વારાણસી એરપોર્ટ પર જ PM MODI એ અધિકારીઓને ખખડાવી નાખ્યા
વારાણસી પોલીસ કમિશનર, ડિવિઝનલ કમિશનર અને કલેક્ટર પાસે તેમણે માહિતી માગી

વારાણસી પોલીસ કમિશનર, ડિવિઝનલ કમિશનર અને કલેક્ટર પાસે તેમણે માહિતી માગી

વારાણસી પોલીસ કમિશનર, ડિવિઝનલ કમિશનર અને કલેક્ટર પાસે તેમણે માહિતી માગી
શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી બાબતપુર એરપોર્ટ પર ઉતરતાની સાથે જ તેમણે વારાણસી પોલીસ કમિશનર, ડિવિઝનલ કમિશનર અને કલેક્ટર પાસેથી વારાણસી ગેંગ રેપ કેસ વિશે સંપૂર્ણ માહિતી લીધી, જેઓ તેમને આવકારવા માટે રનવે પર હાજર હતા. એરપોર્ટ પર, પીએમ મોદી આ કેસ અંગે ત્રણેય અધિકારીઓ સાથે અલગ-અલગ વાત કરતા જોવા મળ્યા હતા
વારાણસીમાં, એક 19 વર્ષની છોકરી પર 23 છોકરાઓએ અલગ અલગ જગ્યાએ 6 દિવસ સુધી વારાફરતી રેપ કર્યો હતો. 29 માર્ચે, છોકરીને તેના એક મિત્રએ લઈ જઈને પહેલા તેના પર રેપ કર્યો. ત્યારબાદ છોકરાઓ જગ્યા બદલતા રહ્યા અને 6 દિવસ સુધી 23 છોકરાઓએ શરીર પીંખી નાખ્યું. આ કેસમાં પોલીસે 10 આરોપીઓની ધરપકડ કરી હતી.
એરપોર્ટ પર ઉતરતાની સાથે જ પીએમ મોદીએ વારાણસી પોલીસ, ડિવિઝનલ કમિશનર અને ડીએમ પાસેથી થોડા દિવસો પહેલા શહેરમાં બનેલી બળાત્કારની ઘટના વિશે વિગતવાર માહિતી લીધી. પીએમ મોદીએ તમામ ગુનેગારોની ઓળખ કરીને તેમની સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે, પ્રધાનમંત્રીએ કહ્યું કે આવી ઘટનાઓ ફરી ન બને તે માટે વ્યાપક વ્યવસ્થા કરવી જોઈએ.
વારાણસીમાં તૈનાત વધારાના પોલીસ કમિશનર (છાવણી) વિદુષ સક્સેનાએ માહિતી આપી હતી કે આ સનસનાટીભર્યા ગેંગરેપ કેસમાં 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અન્ય આરોપીઓને પકડવા માટે પોલીસની ઘણી ટીમો સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. તેમણે કહ્યું કે અન્ય આરોપીઓની પણ ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. આ સાથે તેમણે જણાવ્યું કે પીડિતાની હાલત સારી છે અને પોલીસ તેના પરિવારના સભ્યો સાથે સતત સંપર્કમાં છે.
ઉલ્પૂલેખનિય છે કે પૂર્વાંચલને 44 વિકાસ યોજનાઓ ભેટ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના લોકસભા મતવિસ્તાર વારાણસીની 50મી મુલાકાતે પહોંચ્યા છે. નિર્ધારિત સમય કરતાં 24 મિનિટ વહેલા કાશી પહોંચેલા પીએમ મોદીએ રનવે પર તેમનું સ્વાગત કરવા ઉભા રહેલા પોલીસ અને વહીવટીતંત્રના કમિશનર અને ડીએમ પાસેથી અલગથી આ કેસ વિશે માહિતી લીધી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.