રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા નિખિલ દોંગા વિરુધ્ધ જામીન રદ કરવા માટે કોર્ટમાં અરજી
છ અલગ અલગ કેસોની તપાસ દરમિયાન નિખિલ દોંગાનું નામ પણ બહાર આવ્યું

છ અલગ અલગ કેસોની તપાસ દરમિયાન નિખિલ દોંગાનું નામ પણ બહાર આવ્યું

છ અલગ અલગ કેસોની તપાસ દરમિયાન નિખિલ દોંગાનું નામ પણ બહાર આવ્યું
રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા નિખિલ દોંગા વિરુધ્ધ જામીન રદ કરવા માટે કોર્ટમાં અરજી કરવામાં આવી છે. જામીન મુક્ત થયા બાદ તે ક્યાં રહે છે આ માટે રિપોર્ટ કોર્ટમાં આપ્યા બાદ પોલીસને આપવામાં આવ્યો નથી. હાલ રાજકોટ જિલ્લા પોલીસ નિખિલ દોંગાની શોધખોળ કરી રહી છે. પોલીસે કહ્યું હતું કે બન્ની ગજેરા અને પિયુષ રાદડિયા સામે થયેલ છ કેસમાં મુખ્ય સૂત્રધાર તરીકે નિખિલ દોંગાનું નામ જાહેર કરાયુ છે જેથી બન્ની અને પિયુષ વિરુધ્ધ થયેલ છ કેસમાં નિખિલ દોંગાની ધરપકડ કરવામાં આવશે.
રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા યુટ્યુબર બન્ની ગજેરા અને પિયુષ રાદડિયા સામે નોંધાયેલા છ અલગ અલગ કેસોની તપાસ દરમિયાન નિખિલ દોંગાનું નામ પણ બહાર આવ્યું છે. તપાસમાં ખુલ્યું છે કે નિખિલ દોંગાએ પિયુષ રાદડિયા મારફત બન્ની ગજેરાને આર્થિક સહાય આપી હતી.
આ આધારે રાજકોટ જિલ્લા પોલીસ વડાએ નિખિલ દોંગાની ધરપકડના આદેશ આપ્યા છે અને તમામ છ કેસમાં હવે તેને આરોપી તરીકે સમાવિષ્ટ કરીને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. હાલ નિખિલ દોંગા ફરાર છે. સુરતમાં તેના હોવાના ઈનપુટ મળતા ત્યાં પણ તપાસ હાથ ધરાઈ હતી, પરંતુ તેની હાજરી મળી ન આવી.
પોલીસ દ્વારા ગુજસીટોક કોર્ટમાં પણ નિખિલ દોંગાના જામીન રદ કરવા અરજી કરવામાં આવી છે, કારણ કે તેણે જામીન મેળવ્યા બાદ કોર્ટમાં જરૂરી રિપોર્ટ સમયસર રજૂ કર્યો નથી. ચાર દિવસ અગાઉ રિપોર્ટ દાખલ કર્યો બાદ હવે બીજીવાર પણ અરજી તૈયાર કરાઈ રહી છે.
નિખિલ દોંગા સામે કુલ 100થી વધુ ગુનાઓ નોંધાયેલા છે, જેમાં રાજકોટ, ગોંડલ, લોધિકા, કોટડાસાંગાણી, વીપુર, ભાયાવદર, જેતપુર સહિત અનેક શહેરો અને તાલુકાઓના પોલીસ મથકો સામેલ છે. 2003 થી 2020 દરમિયાન તેના પર 14 ગંભીર ગુનાઓ પણ નોંધાયા છે, જે કેસોની તપાસ પોલીસ દ્વારા ચાલી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.