ગુજરાતના આ શહેરમાં એક્ટિવા ચાલક યુવતીનો પીછો કરીને નરાધમે તેના વાળ ખેંચ્યા
સલામત ગુજરાતના દાવા કરતી ગુજરાત પોલીસ કોઇ એક્શન લશે ખરી ?

સલામત ગુજરાતના દાવા કરતી ગુજરાત પોલીસ કોઇ એક્શન લશે ખરી ?

સલામત ગુજરાતના દાવા કરતી ગુજરાત પોલીસ કોઇ એક્શન લશે ખરી ?
શું ગુજરાતમાં હવે ધોળા દિવસે પણ મહિલાઓ અને દિકરીઓ સલામત નથી ? આવું અમે એટલે કહી રહ્યા છીએ કે સોશિયલ મીડિયામાં એક એવો વિડીયો વાયરલ થયો છે જેમાં એક નફ્ફટ સ્કોર્પીયો ચાલકે એક્ટિવા પર જઇ રહેલી યુવતીનો પીછો કર્યો હતો. યુવકે લાંબો સમય પીછો કર્યા બાદ જ્યારે આ યુવતી તેનાથી કંટાળીને પોતાનું એક્ટિવા પરત વાળી રહી હતી ત્યારે એક્ટિવામાં પાછળ બેઠેલી આ યુવતીના નરાધમે વાળ ખેંચ્યા હતા. આ સમયે યુવતી ચિત્કાર પણ કરે છે કે કેવા વાળ ખેંચ્યા મારા..આ ઘટનાએ રાજકોટ શહેર પોલીસના સુરક્ષા તથા કાયદો વ્યવસ્થાના દાવા ખોટા પાડ્યા છે. એ નરાધમની હિંમત કેવી રીતે થઇ કે તેણે આ રીતે યુવતીનો પીછો કરીને યુવતીને પરેશાન કરી. પોલીસે તેને એવો સબક શીખવાડવો જોઇએ કે ક્યારેય કોઇ લુખ્ખો મહિલાઓ અને યુવતીની આ પ્રકારે પજવણી ના કરી શકે.
આ ચોંકાવનારો કિસ્સો રાજકોટનો છે. જ્યાં એક કાળા રંગની સ્કોર્પિયો ચાલક દ્વારા એક્ટિવા પર જઇ રહેલા યુવક યુવતીનો પીછો કરી રહ્યો હોવાનો એક વીડિયો વાયરલ થયો છે. આ એક્ટિવા પર પાછળ યુવતી બેઠેલી છે અને યુવતી પોતાના ફોનમાં આ સ્કોર્પીયો ચાલકનું શુટીંગ પણ કરી રહી છે. વીડિયોમાં જોવા મળે છે કે સ્કોર્પીયો ચાલક સતત રસ્તા પર એક્ટિવાનો પીછો કરી રહ્યો છે. એક્ટિવા જ્યાં ઉભી રહે ત્યાં તે સ્કોર્પીયો ઉભી પણ રાખે છે. ત્યારબાદ આ યુવતી જોરથી બોલે છે કે મારા વાળ ખેંચ્યા...આ વીડિયો સાગર પટોળીયાએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે
સરેઆમ આ રીતે એક યુવતીનો જાહેરમાં પીછો કરીને તેના વાળ ખેંચવાનો મામલો માત્ર એક સ્થાનિક ગુનાની ઘટના નથી, તે આપણા શહેરી જીવનના વિકાસ અને સામાજિક સુરક્ષાની અડધી તસવીર છે. જ્યારે આપણે રસ્તાઓ, મોલ અને ટેકનોલોજીકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ છીએ, ત્યારે સામાજિક શિસ્ત અને ન્યાયવ્યુસ્થાની ચર્ચા એટલી જ જરૂરી બની જાય છે.
આવી ઘટનાઓ આપણા સમાજમાં છુપાયેલા 'આંતરિક આતંક'નું પ્રતિબિંબ છે – જે લોકોના સ્વતંત્રતા અધિકાર અને માનસિક શાંતિ પર હુમલો કરે છે. યુવતીઓના જીવનમાં ભયનું વાતાવરણ ઉભું કરનારા આવા તત્વો માત્ર મહિલા સુરક્ષાનું જ નહીં પણ સમગ્ર શહેરી વિકાસના મૂલ્યો પર સવાલ ઊભા કરે છે.
રાજકોટ પોલીસે આ મામલે તપાસ કરીને સ્કોર્પીયો ચાલકને કડક સબક શીખવાડવો જોઇએ કારણ કે પોલીસનો ડર નહીં હોય તો આવા નરાધમો સરેઆમ છેડતી કરશે કે મહિલાઓ અને યુવતીઓને પરેશાન કરશે. આ માત્ર એક ઘટના નથી પણ એ રેડ સિગ્નલ છે કે સલામત ગુજરાતમાં હવે આવા તત્વો પણ સક્રિય છે ને તેમને ડામી દેવા અત્યંત જરુરી છે.
જુઓ વીડિયો
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.