અમદાવાદના સરસપુરમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયોઃ એક સગીર સહિત 3 શખ્સો ઝડપાયા
ક્રાઈમ બ્રાન્ચે 3 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા, મૃતકના ભાઈ સાથે જૂની અદાવતને લઈ કરી હત્યા

બાળક માટે દૂધ લેવા ગયેલા યુવકનું અપહરણ કરી લોખંડની પાઈપ, લાકડીથી માર્યો હતો માર

બાળક માટે દૂધ લેવા ગયેલા યુવકનું અપહરણ કરી લોખંડની પાઈપ, લાકડીથી માર્યો હતો માર
અમદાવાદના સરસપુર વિસ્તારમાં ત્રણ દિવસ પહેલાં યુવકનું અપહરણ કરી લોખંડની પાઈપ તેમજ લાકડીથી માર મારી હત્યા કરવાના કેસનો ભેદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે. આ ગુનામાં સંડોવાયેલા એક સગીર સહિત 3 શખ્સોની ધરપકડ કરી અન્ય 3 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે. બાળક માટે દૂધ લેવા ગયેલા યુવક સાથે પાન પાર્લર ઉપર બોલાચાલી કર્યા બાદ અપહરણ કરી માર મારી હત્યા નિપજાવી હતી. પકડાયેલા આરોપીઓ સામે અમદાવાદ શહેરમાં 3 થી વધુ ગુના નોંધાયેલા છે.
અમદાવાદ શહેરના શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં 3 જુલાઈના રોજ ઉમંગ દંતાણી નામના યુવકનું અપહરણ કરી હત્યા કર્યાનો બનાવ બન્યો હતો. ઉમંગની પત્ની સંગીતાબેને શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સંગીતાબેનના જણાવ્યા પ્રમાણે તેમના પતિ રાત્રે બાળક રડતું હોવાથી નાસ્તો લેવા ઘરની બહાર નીકળ્યા હતા. શારદાબેન હોસ્પિટલ સામે રાધે પાનમાં ઉમંગ દંતાણી ચા અને બિસ્કીટ લેવા ગયો ત્યારે કેટલાક શખ્સો સાથે બોલાચાલી થઈ હતી. બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં ઉમંગનું અપહરણ કરી માર મારી વોરાના રોજા પાસે જાહેર રોડ પર છોડીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા.
શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ ક્રાઈમ બ્રાન્ચે અપહરણ સાથે હત્યાની દિશામાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યુ હતુ કે, ઉમંગના ભાઈ અને સુમિત ઉર્ફે બિલાડી નામના શખ્સ વચ્ચે જૂની અદાવત હતી. આ અદાવતને લઈ બોલાચાલી બાદ ઉમંગની હત્યા કરાઈ હતી. તેથી ક્રાઈમ બ્રાન્ચે સુમિત ઉર્ફે બિલાડી પટણી, ઉમેશ ઉર્ફે અભણ પટણી અને કાયદાના સંઘર્ષમાં આવેલા એક સગીરની ધરપકડ કરી છે. જ્યારે રોહન ઉર્ફે ભૂરો પટણી, આકાશ ઉર્ફે ભૂલો પટણી અને પૂનમ ઉર્ફે બલ્લો પટણી નામના શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે.
સુમિત ઉર્ફે બિલાડી અને મૃતક ઉમંગના ભાઈ વચ્ચે ચારેક વર્ષથી જૂની અદાવત હતી. જૂની અદાવતને લઈ ઉમંગ પર હુમલો કરાયો હતા. રાધે પાન પાસે માર માર્યા બાદ વોરાના રોજા પાસે નાખી આરોપીઓ ભાગી ગયા હતા. ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ જે.કે.મકવાણાએ જણાવ્યુ કે, પકડાયેલા શખ્સોનો ગુનાહિત ભૂતકાળ છે. સુમિત વિરુદ્ધ નિકોલ, મહેસાણા અને ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં હત્યા અને મારામારી સહિતના ગુના નોંધાયા છે. જ્યારે ઉમેશ વિરુદ્ધ શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં મારામારીના ત્રણ ગુના નોંધાયા છે.

90 અરજદારો સામે આવ્યા; કિંમતી વસ્તુઓ પરત અપાઈ

વડોદરા માંજલપુરમાં નજીવી વાતે લારી ચાલકે 50 વર્ષીય આધેડ પર પ્લાયવુડના પાટિયા વડે માથામાં 6 ઘા માર્યા. ગંભીર ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા, CCTV ફૂટેજ સામે આવ્યા.

₹33.14 કરોડના સાયબર કૌભાંડમાં મુખ્ય આરોપી ચેન્નાઈથી ઝડપાયો