કુખ્યાત ગુનેગાર મૈનપાલ ઢિલ્લા કંબોડિયામાંથી ઝડપાયો
સીબીઆઈએ મૈનપાલ ઢિલ્લાને પકડવા ઈન્ટરપોલ દ્વારા રેડ કોર્નર નોટિસ ઈસ્યુ કરાવી હતી
કંબોડિયા પોલીસે પ્રત્યાર્પણ કરતાં હરિયાણા પોલીસ મૈનપાલ ઢિલ્લાને ભારતમાં પરત લાવી
કંબોડિયા પોલીસે પ્રત્યાર્પણ કરતાં હરિયાણા પોલીસ મૈનપાલ ઢિલ્લાને ભારતમાં પરત લાવી
હરિયાણા પોલીસના અનેક ગુનાઓમાં વોન્ટેડ કુખ્યાત ગુનેગાર મૈનપાલ ઢિલ્લાને કંબોડિયાથી ઝડપી લેવામાં આવ્યો છે. હરિયાણામાં આજીવન કેદની સજા પામેલો મૈનપાલ ઢિલ્લા વર્ષ 2018માં પેરોલ પર છૂટ્યા બાદ વિદેશમાં ફરાર થઈ ગયો હતો. હરિયાણા પોલીસની વિનંતીથી સીબીઆઈએ ઈન્ટરપોલ દ્વારા રેડ કોર્નર નોટિસ ઈસ્યુ કરાવી હતી. તેના પગલે મૈનપાલ ઢિલ્લા કંબોડિયામાં ઝડપાઈ ગયો હતો. કંબોડિયા પોલીસે આરોપીનું પ્રત્યાર્પણ કરતાં કુખ્યાત ગુનેગારને ભારત લાવવામાં સફળતા મળી છે.
હરિયાણા પોલીસ, MEA અને MHA ના સહયોગથી કંબોડિયાથી કુખ્યાત ગુનેગાર વોન્ડેટ મૈનપાલ ઢિલ્લા ઉર્ફે સોનુ કુમારને પકડીને ભારત લાવવામાં સીબીઆઈને સફળતા મળી છે. મૈનપાલ ઢિલ્લા ઉર્ફે મૈનપાલ બાદલી ઉર્ફે સોનુ કુમાર કુખ્યાત ગુનેગાર છે. હરિયાણા પોલીસના અનેક કેસોમાં વોન્ટેડ હતો. 26 સપ્ટેમ્બર 2007ના રોજ બહાદુરગઢ પોલીસ સ્ટેશનના નોંધાયેલાં હત્યા, હત્યાનો પ્રયાસ, હથિયારોનો ગેરકાયદેસર ઉપયોગ અને ગુનાહિત કાવતરાના ગુના માટે તેને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
અગાઉ પણ વધુ બે કેસોમાં તેને દોષિત ઠેરવવામાં આવ્યો હતો. જેલમાં સજા ભોગવી રહ્યો હતો ત્યારે 17 જુલાઈ 2018ના રોજ હિસાર સેન્ટ્રલ જેલમાંથી 6 અઠવાડિયાના પેરોલ પર છોડવામાં આવ્યો હતો. 29 ઓગષ્ટ 2018 સુધીમાં તેને જેલમાં પરત ફરવાનું હતું. પરંતુ તે જેલમાં પરત નહી ફરીને ફરાર થઈ ગયો હતો.
હરિયાણા પોલીસની વિનંતીથી સીબીઆઈએ 6 નવેમ્બર 2024ના રોજ ઇન્ટરપોલ દ્વારા મૈનપાલ ઢિલ્લા સામે રેડ કોર્નર નોટિસ ઈસ્યુ કરાવી હતી. સીબીઆઈએ તેને પકડવા માટે એનસીબી બેંગકોકનો સંપર્ક કર્યો હતો. જેમના સંપર્ક દરમિયાન થાઈલેન્ડથી કંબોડિયા સુધી તેણે મુસાફરી કરી હોવાની હિલચાલનો ખુલાસો થયો હતો. ત્યારબાદ સીબીઆઈએ કંબોડિયાના અધિકારીઓનો સંપર્ક કરી સોનુ કુમારના નકલી નામ હેઠળ છેતરપિંડીથી મેળવેલા પાસપોર્ટ પર મૈનપાલ ઢિલ્લા કંબોડિયા આવ્યો હોવાની જાણ કરી હતી.
26 માર્ચ 2025ના રોજ ઇન્ટરપોલ ચેનલો દ્વારા કંબોડિયાના ફનોમ પેન્હ શહેરની એનસીબીને તેની ધરપકડ કરવા વિનંતી કરવામાં આવી હતી. 24 જુલાઈ 2025ના રોજ રોજ એનસીબી-ફ્નોમ પેન્હ દ્વારા તેની ધરપકડ કરી સીબીઆઈને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ રાજદ્વારી ચેનલોથી પ્રત્યાર્પણ અંગે વિનંતી કરવામાં આવી હતી.
કંબોડિયન અધિકારીઓએ મૈનપાલ ઢિલ્લાને ભારતીય અધિકારીઓને સોંપવાનો નિર્ણય લીધો હોવાની જાણ કરી હતી. તેના પગલે હરિયાણા પોલીસની ટીમે કંબોડિયા જઈ મૈનપાલ ઢિલ્લાની ધરપકડ કરી 2 સપ્ટેમ્બર 2025ના રોજ કંબોડિયાથી ભારત પરત લાવી છે. આમ, ભાગેડું કુખ્યાત ગુનેગારને ભારત પરત લાવવામાં સીબીઆઈએ સફળતા મેળવી છે. સીબીઆઈ દ્વારા દેશની તમામ સુરક્ષા એજન્સીઓ સાથે સંકલન કરીને ભાગેડું ગુનેગારોને પરત લાવવામાં આવે છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં ઇન્ટરપોલ સાથે સંકલન કરીને સીબીઆઈ દ્વારા 100 થી વધુ વોન્ટેડ ગુનેગારોને ભારત પરત લાવવામાં આવ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

લખીમપુર ખીરીની સ્કૂલમાં શિક્ષિકાને મળવા આવ્યો એક યુવક... થોડી જ વારમાં માળ ઉપર ગોળીબારથી મચી ગઈ દોડધામ!

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?