VADODARA : કોંગી આગેવાનનો પુત્ર પોલીસને ભૂ પીવડાવી રહ્યો છે
દુષ્કર્મના મામલામાં 10 દિવસથી ફરાર અનિરુદ્ધ ગોહિલને પોલીસ શોધી શકી નથી

દુષ્કર્મના મામલામાં 10 દિવસથી ફરાર અનિરુદ્ધ

દુષ્કર્મના મામલામાં 10 દિવસથી ફરાર અનિરુદ્ધ
વડોદરાના કોંગી આગેવાનના પુત્ર દ્વારા યુવતી સાથે કરાયેલા દુષ્કર્મનો મામલો ગાજી રહ્યો છે. આરોપી અનિરુદ્ધસિંહને પકડવા માટે પોલીસ ધમપછાડા કરી રહી છે પણ પોલીસ આરોપીને પકડવામાં નિષ્ફળ રહી છે. બીજી તરફ ફરાર અનિરૂદ્ધએ કોર્ટમાં આગોતરા જામીન અરજી મૂકી હતી પણ ફરિયાદ જોતા આરોપી સામે પ્રથમદર્શી કેસ હોવાનું કોર્ટે નોંધ્યું હતું અને કોર્ટે અનિરૂદ્ધની જામીન અરજી ફગાવી દીધી હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે આરોપી પીડિતાને ગર્ભપાત માટે લઈ ગયો હતો અને પોતે યુવતીનો પતિ હોવાની હોસ્પિટલમાં ઓળખ આપી હતી, બીજી તરફ દુષ્કર્મ કેસના મહત્વના સાક્ષીઓના મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન લેવાયા છે. આરોપી રાજકીય વગ ધરાવતો હોવાથી સાક્ષીઓને ફોડશે તેવી શક્યતાના આધારે જામીન અરજી નામંજૂર કરાઈ છે.
વડોદરાના નંદેસરીના કોંગ્રેસ અગ્રણી રાજેન્દ્રસિંહનો પુત્ર તથા ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઇ પરમારના ભાણેજ અનિરુદ્ધસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ સામે યુવતીએ નંદેસરી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે અનિરુદ્ધે તેને લગ્નની લાલચ આપી વારંવાર તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. ત્યારબાદ તે ગર્ભવતી થતાં તેને ગર્ભપાત કરવા દબાણ કરી માર માર્યો હતો અને આણંદના રાજ નર્સિંહ હોમમાં લઇ જઇ તેનો ગર્ભપાત કરાવ્યો હતો. 26 વર્ષીય આરોપી અનિરુદ્ધસિંહ ગોહિલે યુવતીના ઘરે અને હોટલમાં લઈ જઈ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન યુવતી ગર્ભવતી થઈ હતી અને ત્યાર બાદ આરોપી અનિરુદ્ધસિંહ ગોહિલે જબરદસ્તી એબોર્શન કરાવ્યું હતું. આ વાતની જાણ યુવતીના પરિવારને થઈ હતી, જેથી યુવતીએ અનિરુદ્ધસિંહ ગોહિલ સામે દુષ્કર્મ અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ પોલીસે યુવતીનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું.
રાજકીય વગ ધરાવતો અનિરુધ્ધ ફરિયાદ નોંધાયા બાદ ફરાર થઇ ગયો હતો. પોલીસથી બચવા તે ભાગતો ફરી રહ્યો છે અને તેણે કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ અનિરુદ્ધની જામીન અરજી રદ કરી દીધી હતી.
ઉલ્લેખનિય છે કે યુવતીએ ધો. 12 સુધીનો અભ્યાસ કર્યો છે. આરોપી અનિરુદ્ધસિંહ ગોહિલના પિતા રાજેન્દ્રસિંહ ગોહિલ તાલુકા પંચાયતની નંદેસરી બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા, તેઓ ભાજપના ઉમેદવાર સામે હારી ગયા હતા. અગાઉ તેઓ ભાજપમાં હતા અને ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા હતા. આરોપી અનિરુદ્ધસિંહના દાદા મંગળસિંહ ગોહિલ વડોદરા રૂરલ બેઠક પર ધારાસભ્ય હતા. તેઓ 1990માં જનતા દળમાંથી ચૂંટણી લડીને જીત્યા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.