VADODARA : રાક્ષસ કેવી રીતે બન્યો રક્ષિત, આઠથી દસ જેટલી...
ચૌરસિયા હાલમાં વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે. તેના મિત્ર પ્રાંશુ ચૌહાણની પણ ધરપકડ

ચૌરસિયા હાલમાં વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે. તેના મિત્ર પ્રાંશુ ચૌહાણની પણ ધરપકડ

ચૌરસિયા હાલમાં વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે. તેના મિત્ર પ્રાંશુ ચૌહાણની પણ ધરપકડ
ગત હોળીના તહેવારની રાત્રે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આમ્રપાલી કોમ્પ્લેક્ષ પાસે ત્રણ વાહનોને ટક્કર મારનાર રક્ષિત ચૌરસિયા ગાંજાનો નશો કરીને ગાડી ચલાવી રહ્યો હતો. તપાસ બાદ પોલીસે ખુલાસો કર્યો કે આરોપી રક્ષિત અને તેની સાથે કારમાં બેઠેલા અન્ય બે યુવાનોએ ગાંજાનું સેવન કર્યું હતું. આ અકસ્માતમાં એક મહિલાનું મોત થયું હતું અને સાત અન્ય ઘાયલ થયા હતા. બેનિફીટ ન્યૂઝે આ મામલે એક્સપર્ટ સાથે ખાસ વાત કરી હતી
પોલીસના જણાવ્યા અનુસાર, ગાંધીનગર સ્થિત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના પ્રાથમિક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ઘટના સમયે તે દારૂના નશામાં નહોતો પરંતુ તેણે ગાંજાનું સેવન કર્યું હતું. ચૌરસિયાની સાથે, પ્રાંશુ ચૌહાણ અને સુરેશ ભરવાડના લોહીના નમૂનાઓમાં પણ ગાંજાની પુષ્ટિ થઈ છે. આ મેડિકલ રિપોર્ટ અકસ્માતના લગભગ 20 દિવસ પછી આવ્યો છે.
પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ, 1985 હેઠળ કેસ નોંધ્યો છે, અને ચૌરસિયા વિરુદ્ધ મોટર વાહન અધિનિયમ, 1988 ની કલમ 185 પણ લાગુ કરી છે, જે હેઠળ દારૂ અથવા ડ્રગ્સના પ્રભાવ હેઠળ વાહન ચલાવવું એ ફોજદારી ગુનો છે.
પોલીસ નિવેદન
ચૌરસિયા હાલમાં વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે. તેના મિત્ર પ્રાંશુ ચૌહાણની પણ ધરપકડ કરવામાં આવી છે. જ્યારે, ત્રીજો આરોપી સુરેશ ભરવાડ ફરાર છે. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે, "અમને આજે ત્રણેયના લોહીના નમૂનાનો રિપોર્ટ મળ્યો છે, જેમાં ગાંજાની હાજરીની પુષ્ટિ થઈ છે. તેઓ ગાંજાનું સેવન કરીને કાર ચલાવી રહ્યા હતા. અમે રક્ષિત ચૌરસિયાના મિત્ર પ્રાંશુ ધરપકડ કરી છે અને ત્રીજા આરોપીની પણ ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે."
એક્સપર્ટ શું કહે છે
વ્યસનમુક્તિ સાથે વર્ષોથી સંકળાયેલા અને અનેક યુવાનોને વ્યસન મુક્ત કરવા રિહેબીલેશન સાથે સંકળાયેલા વડોદરાના એડવોકેટ અનંત ક્રિશ્ચીયને બેનિફીટ ન્યૂઝને કહ્યું હતું કે ગાંજામાં ટીએચપી નામનું તત્વ આવેલું છે જેનાથી વ્યક્તિ નશો ફીલ કરે છે. ઘટના પછી જે વીડિયો વાયરલ થયેલા હતા તેમાં મે જોયું હતું કે તે જે પ્રમાણે બુમો પાડતો હતો તે જોતાં તે સંપૂર્ણપણે તન્દ્રાવસ્થામાં હતો. તેની વર્તણુંક સાબિત કરતી હતી કે તેણે કોઇ નશો કરેલો છે. અને તે પણ ઘણી મોટી માત્રામાં નશો કર્યો હોય તેવું લાગતું હતું. મને તો ગાંજાની અસર હોય તેવું જ વીડિયોમાં દેખાતું હતું અને હવે પોલીસને મળેલા રિપોર્ટમાં આ સાબિત પણ થયું છે કે રક્ષિતે ગાંજાનું સેવન કરેલું હતું. તેમણે કહ્યું કે ગાંજામાં દારુ જેવું નથી હોતું કે તેણે કેટલા પ્રમાણમાં ગાંજો પીધો હશે તે જાણી શકાય. પોલીસને મળેલા રિપોર્ટમાં એ ઉલ્લેખ હોઇ શકે કે તેણે કેટલા પ્રમાણમાં ગાંજો પીધો હતો પણ મારા અનુભવ પ્રમાણે તેણે માત્ર એક સિગરેટ રોલ કરી હોય તો તેની અસર મર્યાદીત હોય અને જે રીતે તેણે અકસ્માત કર્યો અને અકસ્માત બાદ તેની જે વર્તણૂંક હતી તે જોતાં તેણે આઠથી દસ સિગરેટ પીધી હોઇ શકે છે અને તો જ આટલી મોટી માત્રામાં અસર તેની વર્તણૂંકમાં જોવા મળે.
આ અકસ્માત 13 માર્ચે થયો હતો
ગત ૧૩ માર્ચે, પ્રયાગરાજના ૨૩ વર્ષીય લો ના વિદ્યાર્થી ચૌરસિયાએ પોતાની કાર સાથે ત્રણ વાહનોને ટક્કર મારી હતી, જેમાં હેમાલી પટેલ નામની એક મહિલાનું મોત થયું હતું. આ ઘટના વડોદરાના કારેલીબાગમાં આમ્રપાલી ચાર રસ્તા પાસે બની હતી. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. અકસ્માત પછી, આરોપી રક્ષિત ' અનધર રાઉન્ડ' અને 'ઓમ નમઃ શિવાય' ના નારા લગાવી રહ્યો હતો.
આરોપીએ એરબેગનું બહાનું બનાવ્યું હતું
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના વિદ્યાર્થી રક્ષિતે અગાઉ નશામાં હોવાનો કે વધુ ઝડપે વાહન ચલાવવાનો ઇનકાર કર્યો હતો અને અકસ્માત માટે કારના એરબેગ્સને જવાબદાર ઠેરવ્યા હતા. આરોપીએ કહ્યું હતું કે, "અમે એક સ્કૂટરને ઓવરટેક કરી રહ્યા હતા અને જમણે વળ્યા ત્યારે અમારી કાર ખાડામાં પડી ગઈ. કાર બીજા વાહન સાથે અથડાઈ અને એરબેગ ખુલી ગઈ, જેના કારણે મારી દ્રષ્ટિ ખોવાઈ ગઈ અને કાર કાબૂ બહાર ગઈ.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.