લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સાગરીત મનોજ સાવલી રાજસ્થાનના ઉદયપુરમાંથી ઝડપાયો
કરણી સેનાના પ્રમુખ સુખદેવસિંહ ગોગામેડીની હાઈ પ્રોફાઈલ હત્યામાં હતી મનોજ સાવલીની સંડોવણી

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ત્રણ વર્ષ જૂના આર્મ્સ એક્ટના ગુનામાં ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ત્રણ વર્ષ જૂના આર્મ્સ એક્ટના ગુનામાં ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે લોરેન્સ બિશ્નોઈ ગેંગના હિસ્ટ્રીશીટર મનોજ ઉર્ફે ચક્કી શંકરલાલ સાલવીને રાજસ્થાનના ઉદયપુરથી ઝડપી લીધો છે. વર્ષ 2022માં ગુજરાત એન્ટિ ટેરરિઝમ સ્ક્વોડ(ATS)ના આર્મ્સ એક્ટના ગુનામાં તે ફરાર હતો. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરાયેલા કરણી સેનાના પ્રમુખ સુખદેવસિંહ ગોગામેડીના હાઈ પ્રોફાઈલ હત્યા કેસમાં મનોજ સાવલીની ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં તે જામીન ઉપર મુક્ત હતો તેવા સમયે ક્રાઈમ બ્રાન્ચે તેના નિવાસ સ્થાન પરથી દબોચી લીધો છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યુ કે, 14 ડિસેમ્બર 2022ના રોજ ગુજરાત ATSએ અમદાવાદના પંચવટી સર્કલ નજીક શિવાલિક કોમ્પ્લેક્સની બહારથી રૂપાલાલ ભવરલાલ સાલવીને દેશી પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે ઝડપી લીધો હતો. તેની પૂછપરછ દરમિયાન પિસ્તોલ મનોજ ઉર્ફે ચક્કીએ આપી હોવાની કબૂલાત કરી હતી. ત્યારબાદ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. ગુનો નોંધાયા બાદ મનોજ સાલવી હજુ સુધી ફરાર હતો. આખરે ઉદયપુરના તેના નિવાસ સ્થાનેથી ઝડપી લેવામાં અમદાવાદ ક્રઈમ બ્રાન્ચને સફળતા મળી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મનોજ સાવલીને વધુ તપાસ માટે એલિસબ્રિજ પોલીસને સોંપી દીધો છે.
મનોજ સાવલીનો ગુનાહિત ભૂતકાળ
મનોજ સાલવી હિસ્ટ્રીશીટર છે. તેની સામે ગુજરાત સહિત રાજસ્થાન અને દિલ્હીમાં પણ ગુના નોંધાયેલા છે. પોલીસ રેકોર્ડ અનુસાર તેની સામે સશસ્ત્ર લૂંટ, ગેરકાયદે હથિયારોનો કબજો અને હત્યા સહિત 11 જેટલાં ગુના નોંધાયા છે. ઉદયપુરના નાઈ પોલીસ સ્ટેશન, સુખેર પોલીસ સ્ટેશન, હિરણ મગરી પોલીસ સ્ટેશન, હઠીપોલ પોલીસ સ્ટેશન, ધનમંડી પોલીસ સ્ટેશન, દિલ્હીના સમાયપુર બદલી પોલીસ સ્ટેશન, બિન્દાપુર પોલીસ સ્ટેશન, જયપુરના હર્માડા પોલીસ સ્ટેશન અને રાજસ્થાનના માવલી પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા છે. રાજસ્થાનના શ્યામનગર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2023માં કરણી સેનાના પ્રમુખ સુખદેવસિંહ ગોગામેડીની હત્યા કેસમાં ધરપકડ કરીને NIA દ્વારા 18 મહિના સુધી જેલમાં રખાયો હતો. બાદમાં તેને જામીન મળ્યા હતા.
લોરેન્સ બિશ્નોઈ ગેંગના નેટવર્ક અંગે પૂછપરછ કરાય તેવી શક્યતા
મનોજ સાલવી લોરેન્સ બિશ્નોઈનો નજીકનો સાથીદાર મનાય છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગ દેશભરમાં ખંડણી, કોન્ટ્રાક્ટ કિલિંગ અને હથિયારોની દાણચોરી જેવા હાઈ-પ્રોફાઈલ ગુનાઓમાં સંકળાયેલી છે. મનોજ સાલવીની ધરપકડથી બિશ્નોઈ ગેંગ સંચાલિત ગુજરાત અને પડોશી રાજ્યોના નેટવર્કને નષ્ટ કરવાના પ્રયાસોમાં મહત્વની સફળતા મળી હોવાનો ક્રાઈમ બ્રાન્ચના અધિકારીએ દાવો કર્યો છે. તેનો ગુનાઈત ભૂતકાળ અને હથિયાર સંબંધિત ગુનામાં સંડોવણી સમાજ માટે અત્યંત ખતરનાક છે. મનોજ ઉર્ફ ચક્કી પોલીસ કસ્ટડીમાં છે. તાજેતરમાં ગુજરાતમાં નોંધાયેલા ગેરકાયદે હથિયારોની હેરાફેરીના કેસ તેમજ લોરેન્સ બિશ્નોઈ ગેંગના નેટવર્ક અંગે તેની પૂછપરછ કરાય તેવી શક્યતા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.