Odisha:મિત્રને મળવા ગયેલી મહિલા ઉપર 10 લોકો દ્વારા કરાયો ગેંગ રેપ
મિત્રને બીચ પર મળવા ગયેલી 20 વર્ષીય મહિલા ઉપર 10 વ્યક્તિઓના ટોળાં દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું, પોલીસ દ્વારા આરોપીઓના ધરપકડની કાર્યવાહી શરૂ

ઓડિશા પોલીસની કાર્યવાહી

ઓડિશા પોલીસની કાર્યવાહી
ઓડિશાના ગંજમમાં એક ભયાનક ઘટના બની છે. કોલેજમાં ભણતી 20 વર્ષીય વિદ્યાર્થીની ઉપર ઓડિશાના બીચ ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. ઓડિશાના ગોપાલપુર બીચ ઉપર આ બનાવ બન્યો હતો. 10 વ્યક્તિઓના ટોળાંએ 20 વર્ષીય મહિલા ઉપર સામૂહિક દુષ્કર્મ આચર્યું. મહિલા તેના પુરુષ મિત્રને મળવા ગઈ હતી ત્યારે તેના પર પણ હૂમલો કરવામાં આવ્યો છે.
પીડિતાના મિત્રએ તેને સમજણ પાડી અને પોલીસ સ્ટેશનમાં ગૂનો નોંધાવા સમજાવી હતી. રવિવારે રાત્રે 11 વાગ્યે સમગ્ર ઘટના બાબતે ગૂનો નોંધવામાં આવ્યો હતો. નોંધાવેલી ફરિયાદના આધારે સોમવારે સાત શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી હતી. બહેરામપુરના એસપી સરવણ વિવેક એમ.એ જણાવ્યું કે તે બાકીના ત્રણ શંકાસ્પદોને શોધવા માટે વિવિધ સ્થળોએ દરોડા પાડી રહ્યા છે. તેમજ પકડાયેલ આરોપીના ગુનાહિત ભૂતકાળ છે કે કેમ તેની ચકાસણી હજુ બાકી છે.
પીડિતાના મિત્ર દ્વારા વધુ માહિતીમાં જાણવા મળ્યું કે તે 10 વ્યક્તિઓનું ટોળું કથિત રીતે નશામાં ધૂત હતું. ગૂનેગારો પહેલા અશ્લીલ ગાળો બોલતા હતા જેનો વિરોધ કરતાં તેને માર માર્યો હતો. ત્યારબાદ મહિલાનું ગળું દબાવી દીધું હતું અને તેના પર બળાત્કાર કર્યોનો ઉલ્લેખ કર્યાની માહિતી પોલીસ આપી હતી. હવે પીડિતાની તબીબી તપાસ સાથે તેનું કાઉન્સેલિંગ કરવામાં આવશે.
આ ઘટનાથી રાજ્યભરમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે કારણ કે દૂર દૂરથી પ્રવાસીઓ ગંજામ જિલ્લાના બીચની મુલાકાતે આવે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.