મુંબઈ: દિવ્યાંગ પુત્રી પર પિતાએ ગુજાર્યું દુષ્કર્મ
17 શંકાસ્પદોના DNA ટેસ્ટ બાદ નરાધમ પિતાનું પાપ છતું થયું; પોલીસે ગુનેગારની ધરપકડ કરી

કફ પરેડ દુષ્કર્મ કેસ

કફ પરેડ દુષ્કર્મ કેસ
મુંબઈના પોશ ગણાતા કફ પરેડ વિસ્તારમાં પિતા-પુત્રીના પવિત્ર સંબંધને કલંકિત કરતી એક અત્યંત શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. એક પાખંડી પિતાએ પોતાની જ 20 વર્ષીય દિવ્યાંગ પુત્રી પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું, જેના કારણે યુવતી ગર્ભવતી બની ગઈ હતી. પોલીસે લાંબી તપાસ અને અનેક લોકોના ડીએનએ (DNA) પરીક્ષણ બાદ સત્ય શોધી કાઢીને આરોપી પિતાને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
હોસ્પિટલની તપાસમાં ગર્ભવતી હોવાનો ખુલાસો :
આ ચોંકાવનારો મામલો સપ્ટેમ્બર 2025માં સામે આવ્યો હતો. યુવતીએ પેટમાં દુખાવાની ફરિયાદ કરતા તેને દાદી પાસે ઈશારામાં વ્યથા જણાવી હતી. હોસ્પિટલમાં તપાસ દરમિયાન તબીબોએ ખુલાસો કર્યો કે યુવતી પાંચ મહિનાની ગર્ભવતી છે. શરૂઆતમાં પિતાએ આ ઘટનામાં સંડોવણી હોવાનો ધરાર ઇનકાર કર્યો હતો અને પોલીસ કાર્યવાહી રોકવા માટે દબાણ પણ કર્યું હતું.
17 DNA સેમ્પલ અને પોલીસની મથામણ :
પીડિત યુવતી બોલી કે સાંભળી શકતી ન હોવાથી પોલીસ માટે નિવેદન લેવું એક મોટો પડકાર હતો. વિશેષ કાઉન્સેલિંગ બાદ યુવતીએ આપેલા સંકેતોને આધારે પોલીસે શરૂઆતમાં કેટલાક શંકાસ્પદોની અટકાયત કરી હતી. જોકે, પુરાવાઓના અભાવે પોલીસે પિતા સહિત કુલ 17 લોકોના DNA સેમ્પલ લેબોરેટરીમાં મોકલ્યા હતા. જાન્યુઆરી 2026ના અંતમાં આવેલા રિપોર્ટે આખરે ગુનેગારના ચહેરા પરથી મહોરું હટાવી દીધું હતું.
વૈજ્ઞાનિક પુરાવાએ ખોલી પિતાની પોલ :
લેબોરેટરી રિપોર્ટમાં સ્પષ્ટ થયું કે યુવતીના ગર્ભમાં રહેલા ભ્રૂણનો જેનિટિક ડેટા તેના પિતાના DNA સાથે સો ટકા મેચ થાય છે. તપાસમાં બહાર આવ્યું કે માર્ચ 2025થી સપ્ટેમ્બર 2025 વચ્ચે આ અત્યાચાર આચરવામાં આવ્યો હતો. આ નક્કર પુરાવાના આધારે કફ પરેડ પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ મુંબઈના નાગરિકોમાં ભારે આક્રોશ અને ચર્ચા જગાવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!