ONGCની મહિલા અધિકારી ડીજીટલ એરેસ્ટનો શિકાર, રૂ.1.36 કરોડની કરી ઠગાઇ
શહેરના ગોતા વિસ્તારમાં રહેતા ત્રિવેણીબેન પટેલને ડિજિટલ અરેસ્ટના જાળમાં ફસાયા હતા, ટ્રાઇના અધિકારી તરીકે ફોન કરી , રૂ. 1.36 કરોડની ઠગાઇ કરી હતી

મહિલાને ડિજિટલ અરેસ્ટ કરી ઠગાઇ કરી

મહિલાને ડિજિટલ અરેસ્ટ કરી ઠગાઇ કરી
ટ્રાઇ, સીબીઆઇ કે ઇડીના અધિકારીના નામે કોલ કરીને ડીજીટલ એરેસ્ટ કરીને કરોડો રૂપિયા પડાવતી ગેંગથી બચવા માટે સાયબર ક્રાઇમ સતર્ક રહેવા માટે સુચનો કરે છે. તેમ છતાંય હજુપણ અનેક લોકો છેતરાઇને કરોડો રૂપિયા ગુમાવે છે. ગોતામાં રહેતા અને ONGCમાં ફરજ બજાવતા મહિલા અધિકારીને ડીજીટલ એરેસ્ટ કરીને રૂ. 1.36 કરોડની રકમ પડાવી લીધી હતી.
ગઠિયાઓએ મહિલાને ટ્રાઇના અધિકારી તરીકે ફોન કરી બેંક એકાઉન્ટમાં મની લોન્ડરીંગની બે કરોડની રકમ હોવાનું કહીને સમગ્ર કૌભાંડ આચર્યું હતું. શહેરના ગોતા વિસ્તારમાં રહેતા ત્રિવેણીબેન પટેલ ચાંદખેડા ONGCમાં સિનિયર આસીટન્ટ તરીકે નોકરી કરે છે. ગત ૩૧મી મે ના રોજ તેમને અજાણ્યા નંબરથી ફોન આવ્યો જેમાં કહ્યું કે તે ટેલીકોમ રેક્યુલેટર ઓથોરીટીમાંથી વાત કરે છે. તમારો ફોન બે કલાકમાં બંધ થઇ જશે. થોડીવાર પછી પોલીસના ડ્રેસ પહેરેલા વ્યક્તિએે CBIના અધિકારી તરીકે ઓળખ આપીને કહ્યુ કે તમારા કેનેરા બેંકના એકાઉન્ટમાં બે કરોડ રૂપિયાનું કાળુ નાણું છે અને આ બેંક એકાઉન્ટ આધાર કાર્ડથી લીંક છે જેથી તમારા પર કેસ કરીને ડીજીટલ એરેસ્ટ કરવા માટે વોંરટ છે અને કોલ કરનારે વોટ્સએપ પર સુપ્રિમ કોર્ટના સિક્કાવાળો લેટર મોકલ્યો હતો
ત્રિવેણીબેનને એરેસ્ટ કરીને કોર્ટ રૂમનો વિડીયો બતાવીને જજે તેમની પાસેથી આધાર કાર્ડ જોવા માંગ્યું હતું અને એકાઉન્ટમાં જેટલા નાણાં હોય તેનું વેરીફીકેશન આરબીઆઇ દ્વારા કરવાનું પૂછવામાં આવ્યું હતું. ત્રિવેણીબેને 36 લાખ રૂપિયા અન્ય એક બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા હતા. આ ઉપરાંત, ત્રિવેણીબેનના માતાના બેંક એકાઉન્ટમાંથી તેમજ ફીક્સ ડીપોઝીટના નાણાં મળીને કુલ રૂ.1.36 કરોડ ટ્રાન્સફર કરાવી લીધા હતા. ત્યારબાદ મકાન વેચીને પણ નાણાંની માંગણી કરતાં ત્રિવેણીબેને તેમના સગાને આ બાબતે જાણ કરતા તેમની સાથે છેતરપિંડી થયાનો ખ્યાલ આવ્યો હતો. આ અંગે સાયબર ક્રાઇમે ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.