અમદાવાદ શહેર લુખ્ખાઓને હવાલે, અસામાજીક તત્વોને પોલીસનો ડર જ નથી
રખિયાલમાં અસામાજીક તત્વોનો ઘાતક હથિયારો વડે હુમલો થતાં લોકોમાં દહેશત

રખિયાલમાં અસામાજીક તત્વોનો ઘાતક હથિયારો વડે હુમલો થતાં લોકોમાં દહેશત

રખિયાલમાં અસામાજીક તત્વોનો ઘાતક હથિયારો વડે હુમલો થતાં લોકોમાં દહેશત
અમદાવાદ શહેર અસામાજીક તત્વોના હવાલે થઇ ગયું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના લુખ્ખા તત્વોને જાણે કે કાયદાનો ડર જ રહ્યો નથી. સોમવારે મોડી રાત્રે શહેરના રખીયાલ વિસ્તારમાં અજિત મીલ ચાર રસ્તા પાસેની સોસાયટીના એક મકાનમાં 10 જેટલા લુખ્ખા તત્વોએ તલવાર, લાકડી અને ધોકા લઇને હુમલો કર્યો હતો અને આતંક મચાવ્યો હતો. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે અને અસામાજીક તત્વોએ પોલીસ તંત્રને પડકાર ફેંક્યો છે.
અમદાવાદ શહેરમાં હવે અસામાજીક તત્વોને પોલીસ તથા કાયદાનો ડર રહ્યો નથી. તાજેતરના બનાવો બાદ પોલીસે રાજ્યભરના અસામાજીક તત્વોને સીધાદોર કરવા માટે ખાસ અભિયાન ચલાવ્ હતું અને લુખ્ખાઓ સામે કડક કાર્યવાહી કરી હતી. પણ આમ છતાં અસામાજીક તત્વોને પોલીસનો ડર રહ્યો જ નથી. રખીયાલમાં સોમવારે રાત્રે અજિત મીલ પાસેની અજિત રેસીડેન્સીના સોસાયટીના મકાન પર લુખ્ખાઓ ત્રાટક્યા હતા અને ભારે આતંક મચાવ્યો હતો. તેમણે તોડફોડ કરીને ભારે ગાળાગાળી કરી હતી. આ વીડિયો ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જે બાદ રખીયાલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હોય તેમ જાણવા મળે છે. આ હુમલો અંગત અદાવતમાં કરાયો હોવાનું જાણવા મળે છે.
અસામાજીક તત્વોના કારણે હવે અમદાવાદના લોકોમાં ભારે ડર જોવા મળી રહ્યો છે અને લોકોમાં ફેલાયેલો આ ડર કાઢવો પોલીસ માટે મોટો પડકાર છે કારણ કે લુખ્ખાઓને તો જાણે કે કોઇનો ડર જ રહ્યો નથી. પોલીસ કાર્યવાહી કરતી હોવા છતાં અસામાજીક તત્વો સુધરવા તૈયાર નથી તેમ લાગી રહ્યું છે.
અમદાવાદની કાયદો અને વ્યવસ્થા જાળવવામાં અમદાવાદ પોલીસ નિષ્ફળ જઇ રહી છે. ભુતકાળમાં વસ્ત્રાલમાં અસામાજીક તત્વોએ હુમલો કરીને હાહાકાર મચાવ્યો હતો અને ફરી પાછો આવો જ બનાવ રખિયાલ વિસ્તારમાં બન્યો છે. પોલીસ કમિશનરે પૂર્વ વિસ્તારના તમામ પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલી પણ કરી હતી છતાં કાયદો અને વ્યવસ્થા હજું પણ કથળેલી છે. મોડી મોડી જાગેલી પોલીસે આ મામલે રાયોટીંગનો ગુનો નોંધીને એક સગીર સહિત સાત આરોપીને ઝડપી પાડ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.