DRI ની મોટી કાર્યવાહી, મિઝોરમમાં 9.72 કરોડનું મેથામ્ફેટામાઇન ડ્રગ્સ જપ્ત...
એક મહિન્દ્રા XUV 500 માંથી ગુપ્ત રીતે છુપાવેલું આ ડ્રગ્સ ભારત-મ્યાનમાર સરહદ પારથી લાવવામાં આવ્યું હતું...

ડ્રગ્સ માફિયાઓને DRI નો સણસણતો તમાચો...

ડ્રગ્સ માફિયાઓને DRI નો સણસણતો તમાચો...
ડ્રગ્સના દૂષણ સામે ચાલી રહેલી લડાઈને વધુ તીવ્ર બનાવતા, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ 30.05.2025 ના રોજ મિઝોરમ, સેલિંગ ખાતે આઈઝોલ-ચમ્ફાઈ હાઈવે (NH-6) પરથી એક મહિન્દ્રા XUV500 માંથી 9.72 કિલોગ્રામ મેથામ્ફેટામાઇન ટેબ્લેટ્સ જપ્ત કરી છે. આ જપ્ત કરાયેલી ગોળીઓની આંતરરાષ્ટ્રીય ગેરકાયદેસર ડ્રગ્સ બજારમાં અંદાજિત કિંમત 9.72 કરોડ રૂપિયા આંકવામાં આવી છે.
DRI ના અધિકારીઓએ પાછળની સીટ પર એક ગુપ્ત પોલાણ/ચેમ્બરમાં ચતુરાઈપૂર્વક છુપાવેલા ડ્રગ્સના 10 પેકેટ શોધી કાઢ્યા હતા. જપ્ત કરાયેલા ડ્રગ્સ અને વાહન બંનેને કબજે કરવામાં આવ્યા છે, અને નારકોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ, 1985 (NDPS Act, 1985) ની જોગવાઈઓ હેઠળ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ પ્રતિબંધિત ડ્રગ્સ મિઝોરમમાં મ્યાનમારથી ભારત-મ્યાનમાર સરહદના ઝોખાવથાર સેક્ટર દ્વારા ઘુસાડવામાં આવ્યું હતું.
જાન્યુઆરી 2025 થી, DRI એ મિઝોરમમાં રૂ. 72 કરોડથી વધુ મૂલ્યનું મેથામ્ફેટામાઇન અને હેરોઈન જપ્ત કર્યું છે અને સાત વ્યક્તિઓની ધરપકડ કરી છે. NDPS એક્ટ ગુનેગારોને 10 વર્ષ સુધીની સખત કેદ સહિત કઠોર સજાની જોગવાઈ કરે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.