NIA ચાર્જશીટ: ISIS બાયો ટેરર કાવતરાનો ખુલાસો
એરંડાના બીજથી ખતરનાક ઝેર બનાવી મોટા હુમલાની યોજના હતી, ત્રણ આરોપીઓ સામે કેસ

ત્રણેય આતંકીઓની ફાઈલ તસવીર

ત્રણેય આતંકીઓની ફાઈલ તસવીર
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા જેહાદી બાયો-ટેરરિઝમ કાવતરાના ગંભીર કેસમાં ત્રણ આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓ જાહેર સ્થળોએ નિર્દોષ લોકોને નિશાન બનાવી ઝેર ફેલાવવાના ઈરાદાથી કામ કરી રહ્યા હતા.
મુખ્ય આરોપી હૈદરાબાદનો ડૉ. સૈયદ અહેમદ મોહિયુદ્દીન છે. જ્યારે ઉત્તર પ્રદેશના આઝાદ અને મોહમ્મદ સુહેલ તેના સહ-આરોપી તરીકે ઓળખાયા છે. અમદાવાદ સ્થિત વિશેષ અદાલતમાં તેમના વિરુદ્ધ યુએપીએ, બીએનએસ અને આર્મ્સ એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
તપાસ મુજબ આરોપીઓએ એરંડાના બીજમાંથી અત્યંત જોખમી ઝેર તૈયાર કરવાની યોજના બનાવી હતી. આ ઝેરને રાસાયણિક હથિયારોની શ્રેણીમાં સૌથી ખતરનાક માનવામાં આવે છે. વિદેશમાં બેઠેલા હેન્ડલર્સના માર્ગદર્શન હેઠળ આરોપીઓ યુવાનોને પ્રેરિત કરી આતંકી પ્રવૃત્તિઓમાં જોડવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
ગુજરાત એટીએસએ નવેમ્બર 2025માં અડાલજ ટોલ પ્લાઝા પરથી મોહિયુદ્દીનને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી ગેરકાયદેસર હથિયારો, એરંડાનું તેલ અને અન્ય શંકાસ્પદ સામગ્રી મળી આવી હતી. તે જ દિવસે અન્ય બે આરોપીઓની બનાસકાંઠા જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, સહ-આરોપીઓએ રાજસ્થાનના હનુમાનગઢ વિસ્તારમાંથી ગેરકાયદે હથિયારો અને નાણાં મેળવ્યા હતા. આ સામગ્રી ગાંધીનગર જિલ્લાના છત્રાલમાં છુપાવી રાખવામાં આવી હતી.
નવેમ્બર 2025માં ત્રણેય આતંકીઓ ઝડપાયા હતા
ગુજરાત ATS ગુજરાત દ્વારા નવેમ્બર 2025માં ચીનથી MBBS થયેલા ડો. મોહિયુદ્દીનની અડાલજ ટોલ પ્લાઝા પરથી ધરપકડ કરવામાં આવી હતી. તેની કારમાંથી ગેરકાયદેસર હથિયારો, 4 લિટર એરંડાનું તેલ ધરાવતી બોટલ અને અન્ય વાંધાજનક સામગ્રી મળી આવી હતી. ATSની તપાસ બાદ તે જ દિવસે અન્ય બે આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી.
તપાસમાં જાણવા મળ્યું છે કે, આઝાદ અને સુહેલે રાજસ્થાનના હનુમાનગઢમાં ડેડ-ડ્રોપ સાઇટ પરથી પૈસા અને ગેરકાયદેસર હથિયારો મેળવ્યા હતા. આ સામાન તેઓએ મોહિયુદ્દીન માટે છત્રાલ ખાતે નિર્ધારિત સ્થળે પહોંચાડ્યો હતો.
જાન્યુઆરી 2026માં તપાસ સંભાળ્યા પછી NIAને જાણવા મળ્યું કે, હેન્ડલર દ્વારા મોહિયુદ્દીનને દક્ષિણ એશિયાનો ISIS અમીર બનાવવાનું વચન આપવામાં આવ્યું હતું. તેણે હૈદરાબાદમાં પોતાના ઘરને એરંડાના બીજમાંથી 'રિસિન' કેમિકલ(ઝેર) તૈયાર કરવા માટે ગુપ્ત પ્રયોગશાળામાં ફેરવી દીધું હતું.
સુહેલ હેન્ડલર અને સહ-આરોપીઓ વચ્ચે ભરતી, ભંડોળ અને હથિયારોના સંચાલન માટે મહત્વની કડી તરીકે કામ કરતો હતો. તેણે આતંકવાદી ભંડોળ મેળવ્યું અને વિતરિત કર્યું, રેકી કરી, ગેરકાયદે હથિયારો પહોંચાડ્યા અને વફાદારીના શપથ રેકોર્ડ કર્યા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અરવલ્લીના શીણોલ પાસે પોશડોડા ભરેલી સ્કોર્પિયો રોકતા SOG પર હથિયાર તાકવામાં આવ્યું, પોલીસે 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું; બે શખ્સો ફરાર થયા.

નહેરુબ્રિજથી કાલુપુર અને દાણીલીમડા સુધી આખરે એવું શું બન્યું કે AMTS-BRTS ફરી સવાલોના ઘેરામાં આવી?

ગુજરાત પોલીસની મેગા ટ્રાફિક ડ્રાઇવમાં નંબર પ્લેટના નિયમ ભંગ બદલ 18,014 કેસ, 4,187 વાહનો ડિટેઇન અને ₹58.56 લાખનો દંડ વસૂલાયો.