" યુ આર અન્ડર એરેસ્ટ..." તેવો અવાજ સાંભળતા જ આરોપી ભાગ્યો...
અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં પોલીસ અને આરોપી વચ્ચે ફિલ્મી દ્રષ્યો સર્જાયા

અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં પોલીસ અને આરોપી વચ્ચે ફિલ્મી દ્રષ્યો સર્જાયા

અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં પોલીસ અને આરોપી વચ્ચે ફિલ્મી દ્રષ્યો સર્જાયા
અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં ગુરુવારના રોજ પોલીસ અને આરોપી વચ્ચે એવા દ્રશ્યો સર્જાયા કે જાણે કોઈ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હોય. શહેરની ક્રાઈમ બ્રાન્ચ ચોરીના આરોપી અને ફાયરિંગ કેસમાં સંડોવાયેલા અભિષેક ઉર્ફે 'શૂટર'ને પકડી પાડવા માટે જ્યારે ઓઢવના શિવમ આવાસ યોજનામાં પહોંચી, ત્યારે આરોપી પોલીસથી બચવા માટે ગેલેરીમાં ચડીને આપઘાતની ધમકી આપવા લાગ્યો હતો.
આરોપી પોલીસને જોઇને જ ગભરાઈ ગયો હતો અને ઘરમાં ચેકિંગ કરતી ક્રાઈમ બ્રાન્ચને જોઈને સીધો ગેલેરીમાં ઉતરી ગયો. ત્યાંથી તેણે જાતે નીચે કૂદવાની ધમકી આપી. "મને છોડો નહીં તો હું મરી જઈશ!" તેવી ચીમકીઓથી પોલીસ પણ એક ક્ષણ માટે હકબક્કા રહી ગઈ હતી.
આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે તરત બચાવ જાળ પાથરી હતી અને એક કલાક સુધી આરોપી સાથે વાતચીત કરી તેને શાંતિથી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. આખરે પોલીસની સમજદારી અને ધીરજથી આરોપી ગેલેરીમાંથી નીચે ઉતર્યો અને પોલીસે શાંત રીતે તેને ઝડપી પાડ્યો હતો.
અભિષેક ઉર્ફે શૂટર અગાઉના ફાયરિંગના કેસમાં સંડોવાયેલ હોવાના કારણે તેની ધરપકડ માટે પોલીસને વિશેષ માહિતી મળી હતી. પરંતુ પોલીસથી ગભરાયેલા આરોપીએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી. ઘટનાને જોતા લોકોમાં પણ ઉત્તેજના છવાઇ ગઇ હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.