અમદાવાદના નમસ્તે સર્કલ પાસે અકસ્માતમાં યુવકનું મોત
બસની ઉપર રાખેલો સામાન ઝાડની ડાળી પર પડ્યો અને ડાળી યુવક પર પડતાં યુવકનું મોત
અકસ્માત
અકસ્માત
અમદાવાદના નમસ્તે સર્કલ પાસે એક અકસ્માતની ઘટના બની, જેમાં એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઘટના ત્યારે બની જ્યારે એક ખાનગી ટ્રાવેલ્સની બસ, જેમાં ઓવરલોડ સામાન ભરેલો હતો, રસ્તા પરથી પસાર થઈ રહી હતી. આ બસની ઉપર રાખેલો સામાન ઝાડની ડાળી સાથે અથડાયો અને તે તૂટીને પાછળ આવી રહેલા એક્ટિવાચાલક પર પડ્યો, જેના કારણે યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો. આ અકસ્માત બાદ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
બસચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ
મૃતક યુવાનનું નામ ક્રિસ્ટન હતું અને તે નવા નરોડામાં રહેતો હતો. તે ખાનગી કંપનીમાં કો-ઓર્ડિનેટર તરીકે નોકરી કરતો હતો અને પરિવારમાં 2 બહેનોનો એકનો એક ભાઈ હતો. આ દુર્ઘટનાને કારણે નરોડામાં રહેતા પરિવારે પોતાનો એકનો એક દીકરો ગુમાવ્યો હતો. મૃતક યુવાન ક્રિસ્ટનના પિતા કાંતિભાઈ વણકરે માધવપુરા પોલીસ સ્ટેશનમાં લક્ઝરી બસના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. કાંતિભાઈ નવા નરોડાની વ્રજભૂમિ રેસિડેન્સીમાં તેમના પરિવાર સાથે રહે છે અને તેઓ પોતે સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે.
ક્રિસ્ટનનું સારવાર દરમિયાન મૃત્યુ
તેમને દીકરી ભાવિકાનો ફોન આવ્યો, જેણે જણાવ્યું કે ક્રિસ્ટનનો નમસ્તે સર્કલ પાસે અકસ્માત થયો છે અને તેની હાલત ગંભીર છે. આ સમાચાર સાંભળીને કાંતિભાઈ પત્ની ગીતાબેન તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા, જ્યાંથી તેમને વલ્લભ હોસ્પિટલ જવા કહેવામાં આવ્યું. હોસ્પિટલ પહોંચતાં જ તેમને જાણ થઈ કે, ક્રિસ્ટનનું સારવાર દરમિયાન મૃત્યુ થયું.
આ પણ વાંચો: જૌનપુરમાં ભીષણ માર્ગ અકસ્માત, ચાર શ્રદ્ધાળુઓના મોત
ઓવરલોડ સામાન મોતનું કારણ
ક્રિસ્ટન જ્યારે સાંજે સાડા સાત વાગ્યાની આસપાસ તેના એક્ટિવા પર નમસ્તે સર્કલથી મુસાસુહાગ કબ્રસ્તાન તરફ જઈ રહ્યો હતો ત્યારે સર્જાયો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, એક લક્ઝરી બસમાં ઓવરલોડ સામાન ભરવામાં આવ્યો હતો. આ બસ જ્યારે ઝાડ પાસેથી પસાર થઈ, ત્યારે તેનો સામાન ઝાડની ડાળી સાથે અથડાયો. સામાન અથડાતાં જ ડાળી તૂટી પડી અને સીધી ક્રિસ્ટનના માથા પર પડી. અકસ્માત બાદ તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, પરંતુ થોડી સારવાર બાદ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.
ઓવરલોડ સામાન ભરવો ગંભીર બેદરકારી
આ ઘટનામાં લક્ઝરી બસમાં ઓવરલોડ સામાન ભરવાનું ગંભીર બેદરકારીનું કૃત્ય હોવાથી પોલીસે આ મામલે બસચાલક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.આ પ્રકારના અકસ્માતથી શહેરમાં ટ્રાફિક સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા થાય છે. અમદાવાદના ગીતા મંદિર પછી શાહીબાગનું નમસ્તે સર્કલ લક્ઝરી બસ માટેનું એક મુખ્ય સ્ટેન્ડ ગણાય છે. અહીંથી રોજ અનેક લક્ઝરી બસો અન્ય રાજ્યો અને શહેરોમાં જાય છે. આ કારણે આ વિસ્તારમાં ટ્રાફિકજામની સમસ્યા વારંવાર જોવા મળે છે અને નાના વાહનો માટે અહીંથી પસાર થવું મુશ્કેલ બની જાય છે, જે આવા અકસ્માત માટે જવાબદાર પરિબળ બની શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

લખીમપુર ખીરીની સ્કૂલમાં શિક્ષિકાને મળવા આવ્યો એક યુવક... થોડી જ વારમાં માળ ઉપર ગોળીબારથી મચી ગઈ દોડધામ!

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?