નહેરુનગર ફાયરિંગઃ નિવૃત્ત DySP સહિત 4ની ધરપકડ
નહેરુનગરમાં જમીન વિવાદે લીધો નવો વળાંક, નિવૃત્ત DySP અશોક ચૌહાણે કર્યુ હતું ફાયરિંગ

AI જનરેટેડ

AI જનરેટેડ
AHMEDABAD NEHRUNAGAR FIRING CASE: અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં ઝાંસીની રાણી બસ સ્ટેન્ડ પાછળ જમીન અને ભાડાના નાણાંને લઈને થયેલા વિવાદે નવો વળાંક લીધો છે. બુધવારે સાંજે આશરે પાંચ વાગ્યાના સુમારે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણે જાહેરમાં પોતાની અંગત પિસ્તોલથી પાંચ રાઉન્ડ ફાયરિંગ કરતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નહોતી.
ઘટનાની જાણ થતા જ સેટેલાઈટ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસે નિવૃત્ત DySP અશોક ચૌહાણ પાસેથી હથિયાર કબજે કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. સેટેલાઈટ પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી નિવૃત DySP અશોક ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજ, પુત્રી ખ્યાતિ અને અન્ય એક આરોપીની ધરપકડ કરી છે.
જમીન અને ભાડાના વ્યવહારોને લઈને વિવાદ
પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ નહેરુનગર વિસ્તારમાં આવેલી એક જમીનને લઈને વિવાદ થયો હતો. હરેશ અને હિતેશ ભારભીડિયા નામના વ્યક્તિઓએ આ જગ્યા ભાડે લઈ સ્ટોલ શરૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે જમીનના દસ્તાવેજોમાં ખામી હોવાના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી હતી, જેના કારણે કામ અટકી ગયું હતું.
દસ્તાવેજોની માંગણી બાદ ઉગ્ર બોલાચાલી
જમીનના કાયદેસરના દસ્તાવેજો અને રોકાયેલા નાણાંની માંગણી કરવા ફરિયાદી ભાઈઓ નિવૃત્ત DySP પાસે પહોંચ્યા હતા. આ દરમિયાન બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વિવાદ વધતા અશોક ચૌહાણે ગુસ્સામાં આવી જાહેરમાં બંદૂક કાઢી ગાળાગાળી સાથે પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
View this post on Instagram
કાર અને વીડિયોના આધારે તપાસ
ઘટના બાદ પોલીસે સ્થળ પરથી એક લક્ઝુરિયસ ઓડી કાર કબજે કરી હતી. આ ઉપરાંત ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેના આધારે પોલીસે ટેકનિકલ પુરાવા એકત્રિત કર્યા છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.
કરોડોની ડિપોઝિટ અને ભાડાનો દાવો
ફરિયાદીએ દાવો કર્યો હતો કે તેમણે આ જમીન માસિક 30 લાખ રૂપિયાના ભાડે લીધી હતી અને અંદાજે 1.50 કરોડ રૂપિયાની ડિપોઝિટ પણ ચૂકવી છે. વધુમાં તેમણે જણાવ્યું કે, સ્થળ પર કરોડો રૂપિયાનું કામ કરાવ્યા બાદ તેમને ખબર પડી કે જમીનના મૂળ માલિક અશોકસિંહ ચૌહાણ નથી. જેના કારણે ભાડું ચૂકવવાનું બંધ કરવામાં આવ્યું હતું.
સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં હાઈ વોલ્ટેજ ડ્રામા
નહેરૂનગર વિસ્તારમાં જમીન વિવાદમાં નિવૃત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણે ગોળીબાર કર્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. અશોક ચૌહાણે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં હોબાળો કર્યો હતો. તેથી બે પોલીસ કોન્સ્ટેબલોએ નિવૃત DySP ને ધક્કા મારીને લોકઅપમાં ધકેલી દીધા હતાં. જેના કારણે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. અશોકસિંહ ચૌહાણની દીકરી અને દીકરાની પણ ધરપકડ કરવામાં આવી છે. નિવૃત્ત DySPએ આક્ષેપ કર્યા કે, પોલીસે સાઠગાંઠ કરી મારી માલિકીની જમીનમાં ગુંડાઓને ઘૂસાડ્યા હતાં.
નહેરુનગરની જમીન મામલે વિવાદ થયો છે તે જગ્યા 5 વિઘા જેટલી છે. જેની અંદાજિત કિંમત 500 કરોડ છે. આ જગ્યાનો વિવાદ અશોક ચૌહાણ અને પ્રિયમ મહેતા વચ્ચે કોર્ટમાં ચાલી રહ્યો છે. અશોક ચૌહાણના વડવાઓ વર્ષોથી જમીનની રખેવાળી કરતા હોવાથી કબજો મેળવી લીધો હતો.
શું હતો સમગ્ર મામલો?
ACP એસ.એમ. પટેલ જણાવ્યું હતું કે, સમગ્ર વિવાદ નહેરુનગર બસ સ્ટોપ પાસે આવેલી જમીનના કબજા અને ભાડાના વ્યવહારોને લીધે સર્જાયો હતો. અશોકસિંહ ચૌહાણ પાસેથી હરેશ અને હિતેશ ભારભીડિયા નામના વ્યક્તિઓએ સ્ટોલ શરૂ કરવા માટે જગ્યા ભાડે રાખી હતી. જમીનના દસ્તાવેજો અધૂરા હોવાના કારણે અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી હતી. જેને પગલે ત્યાં સ્ટોલ શરૂ થઈ શક્યો ન હતો.
સ્ટોલ ચાલુ ન થઈ શકવાના કારણે હિતેશ અને હરેશ ભારભીડિયાએ નિવૃત્ત DySP પાસે પોતાના રૂપિયા પરત માંગ્યા હતા. બુધવારે સાંજે બંને ભાઈઓ જમીનના કાયદેસરના દસ્તાવેજોની માંગણી કરવા માટે અશોકસિંહ ચૌહાણ પાસે પહોંચ્યા હતા. તે સમયે બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને તકરાર થઈ હતી. આ વિવાદ એટલો વણસ્યો કે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણે આવેશમાં આવીને જાહેરમાં બંદૂક કાઢી અપશબ્દો બોલી 5 રાઉન્ડ ફાયરિંગ કરી દીધું હતું.
ફરિયાદી જીગર ઝાપડિયાએ જણાવ્યું હતું કે, મેં થોડા સમય અગાઉ નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ પાસેથી આ જમીન માસિક 30 લાખના ભાડા પેટે લીધી હતી. આ ઉપરાંત 1.50 કરોડ રૂપિયા ડિપોઝિટના પણ આપ્યા હતા. જ્યારે અમે ત્રણથી ચાર કરોડનું કામ કરાવ્યા બાદ જાણ થઈ હતી કે આ જમીનના અસલી માલિક DySP અશોકસિંહ ચૌહાણ નથી. જેથી અમે તેમને ભાડું આપવાની ના પાડી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અરવલ્લીના શીણોલ પાસે પોશડોડા ભરેલી સ્કોર્પિયો રોકતા SOG પર હથિયાર તાકવામાં આવ્યું, પોલીસે 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું; બે શખ્સો ફરાર થયા.

નહેરુબ્રિજથી કાલુપુર અને દાણીલીમડા સુધી આખરે એવું શું બન્યું કે AMTS-BRTS ફરી સવાલોના ઘેરામાં આવી?

ગુજરાત પોલીસની મેગા ટ્રાફિક ડ્રાઇવમાં નંબર પ્લેટના નિયમ ભંગ બદલ 18,014 કેસ, 4,187 વાહનો ડિટેઇન અને ₹58.56 લાખનો દંડ વસૂલાયો.