સુરતમાં હજારો લોકો રસ્તા પર, સગીરના હત્યારાને ફાંસી આપવા માગ
સોમવારે રાત્રે નશેડી શખ્સે ચાકુના ઘા મારીને હત્યા કરી દીધી હતી

સોમવારે રાત્રે નશેડી શખ્સે ચાકુના ઘા મારીને હત્યા કરી દીધી હતી

સોમવારે રાત્રે નશેડી શખ્સે ચાકુના ઘા મારીને હત્યા કરી દીધી હતી
સુરતના કાપોદ્રા વિસ્તારમાં સગીરની નશેડી શખ્સે હત્યા કર્યા બાદ મામલો કથળ્યો છે. આ કિસ્સામાં રોષે ભરાયેલા હજારો લોકો એકત્ર થઇ ગયા હતા. ઘટનાના પગલે કાપોદ્રા વિસ્તારમાં વાતાવરણ તંગ બની ગયું હતું જેના પગલે પાંચ પોલીસ સ્ટેશનનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. મહિલાઓ અને પોલીસ કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. હજારો લોકો રસ્તા પર એકત્ર થઇને ન્યાય મળે તે માટે માગ કરી રહ્યા હતા. લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો.
હત્યાની ઘટના બાદ રાત્રે પણ પોલીસ સ્ટેશન સમક્ષ લોકો ધસી ગયા હતા. અને આજે સવારથી ફરીથી લોકો ભેગા થયા હતા. આ ઘટનામાં ન્યાય મળે તે માટે લોકો કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. જો કે પોલીસે આ બનાવમાં સેપ્શયલ ઇન્વેસ્ટીગેશ ટીમ બનાવી છે અને હત્યારાને પણ પકડી લીધો છે. 15 દિવસમાં ચાર્જશીટ પણ કરી દેવાશે તેમ પોલીસે જણાવ્યું હતું,
ઉલ્લેખનિય છે કે કાપોદ્રા વિસ્તારમાં ગઇ કાલે રાત્રે 17 વર્ષના સગીર રત્નકલાકાર પર એક નશેડી શખ્સે ચાકુના ઘા મારીને હત્યા કરી દીધી ગતિ. નશેડીએ આ સગીર પાસે નશો કરવા માટે પૈસા માગ્યા હતા પણ સગીરે તેને પૈસા આપવાનો ઇન્કાર કર્યો હતો જેથી ઉશ્કેરાયેલા આ શખ્સે સગીરને ચાકુના ઘા માર્યા હતા. આજે હજારો લોકોએ રસ્તા પર એકત્ર થઇને હત્યારાને ફાંસી આપવાની માગ કરી હતી અને હાય હાયના નારા લગાવ્યા હતા. લોકોએ આરોપ લગાવ્યો હતો કે સમગ્ર વિસ્તારમાં દારુના અડ્ડાઓ ચાલી રહ્યા છે અને તેના કારણે આ પ્રકારની ઘટનાઓ બની રહી છે.
પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, મૂળ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના માલસીકા ગામના વતની અને હાલ કાપોદ્રા વિસ્તારમાં આવેલ ક્રિષ્નાનગરમાં અરવિંદભાઈ વાઘેલા પરિવાર સાથે રહે છે. અરવિંદભાઈને સંતાનમાં ચાર પુત્રી અને એક પુત્ર પરેશ (ઉં.વ.17) છે. અરવિંદભાઈ ફ્રુટની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. અરવિંદભાઈનો એકનો એક પુત્ર પરેશ હીરાના કારખાનામાં સરીન વિભાગમાં કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો.
ગત રાત્રિના પરેશ હીરાના કારખાનેથી છૂટીને પરત ઘરે આવી રહ્યો હતો. દરમિયાન પરેશ શેરીમાંથી પસાર થતો હતો, તે સમયે આરોપી પ્રભુ શેટ્ટીએ તેની પાસે આવી નશા માટે પૈસાની માંગણી કરી હતી. દરમિયાન પરેશે કહ્યું હતું કે, મારી પાસે માત્ર ભાડાના 10 રૂપિયા છે, તેમ કહેતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.
પ્રભુએ આવેશમાં આવી તેની પાસે રહેલ ચપ્પુથી પરેશને પેટના ભાગે એક ઘા ઝીકી દીધો હતો. પરેશને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે સ્થાનિક કાપોદ્રા પોલીસને જાણ થતાં ઉચ્ચ અધિકારી સહિતનો પોલીસ સ્ટાફ દોડતો થઈ ગયો હતો. પોલીસે મૃતક પરેશના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.