્મ થયા બાદ તે અચાનક હોસ્પિટલમાંથી ગુમ થઈ ગઈ હતી, અને આજે સવારે સિવિલ હોસ્પિટલના સ્ટેમસેલ બિલ્ડિંગ સામે આવેલા એક ઝાડ પર તેની લટકતી હાલતમાં લાશ મળી આવી છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાના કારણે એક 10 દિવસના નવજાત શિશુએ તેની માતાની છત્રછાયા ગુમાવી છે.
મૃતકનો પરિચય અને ઘટનાની વિગતો
મૃતક યુવતીની ઓળખ પૂજા કુશવાહ તરીકે થઈ છે, જે મૂળ ઉત્તર પ્રદેશની રહેવાસી છે અને છેલ્લા ઘણા સમયથી પરિવાર સાથે સુરતના હજીરા વિસ્તારમાં રહેતી હતી. આ તેની પ્રથમ ડિલિવરી હતી, અને 10 દિવસ પહેલા દુખાવો થતાં તેને સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેણે એક બાળકને જન્મ આપ્યો હતો, પરંતુ બાળક બીમાર હોવાથી છેલ્લા 10 દિવસથી વેન્ટિલેટર પર છે.
ગત રાતથી જ તેની શોધખોળ શરૂ
યુવતીના અચાનક ગુમ થવાથી પરિવારજનોએ ગત રાતથી જ તેની શોધખોળ શરૂ કરી હતી. મૃતકના પરિવારજન અમરજિતે જણાવ્યું કે, તેઓને રાત્રે ફોન આવ્યો કે પૂજા ગુમ થઈ ગઈ છે. તેમણે રાતભર હોસ્પિટલ, રેલવે સ્ટેશન સહિત અનેક જગ્યાએ તેની શોધ કરી હતી. રાત્રે 2 વાગ્યા સુધી શોધખોળ ચાલુ હતી અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. પોલીસે રાત્રે જ હોસ્પિટલના CCTV ફૂટેજ પણ તપાસ્યા હતા.
આ પણ વાંચો: પોતાને ભગવાન ગણાવનાર રમેશ ફેફરે કર્યો આપઘાત
પોલીસની કાર્યવાહી અને વધુ તપાસ
આજે સવારે સિવિલ હોસ્પિટલના સ્ટેમસેલ બિલ્ડિંગ સામે ઝાડ પરથી યુવતીની લટકતી લાશ મળતાં પરિવારે પોલીસને જાણ કરી હતી. પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે. પોલીસે મૃતદેહની ઓળખ કરીને તેના પરિવારજનોને જાણ કરી છે. પ્રાથમિક તપાસમાં આ ઘટના આપઘાતની જણાઈ રહી છે, પરંતુ પોલીસે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના અંગે પોલીસ દ્વારા જરૂરી કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. યુવતીએ ક્યા કારણોસર આ પગલું ભર્યું તે અંગે પોલીસ વધુ વિગતો મેળવી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

લખીમપુર ખીરીની સ્કૂલમાં શિક્ષિકાને મળવા આવ્યો એક યુવક... થોડી જ વારમાં માળ ઉપર ગોળીબારથી મચી ગઈ દોડધામ!

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?