VADODARA : એક એવી ગેંગ જે મંદિરોની દાનપેટીમાં સિક્કો નાંખીને....
વડોદરા શહેર પોલીસની મોટી સફળતા

વડોદરા શહેર પોલીસની મોટી સફળતા

વડોદરા શહેર પોલીસની મોટી સફળતા
વડોદરા શહેર પોલીસે એક એવી ગેંગને પકડી છે જે ગેંગના સભ્યો માત્ર મંદિરોમા રહેલી દાનપેટીમાંથી જ રોકડની ચોરી કરતી હતી. મંદિરની દાનપેટીની ચોરી કરવામાં પેંધી પડેલી આ ગેંગ પહેલા જે તે મંદિરની રેકી કરતી અને ત્યારબાદ તે મંદિરની દાનપેટીમાં રોકડ છે કે નહીં તે ચકાસવા માટે દાનપેટીમાં રોકડા રુપિયાનો સિક્કો નાખીને ચેક કરતી હતી. જો દાનપેટી ભરેલી હોય તેવો અવાજ તેમને સંભળાય તો તે રાત્રે તેઓ આ દાનપેટીનું તાળું તોડીને રોકડની ચોરી કરી લેતી હતી.
વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે 2 શંકાસ્પદ શખ્સો દાહોદ તરફથી મંદિરમાં ચોરી કરીને ચોરીના કિંમતી દાગીને વેચવા સુરત તરફ જઇ રહ્યા છે જેથી પોલીસે ગોલ્ડન ચોકડી પાસે વોચ ગોઠવી બે બાઇક પર આવી રહેલા ઉમેશ બચુભાઇ મેડા, ગોવિંદ દલસીંગ મછાર તથા અજય બચુભાઇ મેડાને ઝડપી લીધા હતા. તેમની પાસેથી ચલણી નોટો, 7 મોબાઇલ ફોન, ધાતુની મુર્તિઓ તથા અલગ અલગ પ્રકારના .ત્રો અને લગડીઓ મળી હતી. પોલીસે બંનેની પૂછપરછ કરતાં તેમણે છેલ્લા 6 મહિનામાં વડોદરા, ભરૂચ, ભાયલી, પોર, કરજણ, અંકલેશ્વર, રાજકોટ અને જેતપુરમાં મોબાઇલ ચોરી, વાહન ચોરી તથા મંદિરમાંથી ચોરી કરવાના 22 ગુના આચર્યા હોવાની કબુલાત કરી હતી. તેમની પાસેથી મળેલી રોકડ રકમ તથા મુર્તીઓ કરજણ, વરણામા, તરસાલી, ભાયલી, અટલાદરા લાલબાગના મંદિરમાંથી ચોરી કરી લાવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. પોલીસે ત્રણેય પાસેથી 5 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 22 ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.
પોલીસે ત્રણેયની પૂછપરછ કરતાં તેમણે કહ્યું હતું કે અગાઉ તેઓએ એક મકાનમાં ચોરી કરી હતી જેમાં તેમની પર ધાડનો ગુનો નોંધાયો હતો અને તે લાંબા સમય સુધી જેલમા રહ્યા હતા. મકાનમાં ચોરી કરતી વવખતે કોઇ વખત ઘરનો માલીક જાગી જાય તેની બીક રહેતી હતી તેથી તેમણે મંદિરમાં જ ચોરી કરવાનું નક્કી કર્યું હતું . મંદિરમાં રાત્રે અવર જવર ના હોય તેથી તે માત્ર મંદિરોને જ નિશાન બનાવતા હતા. તેઓ દિવસે મંદિરની રેકી કરતા અને દાનપેટી ભરેલી છે કે કેમ તે ચકાસવા જાહેરમાં મંદિરમાં જઇને દાનપેટીની અંદર સિક્કો નાખતા હતા. જો દાનપેટી ભરેલી હોય તેવો અવાજ આવે તો જ તેઓ આ મંદિરમાં રાત્રે ચોરી કરવા જતા હતા. પોતાની ગેંગમાં આ ટોળકી પોતાના કુંટુંબના સભ્યોને કે પછી સગાવ્હાલાને રાખતા હતા જેથી તેમને કોઇ ભાગ દેવો ન પડે.
પોલીસ તપાસમાં એવો પણ ખુલાસો થયો કે આરોપીઓ અગાઉ નોંધાયેલા કેસમાં કોર્ટ મુદતે જતાં ત્યારે પરત ફતી વખતે દર વખતે વાહન ચોરી અને મંદિરમાં ચોરી કરત હતા અને મંદિરમાં પણ તેઓ મુર્તીઓ કરતાં વધારે દાનપેટીને ટાર્ગેટ કરતા હતા કારણ કે તેમાંથી સીધા રોકડ રુપિયા મળી રહેતા હતા. તેઓ ચોરી કરવા જવા માટે બાઇકની ચોરી કરતા અને ચોરીની બાઇકથી જ તેઓ મંદિરોમાં ચોરી કરવા જતાં. તેઓ ચોરીની બાઇકને હાઇવે પર તથા ચાર રસ્તા પર લોકોએ મુકેલા વાહનોની પાસે જ પાર્ક કરતા જેથી દરેક વખતે ત્યાં આવીને બાઇક લઇ શકાય. મંદિરથી થોડે દૂર બાઇક મુકીને તેઓ ચાલતા જ ચોરી કરવા જતા હતા અને રાત્રે ચોરી કરવા જતાં પહેલા દિવસે રેકી કરી બાકીનો સમય રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન કે જાહેર બગીચાઓમાં બેસી રહેતા હતા અને સોસાયટીના મંદિરો કરતાં તે જાહેર રસ્તાઓ અને હાઇવે પરના મંદિરોને જ વધુ ટાર્ગેટ કરતા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.