2200 કરોડના સટ્ટાકાંડનો આરોપી હર્ષિત UAEથી ઝડપાયો
CBI એ વોન્ટેડ ભાગેડુ હર્ષિત બાબુલાલ જૈનને UAEમાંથી પરત લાવ્યો
હર્ષિત જૈન
હર્ષિત જૈન
ગુજરાત પોલીસની સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ટીમે એક મોટું ઓપરેશન પાર પાડીને રૂપિયા 2200 કરોડથી વધુના માધુપુરા ક્રિકેટ સટ્ટાકાંડના મુખ્ય આરોપી હર્ષિત બાબુલાલ જૈનને દુબઈથી ઝડપી પાડ્યો છે. હર્ષિત બાબુલાલ જૈન ટેક્સ ચોરી, ગેરકાયદે જુગાર અને મની લોન્ડરિંગના કેસમાં વોન્ટેડ હતો.
5 સપ્ટેમ્બરે દુબઈથી ડિપોર્ટ કર્યો
આ ઓપરેશન SMCના DGI નિર્લિપ્ત રાય અને તેમની ટીમે પાર પાડ્યું હતું. ગુજરાત પોલીસની વિનંતી પર, CBIએ 9 ઓગસ્ટ 2023ના રોજ ઈન્ટરપોલ દ્વારા હર્ષિત બાબુલાલ જૈન વિરુદ્ધ રેડ નોટિસ બહાર પાડી હતી અને 5 સપ્ટેમ્બર 2025ના રોજ તેને દુબઈથી ડિપોર્ટ કરીને અમદાવાદ એરપોર્ટ પર ગુજરાત પોલીસને સોંપવામાં આવ્યો.
બુકીઓ સામે નોંધાયો ગુનો
માધુપુરા સટ્ટાકાંડમાં હર્ષિત જૈન પકડાયા બાદ હવે પોલીસ સૌરભ ચંદ્રાકર અને અમિત મજેઠિયા સહિત અન્ય બુકીઓ પર પણ સકંજો કસશે. માધવપુરા પોલીસ સ્ટેશનમાં જે બુકીઓ સામે ગુનો નોંધાયો હતો, તેઓ ખૂબ જ વગદાર છે અને કરોડોની સંપત્તિ ધરાવે છે. આ બુકીઓ IPS અધિકારીઓ અને રાજકીય નેતાઓ સાથે ઘનિષ્ઠ સંબંધો ધરાવે છે, જેના કારણે અગાઉ તપાસ ધીમી પડી હોવાનું મનાય છે.
તમામ પૈસા ક્રિકેટ સટ્ટા માટે ઉપયોગમાં લેવાતા
આ કેસનો પર્દાફાશ અમદાવાદ PCB દ્વારા 28 માર્ચ 2023ના રોજ થયો હતો. તે સમયે, PCBને માહિતી મળી હતી કે, કેટલીક કંપનીઓમાં 2200 કરોડથી વધુના વ્યવહારો થઈ રહ્યા છે અને આ તમામ પૈસા ક્રિકેટ સટ્ટા માટે ઉપયોગમાં લેવાય છે. PCBએ માધુપુરાના સુમિલ કોમ્પલેક્સમાં દરોડા પાડીને 7 મોબાઈલ, 3 લેપટોપ, 536 ચેકબુક, 538 ડેબિટ કાર્ડ અને અન્ય માલસામાન જપ્ત કર્યો હતો.
મેટા ટ્રેડર એક ઓનલાઈન ટ્રેડિંગ પ્લેટફોર્મ
આ સટ્ટાકાંડમાં વેલોસિટી સર્વર અને મેટા ટ્રેડર નામની એપનો ઉપયોગ થતો હતો. મેટા ટ્રેડર એક ઓનલાઈન ટ્રેડિંગ પ્લેટફોર્મ છે, જેમાં એક વ્યક્તિ સંચાલન કરે છે અને અન્ય ઘણા લોકો સટ્ટો રમે છે. આ માસ્ટર ID દીપક ઠક્કર દ્વારા ઓપરેટ થતી હતી, જે સપ્ટેમ્બર 2024માં SMC દ્વારા દુબઈથી પકડાયો હતો. હર્ષિત જૈનએ દીપક ઠક્કર પાસેથી જ માસ્ટર ID લીધી હતી. આ IDથી થયેલા વ્યવહારો 2200 કરોડના હતા. એવી જ ID અન્ય 500થી વધુ લોકો પાસે પણ હતી.
દીપક ઠક્કર- કેસનો મુખ્ય માસ્ટરમાઈન્ડ
મહાવીર એન્ટરપ્રાઈઝના નામે હર્ષિત જૈન આ કૌભાંડ ચલાવતો હતો. દરોડા બાદ તે દુબઈ ભાગી ગયો હતો. તપાસ દરમિયાન આ કેસના તાર ભારતના સૌથી મોટા બુકી મહાદેવ બુકી એટલે કે સૌરભ ચંદ્રાકર સુધી પહોંચ્યા હતા. સૌરભ ચંદ્રાકર દુબઈથી ભારતનું સૌથી મોટું સટ્ટા નેટવર્ક ચલાવે છે. ધોરણ 8 પાસ દીપક ઠક્કર, જે આ કેસનો મુખ્ય માસ્ટરમાઈન્ડ હતો, તે અમદાવાદમાં VVIP સોફ્ટવેર નામની ઓફિસ ચલાવતો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

લખીમપુર ખીરીની સ્કૂલમાં શિક્ષિકાને મળવા આવ્યો એક યુવક... થોડી જ વારમાં માળ ઉપર ગોળીબારથી મચી ગઈ દોડધામ!

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?