અમદાવાદમાં માત્ર 30 રૂપિયા માટે કરાઇ હત્યા! જાણો શું છે મામલો?
માનવ જીવનનું મૂલ્ય માત્ર બે આંકડામાં અંકાયું

ભાડાના બદલામાં નાણાં નહિ પણ એક જીવ લેવામાં આવ્યો

ભાડાના બદલામાં નાણાં નહિ પણ એક જીવ લેવામાં આવ્યો
અમદાવાદમાં એક વ્યક્તિ રિક્ષા ભાડું ન ચૂકવી શકતા રિક્ષા ચાલકે તેના પર રિક્ષા ચડાવીને હત્યા કરી હોવાની બાબત સામે આવી છે. રિક્ષાચાલક આરોપી સમીર નટ એ મુસાફર દ્વારા ભાડું ના ચૂકવી શકતા તેની હત્યા કરવાની કબૂલાત કરવામાં આવી છે. શું છે સમગ્ર મામલો જાણીયે આ અહેવાલમાં.
આ સમગ્ર બનાવની શરૂઆત વાડજ બસ સ્ટેન્ડ પાસે થઈ હતી. જ્યાંથી એક રિક્ષા ચાલકે બે પેસેન્જરને પોતાની રિક્ષામાં બેસાડ્યા હતા અને નવરંગપુરા તરફથી રિક્ષા લઈને જઈ રહ્યો હતો તે સમયે રિક્ષામાં બેઠેલા એક વ્યક્તિ અને રિક્ષા ચાલકને નવરંગપુરા જવા માટે 30 રૂપિયા ભાડું નક્કી થયું હતું. પૈસા ન હોવાનું કહેતા રિક્ષા ચાલક અને મુસાફર વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન રિક્ષામાંથી એક મુસાફર ઉતરી ગયો હતો. પરંતુ જે વ્યક્તિ નવરંગપુરા જવાનો હતો તેને બાથરૂમ જવાનું હોવાથી તે અને રિક્ષા ચાલક બંને એક જગ્યાએ ઊતર્યા હતા. ત્યારબાદ તે મુસાફરે એની પાસે રૂપિયા ન હોવાનું કહેતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં રિક્ષા ચાલકે મુસાફરને ધક્કો મારીને નીચે ઉતારી દીધો હતો.
બાદમાં થોડા સમય પછી જ રિક્ષા થોડી આગળ ગઈ અને યુ ટર્ન લઈને આવી અને તે મુસાફર પર ડ્રાઇવરે રિક્ષા ચડાવી દીધી હતી. જેમાં તેને પગ તેમજ મગજના ભાગે ગંભીર ઈજા થતાં તેનું મોત થયું હતું. ત્યારબાદ રિક્ષા ચાલક ચાલ્યો ગયો હતો અને સમગ્ર મામલે તે સમયે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. પરંતુ ઝોન-1 એલસીબીની ટીમ અને અન્ય લોકો દ્વારા તપાસ કરતા કેટલાક સીસીટીવીમાં રિક્ષા ચાલક દેખાયો હતો અને તપાસ કરતા ખબર પડી કે રિક્ષા ચાલકે જ અકસ્માત કરીને મુસાફરને મોતને ઘાટ ઉતાર્યો છે. આ સમગ્ર મામલે હાલ પોલીસે આરોપી સમીર નટની ધરપકડ કરી છે. આ સંદર્ભે પોલીસે આરોપી પાસેથી વધુ વિગત મેળવવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માત્ર ગણતરીની મિનિટોમાંજ એક નાનકડી બાબતનો ઝગડો એક જીવલેણ હત્યામાં બદલાયો. એક વ્યક્તિના ક્રોધમાં બીજી વ્યક્તિએ જીવ ગુમાવ્યો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.