DEESA BLAST : લાલચુ પિતા-પુત્રે રુપિયા કમાવાની લ્હાયમાં....
પોલીસની ત્રણ રાજ્યોમાં તપાસ, સાબરકાંઠામાં પણ આરોપીઓના ગોડાઉન

પોલીસની ત્રણ રાજ્યોમાં તપાસ, સાબરકાંઠામાં પણ આરોપીઓના ગોડાઉન

પોલીસની ત્રણ રાજ્યોમાં તપાસ, સાબરકાંઠામાં પણ આરોપીઓના ગોડાઉન
બનાસકાંઠાના ડીસામાં ગેરકાયદેસર રીતે ધમધમી રહેલી ફટાકડાની ફેક્ટરીમાં મંગળવારે બ્લાસ્ટ થતાં 21 નિર્દોષ મજૂરોએ જાન ગુમાવ્યા છે. આ ઘટનામાં પોલીસે ફેક્ટરી માલિક ખૂબચંદ રેણુમલ મોહનાની અને તેમના પુત્ર દીપક ખૂબચંદ મોહનાનીની ધરપકડ કરી છે. બુધવારે જીલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું હતું કે આ કેસમાં પિતા પુત્ર સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપી પિતા પુત્ર પહેલા નાની દુકાન ચલાવતા હતા અને ત્યારબાદ ડીસા જીઆઇડીસીમાં ફેક્ટરીજ ખોલી નાખી હતી. 18 વર્ષથી તેઓ આ ધંધો કરતા હતા. દરમિયાન સરકાર દ્વારા રચાયેલી એસઆઇટીની ટીમ પણ ફોરેન્સીક ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી છે અને પુરાવા એકત્ર કરીને તપાસ શરુ કરાઇ છે
બુધવારે બપોરે ડીએસપી અક્ષયરાજ મકવાણાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ડીસા બ્લાસ્ટની ઘટના બાદ ગણતરીના કલાકોમાં જ બંને મુખ્ય આરોપીને ઝડપી લેવાયા છે. ફોરેન્સીકની ટીમે પણ સ્થળ પર તપાસ કરીને પ્રાથમિક રીપોર્ટ તૈયાર કર્યો છે.
તેમણે કહ્યું કે જેમાં ગોડાઉનમાંથી ફટાકડાનો જથ્થો મળ્યો છે, પોલીસ દ્વારા જ્યાં જ્યાંથી માલ મોકલાયો છે ત્યાં તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત આરોપીઓ તમિલનાડુ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં પણ ફટાકડાનો વેપાર કરતા હતા તેને લઈ તપાસ ચાલુ છે. એલ્યુમિનિયમ પાઉડરને કારણે વિસ્ફોટ થયો હોવાનું તપાસમાં જણાયું છે. એલ્યુમિનિયમનું આસાનીથી વેચાણ થઇ શકે છે અને એલ્યુમિનિયમમાં બ્લાસ્ટ થાય તો તે ખૂબ સળગે છે જેના કારણે આટલી મોટી ઘટના બની છે.'
તેમણે વધુમાં કહ્યું હતું કે આરોપીના સાબરકાંઠા જિલ્લામાં પણ ગોડાઉન છે અને બંને આરોપીઓના કોની કોની સાથે સંપર્ક છે તે સહિતના મુદ્દા પર પણ પોલીસની તપાસ ચાલી રહી છે. કેસમાં કેમિકલ નિષ્ણાતોની પણ મદદ લેવાઇ રહી છે. જો કે હાલમાં બંને આરોપી ફટાકડાનું પ્રોડક્શન કરવાનું સ્વીકારતા નથી. આરોપીઓ 10 વર્ષ પહેલા ફટાકડાની દુકાન ચલાવતા હતા. જેમાં રૂપિયા કમાવા મોતની ફેક્ટરી નાખી હતી. નાની દુકાનમાંથી ડીસા GIDCમાં ફેક્ટરી શરૂ કરી હતી. તેમજ ગુજરાત, રાજસ્થાનમાં ફટાકડાનો માલ પૂરો પાડતા હતા. આરોપીના સાસરી પક્ષ સાબરકાંઠા થાય છે ત્યાં પણ તેમના ગોડાઉન છે.
આ મામલે જિલ્લા કલેક્ટર મિહીર પટેલે પણ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે 10 મૃતદેહોને પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. તેમજ 6 જેટલા વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે. તથા હરદા જિલ્લાના 8 લોકોના મૃતદેહ પરિવારજનોને સોંપ્યા છે. 3 ડીસામાં, 2 પાલનપુરમાં અને 1 અમદાવાદમાં સારવાર હેઠળ છે. અમે જ્યારે સ્થળ તપાસ કરી ત્યારે ગોડાઉન ખાલી હતું. આ તમામ જથ્થો ગેરદાયદે રીતે સંગ્રહ કરેલો હતો. પાછળથી છેલ્લા 15 દિવસમાં દારૂગોળો આવ્યો હશે. તેમ તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે કેટલાક મૃતદેહોની ઓળખ થઇ ગઇ છે. 21 પૈકી 18 મૃતકો મધ્યપ્રદેશના છે. તથા બે મૃતદેહની ઓળખ કરવી મુશ્કેલ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.